________________
અનુસાર ચાલતો એમાં પણ શક્તિ અર્થ આવી જ જાય છે. એમ બન્ને ગાથામાં વિધિ અને સ[ શબ્દના ગ્રહણથી શક્તિ અર્થ ગૃહીત થઈ જવા છતાં પણ આ ચાલુ સાતમી મૂળગાથામાં “સત્તીણ” એવું પદ લખીને શક્તિશબ્દનો ભિન્નપણે જે ઉલ્લેખ કર્યો છે તે શક્તિની પ્રધાનતા જણાવવા માટે છે. જગતમાં આવો ન્યાય જોવાયો પણ છે કે જ્યાં જ્યાં સામાન્યનું ગ્રહણ થાય ત્યાં ત્યાં વિશેષનું ગ્રહણ તે સામાન્યમાં આવી જ જાય છતાં પણ વિશેષની પ્રધાનતા બતાવવા માટે વિશેષનું ભેદથી કથન કરાય છે. જેમ કે “બ્રાહ્મણો આવ્યા છે. (તેમાં) વશિષ્ઠ ઋષિ પણ આવ્યા છે” અહીં બ્રાહ્મણોના આગમનમાં વશિષ્ઠ ઋષિનું આગમન અંતર્ગત આવી જવા છતાં પણ તેમનું જે પૃથકકથન છે તે સામાન્ય બ્રાહ્મણો કરતાં વશિષ્ઠ ઋષિની પ્રધાનતા જણાવવા માટે છે. તેની જેમ અહીં શક્તિની પ્રધાનતા બતાવવા માટે જ “શક્તિ' પદનું પૃથકથન કર્યું છે. શક્તિ જ સર્વ ઠેકાણે ગાઢ અનુબંધનું કારણ છે તેથી તે જ પ્રધાન છે. બીજાં શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે શક્તિનો જો સભ્યપ્રકારે ઉપયોગ કરવામાં આવે તો શક્તિ અવશ્ય ફળ આપે જ છે. માટે આ યોગના વિષયમાં પણ શક્તિને અનુસાર અવશ્ય પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે વ્યવહારયોગનિશ્ચયયોગ પ્રાપ્તિનું અને નિશ્ચયયોગપ્રાપ્તિ મુક્તિનું અવશ્ય અવધ્યકારણ છે. | ૭ |.
અવતરણ = ર્વ યોમિથિયાથિિિનરૂપાર્થમાદ -
આ પ્રમાણે યોગની પીઠિકા (ભૂમિકા) કહીને હવે આવા પ્રકારના આ યોગના “અધિકારી જીવો” જણાવે છે.
अहिगारिणो उवाएण, 'होइ "सिद्धि 'समत्थवत्थुम्मि । *फलपगरिसभावाओ, "विसेसओ जोगमग्गम्मि ॥ ८ ॥
મધરિાઃ '= 0, ૩પાન' = તાથનVવિરેન, મવતિ સિદ્ધિઃ” = વાર્યનિષ્પત્તિ “સતવનિ" = લેવાતી નu– બાવા મુસિધનત્વે "વિશેષતઃ' = વિષે,“યોગમા'= પ્રસ્તુતે થarરિ | उपायेन सिद्धिः । इति गाथार्थः ॥ ८ ॥
ગાથાર્થ – સમસ્ત વસ્તુમાં તે તે કાર્યને યોગ્ય જીવો તે તે કાર્યના ઉપાયપૂર્વક જો પ્રવૃત્તિ કરે તો ફલ પ્રકર્ષ થવાથી અવશ્ય સિદ્ધિ પામે છે. તે જ રીતે યોગમાર્ગમાં પણ વિશેષ સિદ્ધિ પામે છે. જે ૮ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org