________________
ગાથાર્થ :- વળી આ યોગપ્રાપ્તિમાં અપુનર્બન્ધકાદિ જીવો જ અધિકારી છે. એમ જાણવું તથા કર્મપ્રકૃતિઓનો અધિકાર (બળ) જેમ જેમ નિવૃત્તિ પામે છે તેમ તેમ તે જીવ વિશેષ વિશેષ અધિકારી બને છે. આ પ્રમાણે અધિકાર અનેકભેદ વાળો છે. II ૯ ||
ટીકાનુવાદ :- વળી આ યોગમાર્ગના પ્રસંગમાં જે અપુનર્બન્ધકાદિ જીવો છે તે જ અધિકારી છે એમ સમજવું. જે આત્માઓ પરિણામાદિનો ભેદ થવાથી એટલે કે અનાદિ કાળથી તીવ્ર રાગ-દ્વેષ-મોહમય પરિણામ=અધ્યવસાયો અને મોહમય પ્રવૃત્તિ જે હતી તેના કરતાં કંઈક અંશે ભિન્નપરિણામ અને ભિન્નપ્રવૃત્તિ વિગેરે થવાથીકંઈક અંશે મોહ પાતળો પડવાથી. લઘુકર્મી બનવાથી અનાદિકાલીન પરિણામ અને પ્રવૃત્તિથી ભિન્ન=નબળા મોહમય પરિણામ અને પ્રવૃત્તિથી ફરીથી આવાં કર્મો બાંધવાં ન પડે તે ભાવે અર્થાત્ અપુનર્બન્ધકભાવે તે તે કાર્યણયોગ્ય વર્ગણાઓનાં પુદ્ગલોને ચરમ સ્વરૂપે ઉત્કૃષ્ટ સ્થિતિપણે જ્યારે બાંધે છે ત્યારે તે તે આત્માઓ તેવી તેવી પાપવાળી ક્રિયાઓથી આવિષ્ટ (યુક્ત) હોવા છતાં પણ તે આત્માઓ ઉત્કૃષ્ટસ્થિતિના અપુનર્બન્ધક કહેવાય છે. કારણ કે મોહ પાતળો થયેલો હોવાથી
આ જે ઉત્કૃષ્ટસ્થિતિ બંધાય છે તે ચરમ છે. હવે આવી ઉત્કૃષ્ટસ્થિતિ બંધાવાની નથી, ઉત્કૃષ્ટસ્થિતિ બાંધે તેવા પરિણામ આવવાના નથી. માટે આવા જીવો યોગના અધિકારી છે.
આ મૂળગાથામાં ‘‘અનુનબંધ'' પદમાં જે આવિ શબ્દ છે તે આદિ શબ્દથી આ અપુનબંધક ઉપરાંત (૧) સમ્યગ્દષ્ટિ અને (૨) ચારિત્રી = અર્થાત્ દેશચારિત્રવાન્ અને સર્વચારિત્રવાન્ જીવો પણ આ યોગના અધિકારી છે એમ સ્વીકારાય છે. એટલે (૧) અપુનર્બંધક, (૨) સમ્યગ્દષ્ટિ, (૩) દેશચારિત્રવાન્, (૪) સર્વચારિત્રવાન્ એમ ચાર પ્રકારના જીવો આ યોગના અધિકારી જાણવા. પ્રશ્ન :- અપુનર્બન્ધાવસ્થાથી નીચે વર્તતા 'સમૃબંધક, દ્વિબંધક, અને પૂર્ણ ચરમાવર્તી જીવો શું આ યોગના અધિકારી નથી ?
(૧)
(૨)
(૩)
જે જીવોને હા એકવાર ૭૦ કોડાકોડી આદિ ઉત્કૃષ્ટ સ્થિતિ બંધાવાની છે. બાંધવાની યોગ્યતાસંભાવના છે. તે સમૃધિક.
જે જીવોને હજુ બે વાર ઉત્કૃષ્ટ સ્થિતિ બંધાવાની સંભાવના છે. તે દ્વિબંધક, જે જીવોને હા આખું એક પુદ્ગલ પરાવર્તન સંસાર બાકી છે. તે ચરમાવર્તી.
યોગશતક
૩૧ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org