________________
यथोक्तसामयिकयोगेन, "प्रायः" बाहुल्येन शास्त्रेषु षष्टितन्त्रादिषु । तथा चोक्तम् -
ગાથાર્થ - વાંસલાથી કોઈ છેદે કે ચંદનથી કોઈ પૂજે, તે બન્ને અવસ્થામાં સમભાવવાળા, સુખ અને દુઃખ બન્ને અવસ્થા સમાન છે જેને એવા, તથા સંસાર અને મોક્ષ એમ બન્નેને વિષે અપ્રતિબદ્ધસ્વભાવવાળા એવા જે હોય તે મુનિ કહેલા છે. આ કારણથી અન્યધર્મશાસ્ત્રોમાં પણ પ્રાય: આ જ કહેલું છે. | ૨૦ ||
ટીકાનુવાદ - વાંસી - ચંદનની તુલ્ય મધ્યસ્થ સ્વભાવવાળા મુનિ હોય છે. કોઈ શત્રુવ્યક્તિ મુનિના શરીરને વાંસલાથી છોલે તોપણ તેના ઉપર અલ્પ પણ
ષ ન કરે, અને કોઈ મિત્ર અથવા ભક્તવ્યક્તિ મુનિના શરીરને ચંદનથી પૂજે તોપણ તેના ઉપર અલ્પ પણ રાગ ન કરે, છોલનાર અને પૂજનાર એમ બન્ને ઉપર મધ્યસ્થ સ્વભાવવાળા જે હોય તે મુનિ કહેવાય છે. અથવા આ વાસી -ચંદનન્યાયનો બીજો પણ અર્થ અન્યદર્શનકારોએ કર્યો છે કે વાંસલાથી ચંદનને જેમ જેમ છેદવામાં આવે તેમ તેમ છેદનાર વ્યક્તિને અને વાંસનાને એમ બન્નેને ચંદન વધારે ને વધારે સુવાસ જ આપે છે. તેમ મુનિ પણ શત્રુતા દાખવનાર પુરુષો પ્રત્યે પણ કરણ જ વરસાવનારા હોય છે કે ઉપસર્ગ કરનારા આ જીવોનું હિત કેમ થાય ? આને પણ “વાસી – ચંદન” ન્યાય કહેવાય છે. અને એટલા જ માટે આ પાઠનો બીજો અર્થ “એકાન્ત પરનું હિત કરનારા” એવો બીજા આચાર્યો કરે છે. બન્ને અર્થ અપેક્ષાએ ઉચિત છે.
આ બન્ને અર્થમાં બાહ્ય એવા પરની અપેક્ષા છે. વાંસલાની જેમ કોઈ છોલે ત્યારે તે છોલનાર પુરુષ ઉપર મધ્યસ્થતા રાખવાની, ચંદનની જેમ કોઈ પૂછે ત્યારે તે પૂજનાર પુરુષ ઉખર મધ્યસ્થતા રાખવાની, અથવા શત્રુતા દાખવનાર પુરુષ ઉપર કરુણા વરસાવવાની, એમ સર્વત્ર પરપુરુષપ્રત્યે મધ્યસ્થતા અને કરુણા વરસાવવાની હોવાથી આ વિશેષણ બાહ્યાપેક્ષિત છે.
તથા સુખ અને દુઃખ ઉપર સમભાવવાળા, મધ્યસ્થપણે વર્તનારા, સુખ અને સુખના પ્રસંગો ઉપર રાગ ત્યજનારા, તથા દુઃખ અને દુઃખના પ્રસંગો ઉપર દ્વેષ ત્યજનારા, સર્વત્ર રાગ - દ્વેષનો ત્યાગ કરનારા મુનિ હોય છે. સુખ અને દુઃખમાં અંદર રહેલ મનને સમપરિણામવાળું રાખવાનું છે. સુખ અને દુઃખ આન્તરિક વસ્તુ
મોગલની જ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org