________________
૩૫૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ પ્રયોજન નથી. સ્વસ્થાનમાં જ શુભોદય આદિ મહારાજ પાસે આપણે બંનેએ જવું યુક્ત જ છે. પ્રકર્ષ વડે કહેવાયું – હે મામા ! આ પ્રમાણે ન કહો. જે કારણથી ભવચક્રના પ્રસંગને વર્ણન કરતાં તમારા વડે તેના દર્શનનું કૌતુક અને વધારાયું છે. તેથી અદશિત એવા તેના વડે અદર્શિત એવા ભવચક્ર વડે, હે મામા ! જવું યોગ્ય નથી. અને આપણા બેને કાલથી એક વર્ષ માત્ર અવધિ તાત વડે=વિચક્ષણ વડે અપાયો છે. હજી પણ શરદ હેમંત લક્ષણ ઋતુઢય માત્ર આપણા બેની પસાર થયેલી છે. જે કારણથી હમણાં શિશિર ઋતુ વર્તે છે. તે આ પ્રમાણે – જુઓ મામા ! સુંદર મંજરીવાળી પ્રિયંગુ વૃક્ષની લતાઓ હાલમાં વર્તે છે. રોધિવૃક્ષની વલ્લરીઓ હાલમાં વિકાસ=વિકસિત થવાથી હાસ્યથી નિર્ભર હસતી હોય તેમ, શોભે છે. વિદલિત મુકુલમંજરીવાળું તિલકવન હમણાં શોભે છે.
ચોથો પ્રસ્તાવ અપૂર્ણ
અનુસંધાન : ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૫