________________
પ્રકારે માર્ગમાં ચાલતો જેમ ઈષ્ટનગરનો પથિક કહેવાય છે. તેની જેમ ગુરુ વિનયાદિમાં પ્રવર્તતો પુરૂષ અહીં “યોગી” કહેવાય છે. ૭
ટીકાનુવાદ - ઈષ્ટનગરને પ્રાપ્ત કરાવે એવા તાત્ત્વિક (યથાર્થ-સાચા) પ્રાપક માર્ગે ચાલતો, વળી સમ્યગ્દકારે એટલે શકુનાદિને માનવા (જોવા) પૂર્વક ચાલતો, તથા ગમન કરવાના સામર્થ્યપૂર્વક ચાલતો એવો પુરુષ જેમ ઈષ્ટનગરનો પથિક કહેવાય છે. એટલે કે ઈષ્ટનગરે પહોંચવામાં સાચો રસ્તો મળ્યો હોય, ઘરથી નીકળતાં આગળ ગતિ અટકે નહીં એટલે શુભ શુકનાદિ જોઈને નીકળ્યો હોય, અને ત્યાં પહોંચે ત્યાં સુધીનું ચાલવાનું સામર્થ્ય જેનું હોય - આવો પુરુષ સાચે રસ્તે ચાલતો જેમ કાળક્રમે ઈષ્ટનગરે પહોંચે જ છે. તે પુરુષ અભિલષિત નગરનો અધ્વગ=મુસાફર કહેવાય છે. કારણ કે ઈષ્ટનગરની પ્રાપ્તિમાં હવે અવિસંવાદહોવાથી અવશ્ય ઈષ્ટનાગરે પહોંચનાર જ છે. તેની જેમ પૂર્વે કહેલા ગુરુવિનયાદિ વ્યવહાર યોગમાં, વિધિપૂર્વક, પ્રવર્તતો છતો આ પુરુષ પણ અહીં = આ યોગના પ્રકરણમાં અવશ્યપણે “યોગી” કહેવાય જ છે. કારણ કે તેવા મહાત્માને ઈષ્ટયોગની (નિશ્ચયયોગની) પ્રાપ્તિ થવામાં અવિસંવાદ જ હોવાથી-એટલે કે અવશ્ય ઇષ્ટદ્યોગ પ્રાપ્ત થાય જ છે માટે પથિકની જેમ આ વ્યવહારોગીને પણ યોગી કહેવાય છે.
इह च व्यवहितगाथायामत्र च विधिग्रहण-सम्यग्ग्रहणाभ्यां गृहीतमपि भेदेन शक्त्यभिधानं तत्प्राधान्यख्यापनार्थम् । दृष्टश्चायं न्यायः, यदुत"सामान्यग्रहणे सति अपि प्राधान्यख्यापनार्थं भेदेनाभिधानम्, यथा बाह्मणा आयाता वशिष्ठोऽप्यायातः", इति । प्राधान्यं तु सर्वत्र शक्तेरनुबन्धसाधकत्वेन। યથાવતમ્ - “વિતઃ સહનૈવ પ્રયોગાત્' રૂતિ ગાથાર્થ ૭ n
વ્યવહિત ગાથામાં એટલે (સાતમી ગાથાથી અવ્યવડિત-વ્યવધાન વિનાની ગાથા છઠ્ઠી અને વ્યવહિત - એટલે વ્યવધાનવાળી ગાથા) પાંચમી ગાથામાં વિધિ શબ્દનું ગ્રહણ કરેલું છે. અને માત્ર ૨ = આ સાતમી ગાથામાં લગ શબ્દ ગ્રહણ કરેલો છે. આ પ્રમાણે વ્યવહિત એવી પાંચમી અને આ ચાલુ ગાથામાં અનુક્રમે વિધિ તથા સભ્ય શબ્દના ગ્રહણ વડે જ “શક્તિ” શબ્દનો જે અર્થ છે તે આવી જાય છે. કારણ કે વિધિપૂર્વક ધર્મશાસ્ત્રો સાંભળવાં એટલે યથાશક્તિ સાંભળવા એવો અર્થ થઈ જ જાય છે. તથા સભ્યપ્રકારે માર્ગે ચાલતો એટલે પોતાની શક્તિને
જ યોગાનક ૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org