________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ
=
मन्तरङ्गलोकानामनर्थकारणतया च बहिरङ्गजनानां समानानि वर्तन्ते ततो यद्येतेषामस्ति कश्चिदर्थेन भेदस्तं मे निवेदयतु मामः । विमर्शः प्राह - ननु निवेदित एव प्रत्येकमेतेषां गुणान् वर्णयता मया परिस्फुटोऽर्थभेदः तथापि स यदि न विज्ञातो भद्रेण ततः पुनरपि निवेदयामि । ततः कथितो विमर्शेन महानद्यादीनां वस्तूनां प्रत्येकं भावार्थः, બુદ્ધઃ प्रकर्षेण ।
૧૯૩
वेल्लहलकुमारकथा
अत्रान्तरे नरवाहनः प्राह - भदन्त ! वयमपि बोधनीयास्तेषां भावार्थं, ततः प्रबोधितो नरवाहननरेन्द्रोऽपि तेन भगवता विचक्षणसूरिणा । ततोऽगृहीतसङ्केतयाऽभिहितं - भद्र ! संसारिजीव ! यद्येवं तर्हि ततोऽहमपीदानीं तेषां महानद्यादिवस्तूनां बोधनीया भवताऽर्थभेदम् । संसारिजीवेनोक्तं- भद्रे ! स्पष्टदृष्टान्तमन्तरेण न त्वया सुखावसेयमेतेषां प्रविभक्तं स्वरूपं, अतो दृष्टान्तं कथयिष्ये । अगृहीतसङ्केतयोक्तं - अनुग्रहो मे ।
વેલ્લહલકુમારની કથા
–
કારણથી ભદ્ર !=પ્રકર્ષ, આ ભૌતકથાનિકા શ્રુતમાત્રગ્રાહી એવા તને પણ મારી સાથે અવિચારતા ન થાઓ એ અર્થ માટે તું મારા વડે પ્રેરણા કરાયો. પ્રકર્ષ કહે છે · મામા વડે સુંદર સુંદર કહેવાયું. તો હવે કંઈક તમને હું પૂછું છું. વિમર્શ વડે કહેવાયું – હે ભદ્ર ! પ્રશ્ન કર. પ્રકર્ષ કહે છે હે મામા ! જો આ પ્રમાણે છે તો મારા વડે આ સમસ્ત અંતરંગ લોકના આધારભૂત બહિરંગ લોકોના સર્વ સુંદર અસુંદર વસ્તુના નિષ્પાદનને કરનારી ભાવાર્થથી યુક્ત ચિત્તવૃત્તિ મહાઅટવી જણાઈ. વળી, આ મહાનદી, પુલિન, મહામંડપ, વેદિકા, સિંહાસન, ગાત્રયષ્ટિવાળા નરેન્દ્રના રૂપવાળી વસ્તુઓ જે તમારા વડે પ્રમત્તતા, તદ્વિલસિત, ચિત્તવિક્ષેપ, તૃષ્ણા, વિપર્યાસ, અવિદ્યા, મહામોહના નામરૂપ નિવેદન કરાઈ. મારા વડે ભાવાર્થને આશ્રયીને તે સમ્યગ્ વિજ્ઞાત નથી. મારા વડે વિકલ્પ કરાયા છે, જે પ્રમાણે નામથી આ ભિન્ન છે તે પ્રમાણે અર્થથી ભિન્ન નથી. જે કારણથી સર્વ પણ=પ્રમત્તતા નદી આદિ સર્વ પણ, આ અંતરંગ લોકોના પુષ્ટિકારણપણાથી અને બહિરંગ લોકોના અનર્થકારણપણાથી સમાન જ વર્તે છે. તેથી જો આમનો કોઈક અર્થભેદ છે તો મને મામા નિવેદન કરો. વિમર્શ કહે છે પ્રત્યેક એવા આમના ગુણોને વર્ણન કરતા=પ્રમત્તતા નદી એવા પ્રત્યેક આમના ગુણોને વર્ણન કરતા, મારા વડે સ્પષ્ટ અર્થભેદ નિવેદન કરાયો જ છે. તોપણ જે=અર્થભેદ, ભદ્ર વડે વિજ્ઞાત નથી તો ફરી પણ નિવેદન કરું છું. તેથી વિમર્શ વડે મહાનદી આદિ વસ્તુના પ્રત્યેકનો ભાવાર્થ કહેવાયો. પ્રકર્ષ વડે બોધ કરાયો. એટલામાં નરવાહન કહે છે – હે ભગવંત ! અમને પણ તેઓનો ભાવાર્થ બોધનીય છે= પ્રમત્તતા નદી આદિનો ભાવાર્થ બોધનીય છે, ત્યારપછી નરવાહન રાજા પણ તે ભગવાન વિચક્ષણસૂરિ વડે બોધ કરાવાયો. ત્યારપછી અગૃહીતસંકેતા વડે કહેવાયું. હે ભદ્ર ! સંસારી જીવ તો જો આ પ્રમાણે
-