________________
કારણેને લઈને પણ ઘણે ઠેકાણે મુસાફરી કરવાનું થતું અને તેમાં અનેક પ્રકારના અનુભવો થતા હતા તે ઉપરથી આખી દુનિયાની લાઈનથી જુદી જ લાઈનમાં ભવિષ્યમાં મુસાફરી કરનારા આ ગજરા હેનના આત્માને એવા પ્રકારને વિચાર ઘણીવાર આવી જતે કે દુનિયાની આ બધી ધમાલેની સાથે આત્માનું હિત છે કે અહિત ?
ગજરાહેનને પૂજ્ય માતુશ્રીની સાથે અગર તે એકલા જ્યારે ઉપાશ્રયમાં પૂજય સાધ્વીઓને વંદના કરવા જવાનું થતું ત્યારે પૂજ્ય સાધ્વી–સમુદાયના ભણવા-ગણવાના તથા ધર્મક્રિયા કરવાના ઉત્સાહને અને તેમના પાપરહિત પવિત્ર જીવનને જેઈને તેમના મનમાં પણ એમ થતું કે-મારું જીવન પણ આ આર્યાઓની માફક ધર્મમય બની જાય તે કેવું સારું ?
ઉપર જણાવ્યું તેમ સાંસારિક પ્રવૃત્તિઓમાંથી ગજરાબહેનનું મન પાછું હઠતું ગયું પરંતુ તેમના માબાપે તે તે સમયમાં તેમના લગ્નનું પણ નક્કી કરી નાંખ્યું.
અમદાવાદ શહેરમાં માણેકચોકથી શરુ થઈને સ્ટેશન સુધી. જનાર કાળુપુર રેડ નામને એક પ્રસિદ્ધ રાજમાર્ગ આવેલ છે. તે રાજમાર્ગની સાથે જોડાતી અનેક પળમાં “કડીયાની પળ” એ નામની એક પળ છે. તે પોળમાં કુસુમગરના ઉપનામથી ઓળખાતા દશા પિરવાડ જ્ઞાતિના શા. ચુનીલાલ. જયચંદ નામના એક શ્રાવક રહેતા હતા. ભણીગણને હુશિયાર થયેલા, તંદુરસ્ત અને વ્યવહારકુશળ થયેલા તેમના સુપુત્ર અમૃતલાલભાઈની સાથે આ ગજરાબહેનને વિવાહ સંબંધ. નકકી કરવામાં આવ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com