________________
હોય છે, તેને શાસ્ત્રમાં સંયમસ્થાનો કહેવાય છે. તે સંયમસ્થાનોમાં પરસ્પર વિશુધ્ધિની તરતમતા હોવાથી છ જાતની વિશુધ્ધિ શાસ્ત્રમાં કહેવાઈ છે. જેને “છઠ્ઠાણવડિયાં” અર્થાત પસ્થાનપતિત કહેવાય છે. અતિશય ઓછામાં ઓછી વિશુધ્ધિવાળા પ્રથમ સંયમસ્થાનથી કંઈક અધિક, કંઈક અધિક વિશુધ્ધિવાળાં પ્રારંભનાં અસંખ્યાત લોકોકાશ પ્રદેશ પ્રમાણ અધ્યવસાયસ્થાનકો (૧) અનંતભાગ અધિક વિશુધ્ધિવાળાં કહેવાય છે. ત્યાર પછીનાં તેટલાં જ (૨) અસંખ્યાતભાગ અધિક વિશુધ્ધિવાળાં કહેવાય છે. (૩) ત્યાર પછીનાં તેટલાં જ એટલે અસંખ્યાતલોકાકાશ પ્રદેશપ્રમાણ અધ્યવસાયસ્થાનો સંખ્યાતભાગ અધિક વિશુધ્ધિવાળાં કહેવાય છે. એમ ક્રમશઃ પછી પછીનાં અસંખ્યાત લોકાકાશ પ્રમાણ અધ્યવસાયસ્થાનો (૪) સંખ્યાતગુણ અધિક, (૫) અસંખ્યાત ગુણ અધિક અને (૬) અનંતગુણ અધિક વિશુધ્ધિવાળાં હોય છે. જઘન્ય વિશુધ્ધિવાળા પહેલા અધ્યવસાયસ્થાનથી પછી પછીનાં અધ્યવસાય સ્થાનો જેમ અધિક અધિકવિશુધ્ધિવાળાં છે. તેમ ઉત્કૃષ્ટ વિશુધ્ધિવાળા અધ્યવસાય સ્થાનથી પાછળ-પાછળનાં અધ્યવસાય સ્થાનો અનંતભાગહીન વિશુધ્ધિવાળાં કહેવાય છે. આ પ્રકરણને શાસ્ત્રમાં પગુણહાનિ-વૃધ્ધિ કહેવાય છે. જેનું સવિશેષ વર્ણન કમ્મપયડી આદિ ગ્રંથોમાં છે. આવા પ્રકારનાં અધિક-અધિક વિશુધ્ધિવાળાં અધ્યવસાય સ્થાનોને જૈનશાસ્ત્રોમાં કંડક કહેવાય છે. ક્રમશઃ અધિક-અધિક વિશુધ્ધિવાળાં અંગુલના અસંખ્યાતમા ભાગવર્તીઆકાશપ્રદેશપ્રમાણ અધ્યવસાય સ્થાનોને પારિભાષિક સંજ્ઞાએ કરી કંડક કહેવાય છે. એકેક પસ્થાનમાં અસંખ્યાત અસંખ્યાત કંડકો હોય છે.
હવે ચૌદ પૂર્વધરાદિ મુનિઓ વિશેષજ્ઞ હોવાથી સંયમસ્થાનોમાં પસ્થાનના ઉપરિભાગવર્તિ જે કંડકસ્થાનો છે, તે કંડકસ્થાનોમાં વર્તનારા હોય છે અને માષતુષાદિ મુનિઓ એ જ સંયમસ્થાનોમાં પસ્થાનના અધોભાગવર્તિ જે કંડકસ્થાનો, તેમાં વર્તનારા હોય છે. જેમ પચ્ચીસ માળ ઊંચું કોઈ એપાર્ટમેન્ટ હોય તેમાં કોઈ વ્યક્તિ પચીસમા માળે રહેતી હોય અને કોઈ વ્યક્તિ પહેલા માળે રહેતી હોય તો પણ તે બન્ને વ્યક્તિ એક જ એપાર્ટમેન્ટમાં રહેનારી કહેવાય છે. તેની જેમ ચૌદ પૂર્વધર મહામુનિઓ આ પસ્થાનના કંડકોમાં ઉપરિભાગવર્તી છે. અને માપતુષાદિ મુનિઓ પસ્થાનના કંડકોમાં અધોભાગવર્તી છે. પરંતુ શુધ્ધસામાયિક રૂપ એક જ એપાર્ટમેન્ટમાં રહેનારા બન્ને કહેવાય છે. હવે કંડકોના અધોભાગવર્તીઆમાષતુષાદિમુનિઓને પ્રાપ્ત થયેલું પ્રથમ કક્ષાનું
મોગણતક થકી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org