________________
હોવાથી સર્વ અવસ્થાઓમાં હિત કરનાર જ મનાયેલ છે. (તેમ એક વખત બીજભૂત જો કુશળબુદ્ધિ આવી હોય તો તે અંકુરાની જેમ વૃદ્ધિ પામતી મહાફળને આપે જ છે. તેમાં કોઈ સંદેહ નથી જ.)
અહીં પણ ગોપેન્દ્ર મુનિના પાઠમાં ‘‘સવરાત્'' શબ્દ છે. અને પૂ. હરિભદ્રસૂરિજી કૃત યોગબિન્દુમાં ‘‘સર્વો ચારુ'' પાઠ છે. એમ પાઠભેદ હોવા છતાં અર્થભેદ નથી. પૂ. હરિભદ્રસૂરિજીના પાઠમાં એવો અર્થ કરવો કે મનોહર એવા મન્ત્રાદિ સર્વાવસ્થામાં સદાકાળ હિત કરનાર જ મનાવેલા છે. II ૧૦૪ ||
પ્રકૃતિ અને આત્મા આ બન્ને પદાર્થોનું ભિન્ન ભિન્ન પરાવર્તન થવાથી, (એટલે કે પ્રકૃતિનું પ્રાબલ્ય ઘટવાથી અને આત્મામાં ગુણવત્તા વૃદ્ધિ પામવાથી), તથા સંસિદ્ધિ (સમ્યગ્ સિદ્ધિ=મોક્ષ) થવાની ભવ્યતા પાકવાથી, આ યોગભૂમિકાદિ સર્વપ્રકારના યોગો આવા જીવમાં ઘટી શકે છે. અન્યથા (બીજા જીવમાં) ઘટતા નથી એમ મનીષી પુરુષો કહે છે.૧૦૫॥
આ ૧૦૫ શ્લોકમાં ગોપેન્દ્રમુનિનો પાઠ ઉપર મુજબ છે. પરંતુ પૂ. હરિભદ્રસૂરિજી કૃત યોગબિન્દુમાં ‘‘૩મયોસ્તત્વમાવત્વાત્ - તવાવર્તનિયો,તઃ'' આવો પાઠ છે. તેનો અર્થ પણ ઉપરોક્ત અર્થને અનુસરનારો જ અર્થ છે. તે આ પ્રમાણે છે ઃપૂર્વે બાંધેલ કર્મપ્રકૃતિ અને આત્મા એમ ઉભયનો તેવો સ્વભાવ પ્રગટ થવાથી (એટલે કે કર્મપ્રકૃતિનું પ્રાબલ્ય નિવૃત્તિ પામવાથી અને આત્મામાં કુશળ બુદ્ધિ પ્રગટ થવાથી, તથા ચરમ પુદ્ગલ પરાવર્તના સામર્થ્યથી આવા જીવમાં આવી યોગદશાદિ સર્વ ઘટી શકે છે. અન્યથા (બીજા જીવમાં) યોગદશા પ્રાપ્ત થતી નથી એમ મનીષી પુરુષો કહે છે.
આ પાંચે શ્લોકો યોગાચાર્ય શ્રી ગોપેન્દ્રમુનિના છે એમ ગ્રંથકારશ્રીએ યોગબિન્દુમાં ૧૦૦મા શ્લોકમાં કહ્યું છે. માત્ર અન્ય દર્શનકારો જેને પ્રકૃતિ કહે છે તેને જ જૈનદર્શનકારો કર્મપ્રકૃતિ કહે છે. તેઓ પુરુષ અને પ્રકૃતિ એમ બે તત્ત્વ માને છે અને જૈનો આત્મા અને કર્મ એમ બે તત્ત્વ માને છે. તેથી પ્રકૃતિ અને કર્મપ્રકૃતિની વચ્ચે અભિધાનભેદ (નામભેદ) વિના બીજો કોઈ અન્ય ભેદ નથી. અહીં અન્યત્ર શબ્દ ટીંકામાં જે છે તેનો અર્થ વિના કરવો અભિધાન ભેદ વિના એવો અર્થ જાણવો).|| ૧૦ ||
યોગશતક - TF I
Jain Education International
For Private & Personal Use Only
-
www.jainelibrary.org