________________
અવતરણ ઃ- વમેતાનમિધાય સર્વેષ્વવૈતેષુપ્રવૃત્તયોનનામા7- આ પ્રમાણે અપુનર્બન્ધકાદિ આ ચાર પ્રકારના યોગના અધિકારી જીવોને કહીને આ ચારેને વિષે યોગ કેવો હોય તે પ્રસ્તુતયોગની યોજના જણાવે છે
'एएसिं 'णियणियभूमियाए, उचियं 'जमेत्थऽणुट्ठाणं । આળામયસંયુત્ત, તેં માં ચેવ જોનો ત્તિ ।। ૨ ।।
एतेषां अपुनर्बन्धकादीनां वीतरागान्तानां, "निजनिजभूमिकायाः " तथाविधदशायाः"उचितं यदत्रानुष्ठानं तीव्रभावे पापाकरणवीतरागकल्पान्तम् । किं विशिष्टम् ? इत्याह - आज्ञामृतसंयुक्तम्, तथाविधकर्मपरिणतेरेव भावतस्तत्सिद्धेः । ‘“तथाविधकर्मपरिणतिरेवाज्ञामृतसंयोगोऽन्तरङ्गमङ्गम्, बाह्याज्ञायोगस्यापि तन्निबन्धत्वात्" इति विद्वत्प्रवादः । ततः किम् ? इत्यत आह तदनुष्ठानं सर्वमेव परमार्थमधिकृत्य योगः । इति गाथार्थः ॥ २१ ॥
ગાથાર્થ ઃ- આ અપુનર્બન્ધકાદિ ચાર પ્રકારના યોગી જીવો વડે પોતપોતાની ભૂમિકાને ઉચિત જે જે અનુષ્ઠાનો જિનેશ્વરભગવાનની આજ્ઞા યુક્ત કરાય તે સર્વ અનુષ્ઠાન યોગ કહેવાય છે. II ૨૧ ||
ટીકાનુવાદ :- અપુનર્બન્ધકથી પ્રારંભીને ક્ષીણમોહ વીતરાગ સુધીના (અપુનર્બન્ધક - સમ્યગ્દષ્ટિ દેશવિરતિધર અને સર્વવિરતિધર એમ) ચારે પ્રકારના યોગના અધિકારી આત્માઓને પોતપોતાની ભૂમિકાને ઉચિત ગાથા ૧૩ થી ૧૬માં કહ્યા મુજબ જે જે અધિકારીને જે જે યોગ્ય હોય તે તે તીવ્રભાવે પાપાકરણાદિથી માંડીને વીતરાગાવસ્થા સુધીનાં અનુષ્ઠાનો અહીં જિનેશ્વર પ્રભુની આજ્ઞા રૂપ અમૃતથી યુક્ત હોય તો તે યોગ કહેવાય છે.
જેમ અપુનર્બન્ધકાવસ્થામાં આવેલા આત્માઓમાં ૧૩મી ગાથામાં કહ્યા મુજબ (૧) તીવ્રભાવે પાપાકરણ, (૨) સંસારનું અબહુમાન, (૩) ઉચિત સ્થિતિનું આચરણ કરવું. આ ત્રણે અનુષ્ઠાનો પ્રભુની આજ્ઞા મુજબ આચરે તો તે કાલાન્તરે આત્માને મોક્ષની સાથે જોડનાર છે. માટે યોગ કહેવાય છે. આ કક્ષામાં આવેલા આત્માઓ પ્રાથમિક કક્ષાના હજુ હોવાથી પાપ તો કરવાના જ, પરંતુ તે પાપ કરવામાં જે તીવ્રભાવનો અભાવ છે તે યોગ છે. પાપકરણ તે યોગ નથી. તે તો આશ્રવ જ
યોગશતક - </l
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org