________________
ગાથાર્થ :- આ ચારિત્રવાળા જીવોમાં જિનેશ્વરપ્રભુની આજ્ઞાની પરિણતિ ભિન્ન ભિન્ન હોવાથી સામાયિકની શુદ્ધિ ભિન્ન ભિન્ન થવાથી આ ચારિત્રવાળા જીવો અનેક પ્રકારના જાણવા. અંતે સર્વે તે જીવો યાવત ક્ષાયિકવીતરાગ થાય છે. [૧૬]
ટીકાનુવાદ :- સામાયિક એટલે સમતાભાવની પ્રાપ્તિ, તે ઈતર કથિત (અલ્પકાલીન) અને તેનાથી ઈતર (યાવસ્કથિતયાવજીવ) એમ બે પ્રકારનું છે, તે પણ ચારિત્રમોહનીયકર્મના ક્ષયોપશમ રૂપ આત્માની પરિણતિ અનેકવિધ હોવાથી અનેકવિધ છે. આ પ્રમાણે સામાયિકની શુદ્ધિના ભેદથી કોઈ ઇત્વરકથિત અંગીકાર કરે અને કોઈ યાવત્કથિત અંગીકાર કરે એમ ક્ષયોપશમના ભેદથી આ ચારિત્રવાળા જીવો પણ અનેકભેટવાળા જાણવા. ભરત-ઐરાવત ક્ષેત્રમાં પહેલા-છેલ્લા જિનેશ્વરના શાસનમાં મુનિઓ ઈતરકથિત ચારિત્ર અંગીકાર કરનારા હોય છે. અને મધ્યના બાવીસ તીર્થકરોના શાસનમાં તથા મહાવિદેહ ક્ષેત્રમાં મુનિઓ યાવથિત ચારિત્ર અંગીકાર કરનારા હોય છે.
તથા દેશચારિત્રવાળા ગૃહસ્થો પહેલી સામાયિક પ્રતિમાથી પ્રારંભીને ક્રમશઃ અગ્યારપ્રતિમા ધારણ કરવા વડે અનેક પ્રકારના હોય છે. કોઈ ગૃહી એક પ્રતિમધારી, કોઈ ગૃહી બે પ્રતિમાધારી, એમ યાવત્ કોઈ ગૃહી અગ્યાર પ્રતિસાધારી હોવાથી ગૃહસ્થ પણ અનેકવિધ છે. અથવા કોઈ ગૃહસ્થ એકવ્રતવાળા, કોઈ ગૃહસ્થ બે વ્રતવાળા એમ યાવત્ કોઈ ગૃહસ્થ બાર વ્રતવાળા હોય છે. એમ દેશવિરતિવાળા પણ અનેકવિધ છે. તથા સર્વચારિત્રવાળા મુનિ મહાત્માઓ પણ કોઈ સામાયિક ચારિત્રવાળા, કોઈ છેદોપસ્થાપનીય ચારિત્રવાળા, કોઈ પરિહારવિશુદ્ધિ ચારિત્રવાળા કોઈ સૂક્ષ્મસંપરાયચારિત્રવાળા અને કોઈ યથાખ્યાત ચારિત્રવાળા એમ સાધુ ભગવન્તો પણ અનેક પ્રકારના હોય છે.
તથા ઉપરોક્ત પ્રત્યેક ભેદવાળા જીવો પણ અનેક પ્રકારના છે. તે કેવી રીતે? જિનેશ્વર પરમાત્માની જે આજ્ઞા છે, તે આજ્ઞાની પરિણતિ ચારિત્રમોહનીયકર્મના ક્ષયોપશમથી જીવે જીવે જુદી જુદી છે. તેથી ચારિત્રવાન્ જીવો અનેકવિધ છે. મૌનીન્દ્રના (જિનેશ્વરના)વચનની પરિણતિ વિના બીજું કંઈ પણ શુદ્ધિનું કારણ નથી. પરમાત્માની આજ્ઞા પ્રત્યેની પરિણતિ એ જ પરમદ્ધિનું કારણ છે. એથી કરીને તે પરિણતિ ભિન્ન ભિન્ન હોવાથી ગૃહીં અને અણગાર બન્ને ચારિત્રવાન્ આત્માઓ અનેકવિધશુદ્ધિના ભેદથી અનેકવિધ છે. અનેકવિધ હોવા છતાં પણ અત્તે તો સર્વભેદોવાળા આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org