________________
तदाक्षेपकत्वात्,इतरेतरापेक्षित्वे प्राधान्यासिद्धेः सामग्ना एव फलनिष्पादकत्वात् નિૌતિમંતત્ર ધર્મસારાવૌ । કૃતિ ગાથાર્થ: ૫ શ્o ||
1=3
ઉપરોક્ત વાતનો અહીં ભાવાર્થ આ પ્રમાણે છે. તે કાર્મણ વર્ગણાના પરમાણુઓ અનાદિ કાળથી જ, તથા અનંતીવાર, તે તે આત્માઓ વડે ગ્રહણકરવા લાયક (ગ્રાહ્ય) સ્વભાવવાળા છે, અને તે આત્મા પણ એ જ પ્રમાણે તે કર્મોને ગ્રહણ કરવાના ગ્રાહક સ્વભાવવાળો છે. આ પ્રમાણે કર્મ અને આત્મા એમ ઉભયમાં તે ગ્રાહ્ય ગ્રાહકભાવ રૂપ સ્વભાવ હોવાના કારણે જ બંધ-મોક્ષ વિગેરે ઘટી શકે છે. અન્યથા જો એમ ન માનીએ તો એટલે કે કર્મ અને આત્મામાં ગ્રાહ્ય-ગ્રાહક સ્વભાવ ન હોય તો પણ બંધ થાય છે એમ માનીએ તો મોક્ષમાં ગયેલા મુક્તજીવોને પણ તે આકાશ પ્રદેશોમાં રહેલી કાર્યણવર્ગણા સ્પષ્ટ હોવાથી કર્મ બંધ થવાનો પ્રસંગ આવે. અતઃ આ કારણથી સમયોપિ = કર્મ અને આત્મા એમ ઉભયનો પણ તત્ત્વભાવત્વે (સત્તિ) एव તે ગ્રાહ્યગ્રાહક સ્વભાવ હોતે છતે જ તદ્ભાવોપપત્તેઃ = તે કર્મબંધ અને મોક્ષાદિ ભાવો ઘટી શકે છે. એમ ભાવવું (જાણવું).
=
આ પ્રમાણે કર્મ અને આત્મા એમ ઉભયમાં ગ્રાહ્ય-ગ્રાહક સ્વભાવ વડે જ કર્મબંધાદિ સંભવે છે. એમ સમજાવવામાં આવ્યું. એટલે આ બાબતમાં કોઈ વાદી આવો પ્રશ્ન કરે કે જો સ્વભાવ જ બંધમોક્ષનું કારણ હોય તો આ જગતમાં સર્વ કાર્યોમાં સ્વભાવ જ કારણ બનશે, એમ માનવાથી એકાન્તે સ્વભાવવાદ જ આવશે. જૈન શાસ્ત્રોમાં કાળ-નિયતિ-પ્રારબ્ધ-અને પુરુષાર્થ આવાં જે બીજાં ચાર સમવાયી કારણો માન્યાં છે તે ઊડી જશે અને એકાન્તે સ્વભાવ જ કારણ માનવાથી એકાન્ત સ્વભાવવાદની જ સિદ્ધિ થશે-તેનો ઉત્તર આચાર્યશ્રી આપે છે કે
-
આમ ગ્રાહ્ય-ગ્રાહક સ્વભાવને બંધાદિનું કારણ માનવાથી એકાન્તે સ્વભાવવાદ જ સિદ્ધ થશે એમ કહેવું નહિ કારણ કે બાકીનાં શેષ કાલાદિ ચા૨ સમવાયી કા૨ણો પણ અહીં (સ્વભાવને) પુષ્ટ કરવામાં ઉપયોગી છે. તથૈવ = તે કાલાદિ શેષ સમવાયી કારણો જ તાક્ષેપાત્ = તે સ્વભાવ નામના કારણનાં આક્ષેપક (આકર્ષક) હોવાથી. એટલે કે ચારે કારણો સાથે મળીને સ્વભાવકારણને ઉત્તેજિત કરે છે. ઉપરોક્ત પાંચે કારણો પૈકી કોઈ પણ ઈતર-ઈતર (એક=એક) કારણની પ્રધાનપણે અપેક્ષા (વિવક્ષા) કરાયે છતે શેષ ચાર કારણોમાં પ્રધાનતાની સિદ્ધિ ગણાતી નથી, એટલે
યોગશતક - O
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org