________________
- જેમ કે ગેય = એટલે ગાવા લાયક ગાયનોને વિષે અતિશય રાગવાળા એવા કિન્નર દેવો (સુંદર ગાયકદેવો)નાં ગાયનો સાંભળવાની જે ઇચ્છા, તેનાથી પણ અધિક ધર્મશાસ્ત્રો સાંભળવાની જે ઉત્કંઠા તે શુશ્રષા.
(૨) ધર્મરાગ = ધર્મને વિષે અત્યન્ત અભિવૃંગ = આસક્તિ-પક્ષપાત, શારીરિકાનુકુળતા, પરિવારની અનુકુળતા, સમયની અનુકુળતા અને સહકારિ સાધનોની સાનુકુલતા, ઇત્યાદિ સામગ્રીની વિકલતાના કારણે કદાચ તે ધર્મકાર્યો ન કરી શકે તોપણ તે ધર્મકાર્યો પ્રત્યે મનનો સંપૂર્ણ અનુબંધ (મનની અતિશય પ્રીતિવિશેષ), તે ધર્મકાર્યો કરવાની મનમાં અતિશય તાલાવેલી તે ધર્મરાગ. જેમ કોઈદરિદ્ર બ્રાહ્મણવિશેષને ઘીથી ભરપૂર ઘેબરનું ભોજન મળે. તેના ઉપર તે બ્રાહ્મણને જેવો રાગ હોય તેનાથી પણ અધિક રાગ ધર્મકાર્યોમાં હોય તે ધર્મરાગ. અહીં દરિદ્ર હોવાથી જેણે કદાપિમિષ્ઠાન્ન ખાધું નથી, તથા બ્રાહ્મણવિશેષ કહેવાથી જેને સ્વાભાવિક રીતે મિષ્ટાન્નનો વધુ રાગ છે, ઈત્યાદિ કારણો રાગની અધિકતામાં સ્વયં સમજી લેવાં. આ જ બાબત ઉપર પૂજ્ય ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજીએ સમ્યકત્વની સડસઠ બોલની સઝાયમાં જણાવ્યું છે કે :
તરૂણ સુખી સ્ત્રીપરિવર્યા રે, ચતુર સુણે સુરગીત / તેહથી રાગે અતિઘણે રે, ધર્મ સુણ્યાની રીત રે પ્રાણી છે ૧૨. ભૂખ્યો અટવી ઉતર્યો રે, જિમ દ્વિજ ઘેબર ચંગ . ઇચ્છે કિમ જે ધર્મને રે, તેહિ જ બીજું લિંગ રે પ્રાણી છે ૧૩
(૩) જે વીતરાગ પરમાત્મા તે દેવ, તેમનાં આલયો તે ચૈત્ય, તથા પાંચ મહાવ્રતોના પાલનહાર, સંસારનાં ભોગસુખોના ત્યાગી એવા જે મુનિઓ તે સાધુ, આ દેવ-ગુરુ એમ બન્ને તત્ત્વો આત્મા ઉપર અત્યન્ત ઉપકાર કરનાર હોવાથી સ્વઅને પરના ચિત્તને સમાધિ રહે તે રીતે, પોતાની શક્તિ-સંયોગ-આદિને અનુરૂપ, પરંતુ ખોટા કદાગ્રહથી નહિ. એવી તે બન્નેની વૈયાવચ્ચ (સેવાભક્તિ) કરવી, સેવાભક્તિ કરવાનો પરિણામ તે વૈયાવચ્ચ. એમ સમ્યગ્દષ્ટિ આત્માનાં ત્રણ લિંગો છે. જે આત્માને ધર્મ ગમે તેને ધર્મના ઉપદેશક પણ ગમે જ, ગુરુ અનંતર ઉપદેશક છે. દેવ પરંપરાએ ઉપદેશક છે. માટે તે ગુરુ અને દેવ પણ ગમે જ, તેઓ ઉપર ભક્તિ-બહુમાનનો ભાવ આવે જ. તેથી આ વૈયાવચ્ચ એ ત્રીજું લક્ષણ સમજવું. વળી આ વૈયાવચ્ચ સ્વ-અને પરનું ચિત્ત પ્રસન્ન રહે તે રીતે જ કરવી. ખોટો કદાગ્રહ કદાપિ કરવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org