________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ
શ્લોકાર્થ ઃ
તેથી વિનયનમ્ર પિતાના જલ્પિતને સાંભળીને જે રાજા આદેશ આપે છે એ પ્રમાણે તે મહામતિ કલાચાર્ય કહે છે. II૨૧।।
શ્લોક ઃ
चिन्तितं च तदा तेन, कलाचार्येण मानसे ।
किलैष यावच्छास्त्रस्य, सद्भावं नावबुध्यते ।। २२ ।। यावच्च केलिबहुलां, बालतामनुवर्तते ।
अलीकगर्वितोष्मान्तस्तावदेवं प्रभाषते ।। २३ ।।
यदा तु ज्ञातसद्भावः, शास्त्रार्थानां भविष्यति ।
तदा मदं परित्यज्य, स्वयं नम्रो भविष्यति ।। २४ ।। त्रिभिर्विशेषकम् ।।
શ્લોકાર્થ ઃ
અને ત્યારે તે કલાચાર્ય વડે માનસમાં વિચારાયું. ખરેખર આ=રિપુદારણ, જ્યાં સુધી શાસ્ત્રના સદ્ભાવને જાણશે નહીં અને જ્યાં સુધી કેલિબહુલ બાલતાને=રમતિયાળ બાલસ્વભાવને, અનુવર્તન કરે છે, જુઠ્ઠા ગર્વથી ગર્વિત થયેલ ગરમીવાળો છે ત્યાં સુધી આ પ્રમાણે બોલે છે. વળી, જ્યારે શાસ્ત્રાર્થોના જ્ઞાત સદ્ભાવવાળો થશે ત્યારે મદનો ત્યાગ કરીને સ્વયં નમ્ર થશે. II૨૨થી ૨૪।। શ્લોક ઃ
एवं निश्चित्य हृदये, कलाचार्यो महामतिः ।
તત: સર્વાબાડસો, પ્રવૃત્તો ગ્રાહને મમ ।।।।
૨૯
શ્લોકાર્થ :
આ રીતે હૃદયમાં નિશ્ચય કરીને મહામતિ એવા આ કલાચાર્ય ત્યારપછી સર્વ આદરથી મને ગ્રહણમાં=વિધાને શિખવાડવામાં, પ્રવૃત્ત થયા. ॥૨૫॥
શ્લોક ઃ
इतश्चाऽन्येऽपि तत्पार्श्वे, बहवो राजदारकाः ।
प्रशान्ता विनयोक्ता, गृह्णन्ति सकलाः कलाः ।। २६ ।।
શ્લોકાર્થ
:
અને આ બાજુ અન્ય પણ તેની પાસે=તે કલાચાર્ય પાસે, પ્રશાંત, વિનયથી ઉદ્યુક્ત ઘણા રાજપુત્ર સકલ કલાઓ ગ્રહણ કરે છે. ારકા