________________
૧૪૧
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ તારું અવસ્થાન છે ? મિથ્યાભિમાન વડે કહેવાયું – હું પણ પ્રસ્થિત હતો=સંતોષને જીતવા માટે પ્રસ્થિત હતો, ત્યારે કેવલ અગ્ર સૈવ્યથી દેવ વડે હું વિવર્તન કરાયો=અંગુલિનિર્દેશથી હું દેવ વડે નિવર્તિત કરાયો. અને કહેવાયું રાગકેસરી વડે કહેવાયું. જે આ પ્રમાણે – હે આર્ય મિથ્યાભિમાન ! આ નગરથી=રાજસચિત્તનગરથી, તારા વડે બહાર જવું જોઈએ નહીં. દિ=જે કારણથી, તું સ્થિત હોતે છતે અમારા વડે નિર્ગત થયે છતે પણ આ નગર નહીં નાશ પામેલી શોભાવાળું નિરુપદ્રવ રહે છે. અમે પણ અહીં પરમાર્થથી રહેલા જ છીએ. જે કારણથી તું જ=મિથ્યાભિમાન જ, આ નગરના પ્રતિજાગરણમાં સમર્થ પુરુષ છે=આ નગરને સુરક્ષિત રાખવામાં સમર્થ પુરુષ છે. મારા વડે કહેવાયું મિથ્યાભિમાન વડે કહેવાયું – દેવ-રાગકેસરી દેવ, જે આજ્ઞા કરે. તેથી હું અહીં રહેલો છું રાજસચિત્તનગરમાં રહેલો છું. તે આ અત્યાર સુધી વર્ણન કર્યું તે આ, અમારું મિથ્યાભિમાનનું, અહીંરાજસચિત્તનગરમાં, અવસ્થાનનું કારણ છે. વિમર્શ વડે કહેવાયું – અરે ! દેવ પાસેથી=રાગકેસરી દેવ પાસેથી, કોઈક કુશલ વાર્તા આવી છે ? યુદ્ધભૂમિમાં ગયેલા રાગકેસરીના કોઈ સમાચાર આવ્યા છે ? મિથ્યાભિમાન કહે છે – અત્યંત આવ્યા છે. દેવકીય સાધનથી જિતપ્રાયઃ વર્તે છે=રાગકેસરી પ્રાય: સંતોષને જીતી લીધેલું વર્તે છે. કેવલ આ પણ સંતોષહતક વંઠેલો છે. સર્વથા અભિભવ કરવા શક્ય નથી. વચવચમાં પ્રત્યવસ્જદોને આપે છે=વચવચમાં હુમલાઓ કરે છે. હજી સુધી પણ કેટલાક લોકોનો નિર્વાહ કરે છે અમારા દેશમાંથી ઉપાડી જાય છે. આથી જ રાગકેસરી દેવ સ્વયં લાગેલો હોતે છતેર યુદ્ધમાં લાગેલ હોતે છતે, આટલો કાલવિલમ્બન વર્તે છે. વિમર્શ વડે કહેવાયું – વળી હમણાં તારા દેવ ક્યાં સંભળાય છે ? યુદ્ધમાં ગયેલ રાગકેસરી દેવ હમણાં યુદ્ધના કયા નગરમાં વર્તે છે ? તેથી મિથ્યાભિમાનને જાસુસની શંકા થઈ. યથાવસ્થિત કહેવાયું નહીં મિથ્યાભિમાન વડે અમારો સ્વામી
ક્યાં વર્તે છે તે યથાવસ્થિત કહેવાયું નહીં. અને આના વડે કહેવાયું મિથ્યાભિમાન વડે કહેવાયું. હું પરિક્રુટ જાણતો નથી. કેવલ તામસચિત્તનગરને આશ્રયીને અહીંથી દેવ નીકળેલા છે. તેથી કદાચિત્ ત્યાં જ રહેલા હોય. વિમર્શ વડે કહેવાયું – અમારા બેનું કુતૂહલ-વિમર્શ અને પ્રકર્ષ બેની જિજ્ઞાસા, ભદ્ર વડે પૂરણ કરાઈ=મિથ્યાભિમાન વડે પૂરણ કરાઈ. પ્રસ્તુત વૃત્તાંત નિવેદિત કરાયો=રાગકેસરીના યુદ્ધ અર્થે ગમનનો વૃત્તાંત નિવેદિત કરાયો. સૌજન્ય બતાવાયું. તે કારણથી હવે અમે બંને વિમર્શ અને પ્રકર્ષ બંને જઈએ છીએ. મિથ્યાભિમાન વડે કહેવાયું. આ રીતે સિદ્ધિ થાઓeતમારા કાર્યની સિદ્ધિ થાઓ. તે સાંભળીને-મિથ્યાભિમાને જે આશીર્વચન આપ્યાં તે સાંભળીને વિમર્શ હર્ષિત થયો. ત્યારપછી પરસ્પર થોડુંક મસ્તકનમન કરાયું મિથ્યાભિમાન અને વિમર્શ વચ્ચે પરસ્પર મસ્તકનમનરૂપ ઉપચાર કરાયો. રાજસચિત્તનગરથી વિમર્શ-પ્રકમાં બહાર નીકળ્યા.
तामसचित्तनगरम् विमर्शेनोक्तं-भद्र! कथिता तावदनेन तेषां विषयाभिलाषमानुषाणां मध्ये रसना, तदधुना तमेव विषयाभिलाषं दृष्ट्वा तस्याः स्वरूपमावयोर्गुणतो निश्चेतुं युक्तं, तद्गच्छावस्तव तामसचित्तनगरे । प्रकर्षः प्राह-यन्मामो जानीते, ततो गतौ तामसचित्तपुरे विमर्शप्रकर्षों । तच्च कीदृशम्?