________________
તેમાં માન-પ્રતિષ્ઠા વગેરે દરેક પ્રકારની અનુકૂળતાથી હરિલાલભાઈને સંસાર સુખરૂપ ગણાતો હતે.
સંતતિમાં સૌથી પહેલાં તેમને એક પુત્રરત્નની પ્રાપ્તિ થઈ હતી, તે પુત્રનું નામ કેશવલાલ પાડવામાં આવ્યું હતું, ત્યારપછી બીજી સંતતિમાં તેમને સં. ૧૯૪૦ના શ્રાવણ માસમાં એક કન્યારત્નની પ્રાપ્તિ થઈ. સગાં સંબંધીઓને નિમંત્રણ કરી જમાડીને તેઓની હાજરીમાં તે કન્યાનું નામ ગજરાહેન પાડવામાં આવ્યું.
शैले शैले न माणिक्य, मौक्तिकं न गजे गजे । साधवो नहि सर्वत्र, चन्दनं न वने वने ॥१॥
ભાવાર્થ-દરેક પર્વતમાંથી જેમ મણિ-માણેકની પ્રાપ્તિ થતી નથી, દરેક હાથીના કુંભસ્થળમાંથી જેમ મેતીની પ્રાપ્તિ થતી નથી અને દરેક વનમાંથી જેમ ચંદનની પ્રાપ્તિ થતી નથી તેમ સજજન પુરુષની પ્રાપ્તિ પણ સર્વ ઠેકાણે થઈ શકતી નથી.
ભવિષ્યમાં મહાન લાભને પ્રાપ્ત કરનાર આ પુણ્યવતી ગજરાબહેનના જન્મ થયા પછી ઘરના સર્વ માણસોના સુખશાંતિમાં અને વૈભવમાં વધારો થવા લાગ્યા. વિશેષ ‘ભાગ્યશાળીને ઘેર ભૂત રળે” એવી કહેવત એમના સંબંધમાં સફળ થતી જણાવા લાગી.
આ સંસારમાં ઘણે ભાગે શારીરિક, માનસિક અને આર્થિક સંપદાઓના વધારામાં વધારે થતા અને ઘટાડામાં ઘટાડો થત જેમ જોવામાં આવે છે તેમ આ નસીબવંતી નિર્મળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com