________________
શુધ્ધસામાયિક કેવું છે ? તે સમજાવવા એક દૃષ્ટાન્ત આપે છે કે - ભૂષણસ્થાન'' = આભૂષણો, રત્નો,અલંકારો જેમાં ભરાય-રખાય અર્થાત આભૂષણોનું જે સ્થાન તે પેટી, કરંડીયો,તિજોરી વિગેરે, ઈત્યાદિની પ્રાપ્તિ તુલ્ય છે. રત્નોની પેટી, અલંકારોને કરંડીયો, અને આદિ શબ્દથી હિરણ્ય-મણિ-માણેક-વસન (વસ્ત્ર) આદિથી ભરેલી પેટીની પ્રાપ્તિતુલ્ય છે. તફાવત માત્ર એટલો જ છે કે માપતુષાદિ મુનિઓને આભૂષણોથી ભરેલી પેકપેટી (બંધપેટી) મળેલી છે. જે આગળ જતાં તે પેટી ખૂલતાં આભૂષણોની પ્રાપ્તિ થશે અને ચૌદ પૂર્વધર મુનિઓને આભૂષણોથી ભરેલી ખુલ્લી પેટી મળેલી છે. તેથી તેઓ પ્રગટ પ્રાણાભૂષણવાળા છે. પરંતુ બન્ને પ્રાપ્તાભૂષણવાળા પણે તો સમાન જ છે.
મત્ર દિનવિશ્વ = અહીં માપતુષાદિ મુનિઓને ચૌદ પૂર્વધરની જેમ રત્નોની પેટી પ્રાપ્ત થયેલી હોવા છતાં પણ તે તે પેટીની અંદર રહેલાં આભૂષણો અથવા રત્નો પ્રયત્નવિશેષથી હજુ પોતાને કંઈ પણ સામાન્યથી પ્રાપ્ત થયાં નથી. પરંતુ આભૂષણોથી અને રત્નોથી ભરેલી પેકપેટી મળી તો છે જ, તેથી કાળાન્તરે. નિર્વિઘ્ન સ્થાને પહોંચ્યા પછી તેને ખોલવાના ઉપાયવિશેષથી પેટી ખોલવા દ્વારા અંદર રહેલાં રત્નવિશેષોની અવશ્ય પ્રાપ્તિ થશે જ. જો પેક એવી પણ પેટી ન જ મળી હોત તો રત્નો ક્યાંથી પામત ? માટે ખુલ્લી રત્નોની પેટી મળવી તે જેમ હર્ષ અને વિકાસનું કારણ છે. તેમ પેકપેટીની પ્રાપ્તિ પણ સામાન્યથી હર્ષ અને વિકાસનું કારણ છે. કાળાન્તરે બન્ને સમાન જ થાય છે. એ પ્રમાણે માપતુષાદિ મુનિઓને ઓઘથી (સામાન્યથી) કંડકના અધોભાગવત્ પ્રાથમિક કક્ષાનું પણ શુધ્ધસામાયિક (કે જે રત્નોની પેકપેટી જેવું છે તે ) પ્રાપ્ત થયે છતે ધીમે ધીમે તેમાં આગળ વધતાં વધતાં વિશિષ્ટવિશિષ્ટ જ્ઞાનાવરણીય અને મોહનીયનો ક્ષયોપશમ પ્રગટ થવાથી, તથા (જેમ રત્નોની ભરેલી પેકપેટીની પ્રાપ્તિ તે જ કાળાન્તરે ખુલ્લી પેટીનું અવશ્ય કારણ બને છે. તેમ) આપ્રાથમિક શુધ્ધ સામાયિક ઉત્તરકાળે આવનારા પૂર્ણશુધ્ધ સામાયિકનું અવષ્ણકારણભાવ રૂપ હોવાથી, કાળાન્તરે અન્ય અન્ય ઉપાયો અપનાવવા રૂપ ઉપાયાન્તરોની અપેક્ષા રખાયે છતે તાત્ત્વિકપણે તે ભેદની (પૂર્ણ શુધ્ધ સામાયિક ભેદની) પ્રાપ્તિ અવશ્ય થાય જ છે.
અન્યથા = જો એમ માનવામાં ન આવે અને શુધ્ધ સામાયિક ચૌદ પૂર્વધરોમાં જમાત્ર હોય છે એમ જ જો કલ્પવામાં આવે તો માપતુષાદિ મુનિઓમાં પૂર્ણસામાયિક
n એક તક છે .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org