________________
૧૯૧
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ સંસાર-ચક્રમાં પરિભ્રમણ કરે છે. વળી, આ મહામોહ જીવ સાથે અનાદિનો છે અને તેનાથી જ સર્વ રાગાદિ પરિણતિઓ થાય છે તે બતાવવા અર્થે તે વૃદ્ધ છે તેમ કહેલ છે. વળી, મહામોહ અજ્ઞાન સ્વરૂપ છે તેથી અવિદ્યા જ તેનું શરીર છે. તેથી એ પ્રાપ્ત થાય કે કેવલજ્ઞાનની પ્રાપ્તિ સુધી જીવમાં અવિદ્યા વર્તે છે અને તે અજ્ઞાન સ્વરૂપ જ છે અને તે જ મહામોહ છે. જ્યારે તે મહામોહ વિપર્યાસથી યુક્ત હોય ત્યારે જીવને ક્લિષ્ટ ભાવો કરાવીને સંસારની સર્વ પ્રવૃત્તિઓ કરાવે છે અને દુર્ગતિઓની પરંપરાઓની પ્રાપ્તિ કરાવે છે. જ્યારે તે મહામોહ જ વિપર્યાસથી રહિત થાય છે ત્યારે ક્રમસર ક્ષીણ ક્ષીણતર થતાં થતાં બારમા ગુણસ્થાનકે મૃતપ્રાયઃ શરીરવાળો થાય છે અને કેવલજ્ઞાન થાય છે ત્યારે તે જીવમાં આશ્રિત એવા મહામોહનું મૃત્યુ થાય છે. તેથી તેના સંસારનો અંત આવે છે.
વળી, આત્માના જ્ઞાન સ્વરૂપનો અને સુખના પારમાર્થિક સ્વરૂપનો યથાર્થ બોધ કરવામાં બાધક એવાં જ્ઞાનાવરણીય કર્મો છે, તેનાથી જ જીવમાં પોતાના પારમાર્થિક સ્વરૂપનું અજ્ઞાન વર્તે છે તે મહામોહજન્ય અજ્ઞાન અને જ્યારે અજ્ઞાનનો અતિશય થાય છે ત્યારે જીવમાં વિપર્યાસ વર્તે છે. તેથી કષાયોના ક્લેશને જીવ અનુભવતો હોવા છતાં જોઈ શકતો નથી. માત્ર બાહ્ય સુખોમાં સુખને જોનાર બને છે અને બાહ્ય દુઃખોમાં દુઃખને જોનાર બને છે. તેથી શરીર આદિ જન્ય સુખ અર્થે જીવ સર્વ ક્લેશો કરે છે, સર્વ પાપો કરે છે પરંતુ આત્મામાં વર્તતો વિપર્યાસ જીવને નિરાકુળ સ્વભાવને અભિમુખ થવા દેતો નથી. તેથી સંસારી જીવોની સર્વ પ્રકારના પરિભ્રમણની વિડંબના વિપર્યાસ સિંહાસન ઉપર બેસીને મહામોહ તે તે જીવને આશ્રયીને કરે છે. વળી, આ મહામોહ જ જગતની ઉત્પતિનું કારક છે; કેમ કે મહામોહને વશ જ જીવોમાં સર્વ પ્રકારના કર્મબંધો થાય છે અને જગતના જીવો તે તે ભવોમાં ઉત્પન્ન થાય છે અને તે તે ભવોમાં મૃત્યુ પામે છે તે સર્વનું મુખ્ય કારણ જીવમાં વર્તતું અજ્ઞાન જ છે. અને જેઓનું અજ્ઞાન નાશ પામ્યું છે તેઓ મહામોહથી ઉત્પન્ન થતી જગત વ્યવસ્થામાંથી પોતાના આત્માનું રક્ષણ કરીને સુખપૂર્વક મોક્ષને પ્રાપ્ત કરે છે.
વળી, આ મહામોહ અચિંત્યવીર્યવાળો છે, તેથી જ્યારે વિપર્યાસ સિંહાસન પર બેઠેલો હોય ત્યારે તેની આજ્ઞાનું ઉલ્લંઘન કરવા કોઈ સમર્થ નથી. આથી જ વર્તમાનમાં જે તીર્થકરો થયા તેઓ પણ જ્યારે મોક્ષમાર્ગને પામ્યા ન હતા ત્યારે વિપર્યાસની પરિણતિવાળા હતા અને તેઓમાં વર્તતો મહામોહ જ તેઓને સર્વ પ્રકારની પ્રેરણા કરીને સંસારમાં પરિભ્રમણનું કારણ બનેલ. જ્યારે તેઓને જ કોઈક તીર્થંકરના વચનની પ્રાપ્તિ થઈ અને મહામોહને વાસ્તવિક સ્વરૂપે જાણી શક્યા ત્યારે તેઓ સ્વપરાક્રમથી મહામોહનો નાશ કરવા સમર્થ બન્યા. આ રીતે મહામોહનું સ્વરૂપ બતાવ્યા પછી વિમર્શ પ્રકર્ષને કહે છે તું મારા મુખ સામે જુએ છે પરંતુ કોઈ હુંકારો કે કંઈ પ્રશ્ન કરતો નથી. તેથી જણાય છે કે હું જે આ નદી વગેરેનું સ્વરૂપ કહું છું તે તું જાણે છે કે નહીં ? તેના ઉત્તર રૂપે પ્રકર્ષ કહે છે કે હે મામા ! તમારા પ્રસાદથી એવું જગતમાં કંઈ નથી કે હું ન જાણી શકું.
આનાથી એ પ્રાપ્ત થાય કે જીવમાં વર્તતી માર્ગાનુસારી વિમર્શશક્તિ પદાર્થના સ્વરૂપને બતાવે ત્યારે જીવમાં વર્તતી બુદ્ધિનો પ્રકર્ષ સુખપૂર્વક તે પદાર્થો સર્વજ્ઞના વચનાનુસાર યથાર્થ જાણી શકે છે. ફક્ત પ્રાસંગિક પ્રકર્ષને ઉત્સાહ પેદા કરાવવા અર્થે આ પ્રકારે વિમર્શ પરિહાસ કરેલ; કેમ કે તત્ત્વવિષયક