________________
એ રીતે ધાર્મિક અભ્યાસ કરતાં ગજરાબહેનને તથા તેમની પુત્રી વિમળાબહેનને કેટલાક સમયમાં પ્રકરણે ઉપરાંત કર્મગ્રંથને પણ બાધ થઈ ગયે. - કર્મસંગે તેમના ઘરમાં તે બે-મા દીકરીસિવાય ગજરાબહેનના દીયર મણિલાલભાઈ, દેરાણું ચંચળબહેન તથા નણંદ ચંપાબહેન હતાં તેઓ બધાં પણ ધાર્મિક વૃત્તિવાળાં હતાં. પરસ્પર એક બીજાને ધાર્મિક પ્રવૃત્તિને રંગ ચઢાવનારા હોવાથી છેવટે પાંચ જણને આ દુઃખમય દુનિયાદારીને દૂર કંગાવીને સુખમય સંયમમાર્ગમાં સંચરવાની તીવ્ર ઉત્કંઠા થઈ. '' તે અરસામાં પાંજરાપોળને ઉપાશ્રયે બિરાજતા પૂજ્ય શિવશ્રીજી મહારાજ તથા પૂજ્ય તિલકશ્રીજી મહારાજ વિગેરેને વંદન કરવા માટે કઈ કઈ વાર ગજરાબહેન આવતા અને કેટલાક સમય ધર્મચર્ચામાં પસાર કરતા. તે વખતે તેમને ઘણે જ આનંદ થતો. અનેક શિષ્યા-પ્રશિષ્યાના પરિવારવાળા, સ્વભાવે શાંત, ગંભીર, વિદ્વાન, આચારનિક અને ઉન્નત વિચારવાળા તે સાધ્વીજીઓને જોઈને “આવા સાધ્વીજીએ સહવાસ મને ઘણો જ અનુકૂળ અને સુખદાયી નિવડશે એવા વિચારો તેમના મનમાં હંમેશા આવ્યા કરતા.
ચારિત્ર લેવાની ભાવનાવાળા એક જ ઘરના તે પાંચ જણામાંથી સૌથી પહેલાં ચંપાબહેને ઘેઘાવાળા શ્રીમતી લાવશ્રીજી મહારાજ પાસે દીક્ષા લીધી અને તેમનું નામ લલિતાશ્રીજી પાડવામાં આવ્યું. ત્યાર પછી મણિલાલભાઈએ વયેવૃદ્ધ વિજય સિદ્ધિસૂરીશ્વરજીના સમુદાયમાં દીક્ષા લીધી, તેમનું નામ
મહાદયવિજયજી પાડવામાં આવ્યું. ચંચળબહેને છાણીવાળા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com