________________
હિાવાથી પલંગના દર્દીની સારવાર કરવાથી એના નજીકના સગાંઓ પણ ડરતા હોય છે, પરંતુ આ ગજરાબહેનને પિતાના કર્મ ઉપર અટલ વિશ્વાસ હોવાથી તથા મનુષ્યની ફરજનું ભાન હોવાથી સેવા ધર્મને જ મુખ્ય ગણીને નિડરતાથી તે ચારે દર્દીઓની સમીપમાં રહીને તેઓની સેવા-ચાકરી કરવાને તેમણે અપૂર્વ લાભ લીધે હતે; કારણ કે ધમી જનને ગમે તેવી મુસીબતમાં પણ ધર્મની જ ભાવના રહે છે.
ત્યાર પછી કેટલેક ટાઈમ પસાર થઈ જવા બાદ તેમની પુત્રી વિમલાબહેનને વિવાહ-સંબંધ (સગાઈ) જુના મહાજન વાડામાં રહેતા શેઠ ગિરધરલાલ સાંકળચંદને ઘેર કરવામાં આવ્યું. ત્યાર પછી થોડા જ દિવસોમાં શેઠ અમૃતલાલભાઈનું અવસાન થવાથી ગજરાબહેનના વૈધવ્ય જીવનની શરૂઆત થઈ.
સંસારના વિચિત્ર સ્વરૂપના થયેલા અનુભવને વિચારતા આગળની વૈરાગ્યવાસના ઉત્તેજિત થવાથી ગજરાબહેન હવે ધર્મારાધનની પ્રવૃત્તિમાં વધારો કરવા લાગ્યા. અને સાથે પોતાની પુત્રી વિમળાને પણ તેમાં જોડવા લાગ્યા.
ભવિષ્યમાં વિદુષી સાધ્વી થનાર આ વિમળાબહેન નિશાળમાં ગુજરાતી તથા જેન શાળામાં ધાર્મિક અભ્યાસ કરતા હતા. બન્ને વિષયની પરીક્ષામાં તેઓ પાસ તે થાય જ પરંતુ ધાર્મિક વિષયમાં તે પાસ થનારાઓમાં ઘણેભાગે તેમને પહેલે નંબર હેય. ધાર્મિક અભ્યાસમાં વિમળાબહેનની ચીવટ અને પ્રગતિને જોઈને તેમની શિક્ષિકાને કુદરતી એવું ભાસતું કે-આ છોકરી આગળ જતાં ઘણે ભાગે દીક્ષા લઈને વિદુષી સાધ્વી થશે એવો
એને ધાર્મિક અભ્યાસ કરવાને ઉમંગ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com