________________
જે અનુષ્ઠાનો પૂર્વગાથાઓમાં કહ્યાં છે. તેમાં યોગનું લક્ષણ સંભવતું હોવાથી યોગ કહેવાય છે.
“યોગ”ના વિષયને સમજાવનારાં શાસ્ત્રોમાં યોગનાં જુદાં જુદાં ત્રણ લક્ષણો આ પ્રમાણે જણાવ્યાં છે :
“યો: વિત્તવૃત્તિનિરોધઃ" પાતંજલિ મહર્ષિકૃત યોગસૂત્ર. “યોr: #4 #શતન' બૌધ્ધદર્શનનું યોગસૂત્ર. “નોલેજ યોગનાન્િ યો?'' જૈનદર્શનકાર માન્ય સૂત્ર.
મહર્ષિ પતંજલિએ તેમના બનાવેલા યોગસુત્રમાં “ચિત્તની વૃત્તિઓનો નિરોધ" તેને યોગ કહેલ છે. તે ચિત્તની વૃત્તિઓનો નિરોધ બે પ્રકારે હોય છે – સર્વથી અને અંશથી, ત્યાં સર્વથી ચિત્તવૃત્તિઓનો નિરોધ ચૌદમાં ગુણસ્થાનકે શૈલેશી અવસ્થામાં અયોગદશાના કાલે પ્રાપ્ત થાય છે કે જેની પછી તુરત જ નિયમા મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ દશાને મહર્ષિ પતંજલિ “અસંપ્રજ્ઞાત કહે છે. પરંતુ અંશથી ચિત્તવૃત્તિઓનો નિરોધ અપુનર્બન્ધાવસ્થાથી માંડીને વીતરાગાવસ્થા સુધી સર્વત્ર યથાસંભવ હોય જ છે. અપુનર્બન્ધકાવસ્થા કરતાં સમ્યગ્દષ્ટિ અવસ્થામાં સવિશેષ અકુશળ ચિત્તવૃત્તિઓનો નિરોધ હોય છે. એમ દેશચારિત્રવાનું અને સર્વચારિત્રવામાં અધિક અધિક નિરોધ જાણવો. માટે યથાસંભવ સર્વત્ર અકુશળ ચિત્તવૃત્તિઓનો નિરોધ થવા રૂપ યોગનું લક્ષણ ઘટી શકે છે અને આ જ મુખ્ય લક્ષણ છે. બાહ્યભાવોની નિવૃત્તિ-પરભાવદશાનો ત્યાગ એ જ અંતરંગશુધ્ધ પરિણામાત્મક હોવાથી મુખ્ય લક્ષણ છે. મહર્ષિ પતંજલિનું પણ આવું જ વચન છે. (૧) પોતપોતાની ભૂમિકાને ઉચિત આચરણ કરવું, અને (૨)અકુશલચિત્તવૃત્તિઓને રોકવી, આ બન્નેમાં=ઉભયમાં મોક્ષની સાથે આત્માનું જોડવું એવો જે યોગશબ્દનો અન્વર્થ છે, તે ઘટી શકે છે. માટે યોગ કહેવાય છે. કારણ કે આવા પ્રકારની ઉચિત પ્રવૃત્તિ અને અકુશળની નિવૃત્તિ કરતો જીવ ધીરે ધીરે વીતરાગાવસ્થા પામી અયોગી અવસ્થા પામવા દ્વારા મોક્ષ પામી શકે છે.
તથા બૌધ્ધદર્શનકારનું બતાવેલું “કુશલપ્રવૃત્તિ તે યોગ” એ પણ સાર્થક છે. કારણ કે મોક્ષપ્રાપ્તિના કારણભૂત હેતુભૂત) એવી રત્નત્રયીની આરાધના સ્વરૂપ તે તે પ્રકારે કુશલપ્રવૃત્તિ દ્વારા પણ આત્માનું મોક્ષની સાથે મુંજન થાય જ છે. આ જ કારણથી કુશળકાર્યોમાં જે પ્રવૃત્તિ તે પણ મોક્ષનું નિમિત્ત હોવાથી યોગ કહેવાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org