________________
સમજવું, કારણ કે આ વિધિ-પ્રતિષેધસ્વરૂપ જે અનુષ્ઠાન છે તે મહાવ્રતસ્વરૂપ છે, અને તે પાંચ મહાવ્રતો વિધય અને પ્રતિષેધ્ય એવા જીવ-અજીવ આદિ બાહ્યપદાર્થ વિષયક છે. જેમકે પહેલા મહાવ્રતમાં સર્વ જીવો અને તેના ઉપલક્ષણથી જીવના આકારવાળાં અજીવો (પ્રાણીના આકારની ચોકલેટો-ભરત-વિગેરે)ને હણવા નહિ, હણાવવા નહિ, હણતાને અનુમોદવા નહિ. તથા જીવ કે અજીવ વિષયક જુઠું બોલવું નહિ, તથા જીવ કે અજીવ પદાર્થોની નાની-મોટી ચોરી કરવી નહિ. જીવ-અજીવ વિષયક વાસના – અબ્રહ્મ કે વિકાર કરવો નહિ ઇત્યાદિ. આ પાંચ મહાવ્રતોમાં બાહ્ય એવા જીવ-અજીવવિષયક પ્રતિષેધ્ય હિંસા-જૂઠ-ચોરી-અબ્રહ્મ અને પરિગ્રહ સમજાવ્યા. તેવી જ રીતે જ્ઞાનાચાર-દર્શનાચાર-ચારિત્રાચાર-તપાચાર અને વીર્યાચાર એમ પાંચ પ્રકારના આચારો જે વિધેય છે તેનું તથા તેનાં તેનાં સાધનો જીવસ્વરૂપ હોય કે અજીવસ્વરૂપ હોય (જેમ ભણાવનારાદિ જીવસ્વરૂપ, પાટી પુસ્તકાદિ અજવસ્વરૂ૫) તેનું ગ્રહણ કરવું તે સમ્યગ્વારિત્ર જાણવું. આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છે કે “પહેલા મહાવ્રતમાં સર્વજીવો સમજવા.” ઇત્યાદિ પાઠનું વચન પ્રમાણ હોવાથી આ સમ્યચ્ચારિત્ર જાણવું.
અન્યથા = જો એમ ન સમજીએ અને ગમે તેમ વિધિ નિષેધ કરીએ તો હેયમાં વિધિ અને ઉપાદેયમાં પ્રતિષેધ ઇત્યાદિ અસ્ત-વ્યસ્ત=અયથાર્થ થવાથી તેવા પ્રકારના વિધિ-નિષેધને = આ સમ્યગ્વારિત્રનો માવ:= અભાવ જ કહેવાય છે અર્થાતુ આવા ઊલટ-સુલટ વિધિ-નિષેધને સમ્યગ્વારિત્ર કહેવાતું નથી. આ પ્રમાણે સૂક્ષ્મ બુદ્ધિથી સ્વયં સમજી લેવું.
क्रमश्चायमेषाम् , निश्चयत इत्थमेव भावात् । तथाहि - नाज्ञाते श्रद्धा, अश्राद्धस्य वाऽनुष्ठानमिति । उक्तं च "यदि जानात्युत्पन्नरु चिस्ततो दोषान्निवर्तते"। अन्यत्र तुसम्यग्दर्शनोपन्यासआदौव्यवहारमतेनकर्मवैचित्र्यात् तथाभावतोऽविरुद्ध एव इति गाथार्थः ॥३॥
અષાત્ = આ સમ્યજ્ઞાન - દર્શન - અને ચારિત્ર એમ રત્નત્રયીનો યમ્ મ: = આ જ ઉત્પત્તિક્રમ છે. કારણકે નિશ્ચયનયથી આ રત્નત્રયી આ રીતે જ ઉત્પન્ન થાય છે. તે આ પ્રમાણે = પદાર્થને જાણ્યા વિના શ્રદ્ધા થતી નથી. અને શ્રદ્ધા વિનાના જીવને યથાર્થ વિધિનિષેધાનુસારી અનુષ્ઠાન હોતું નથી. અન્ય શાસ્ત્રોમાં
Lયોગથતા જ 3 II
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org