________________
=
ઉત્તર ઃ- જો કે સમૃબંધક, દ્વિબંધક, અનેચરમાવર્તી જીવો અપુનર્બન્ધકાવસ્થાની પૂર્વભૂમિકામાં ઉત્તરોત્તર નીચે નીચે વર્તતા હોવા છતાં પરંપરાએ તેઓ પણ યોગદશાને અભિમુખ છે અને ક્રમશઃ વૃધ્ધિ થતાં યોગદશા પામવાને અધિકારી છે. તેથી અન્યશાસ્ત્રોમાં તેઓને પણ અધિકારી કહ્યા છે. તથાપિ એ યોગ્યતા અત્યન્ત અલ્પ હોવાથી આ યોગપ્રકરણમાં તન્યમાં આ અપુનર્બન્ધકાદિ ચતુર્વિધ જીવોથી અન્ય સમૃદ્ધ્ધકાદિ ત્રિવિધિ જીવોને યોગના અધિકારી તરીકે કહ્યા નથી. જેમ અલ્પધનથી માણસ ધનવાન્ ન કહેવાય, અલ્પરૂપથી રૂપવાન્ ન કહેવાય, અલ્પજ્ઞાનથી જ્ઞાની ન કહેવાય, અલ્પ જળથી તળાવ જલવાન્ ન કહેવાય તેવી રીતે સમૃદ્ધ્ધદ્વિબંધક, અને ચરમાવર્તી જીવોમાં યોગની યોગ્યતા અલ્પ હોવાથી તેઓને અધિકારી તરીકે ‘‘અમળનાત્’'= કહ્યા નથી.
(પરંતુ અચ૨માવર્તી જીવો કરતાં ચરમાવર્તી આદિ આ ત્રિવિધ જીવોમાં અંશે પણ યોગ્યતા છે. એ નયની દૃષ્ટિએ યોગના અન્ય શાસ્ત્રોમાં આ જીવોને પણ યોગના અધિકારી કહ્યા છે).
=
જે જીવો મિથ્યાત્વે વર્તે છે. પરંતુ ભાવિમાં બે જ વાર ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધવાના છે તે દ્વિબંધક, અને ફક્ત એક જ વાર ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધવાના છે તે સમૃદ્ધ્ધક, અને હવે એક પણ વાર ઉત્કૃષ્ટ સ્થિતિ નથી બાંધવાના તે અપુનર્બંધક, આ જીવોમાં જેમ અપુનર્બંધક જીવો યોગની યોગ્યતાવાળા છે. તેમ સમૃદ્અંધક અને દ્વિબંધકાદિ જીવો પણ પરિમિતપણે જ્યેષ્ઠસ્થિતિના બંધક હોવાથી કંઈક અંશે યોગની યોગ્યતાને અભિમુખ છે. તથાપિ તે અભિમુખતા પરંપરાએ (સંગ્રહનયથી) કારણ હોવા છતાં પણ વ્યવહા૨ગોચર ન હોવાથી (વ્યવહારનયની અપેક્ષાએ) આ જીવોને યોગના અધિકારી કહ્યા નથી. જેમ થી માટે દૂધ અને તૃણ બન્ને કારણ હોવા છતાં દૂધમાં રહેલી ઘીની શક્તિ વ્યવહારને પામે છે. તેમ તૃણમાં રહેલી ઘીની શક્તિ વ્યવહારનો વિષય બનતી નથી. તેની જેમ અહીં પણ સમજવું.
=
આ કારણથી જ આચાર્યશ્રી જણાવે છે કે ‘‘તથા તથા તે તે પ્રકારે તે તે જીવોમાંથી (ઉત્કૃષ્ટસ્થિતિવાળાં) કર્મોનું ગ્રહણ કરવું, અને તે ભાવે ઉત્કૃષ્ટસ્થિતિભાવે સંબંધ કરવો, આવી યોગ્યતા દૂર થવા વડે ચાલ્યો ગયો છે કર્મવર્ગણાની પ્રકૃતિનો અધિકાર (બળ) જેમાંથી તે નિવૃત્ત પ્રકૃધિકાર કહેવાય છે. અનાદિ કાલીન મોહની તીવ્રતાના જોરે કર્મોની પ્રકૃતિઓમાં જે વિશિષ્ટ = તીવ્ર ચીકણું
યોગત ૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org