________________
૩પ૭
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪| ચતુર્થ પ્રસ્તાવ વિદ્યમાન રહે ? વિમર્શ વડે કહેવાયું. હે તાત ! પ્રકર્ષ ! આ મહામોહ આદિ રાજા સર્વ પણ અંતરંગ લોકો યોગીઓ છે. તેથી અહીં પણ=બહિરંગ એવા ભવચક્રમાં પણ દેખાય છે અને ત્યાં પણ=અંતરંગ લોકમાં પણ, વર્તે છે. કોઈ વિરોધ નથી. જે કારણથી યથાઈષ્ટ બહુવિધ રૂ૫ના કરણને જાણે છેઃ મહામોહ આદિ જાણે છે. બીજા નગરમાં પ્રવેશ કરે છે. અને વળી અંતર્ધાનને આચરે છે. વળી યથાઈષ્ટ સ્થાનોમાં પ્રગટ થાય છે=મહામોહ આદિ પ્રગટ થાય છે. તેથી અચિંત્ય માહાભ્યતા અતિશયવાળા ખરેખર આ રાજાઓ છે મહામોહ આદિ રાજાઓ છે. તેઓ યથેચ્છાચરણ કરનારા હોવાથી ક્યાં વિદ્યમાન ન રહે ? તે કારણથી ઉભયલોકના આધારપણાથી અંતરંગ લોક અને બહિરંગ લોકરૂપ ઉભયલોકના આધારપણાથી, ઉભયરૂપવાળું જ હે ભદ્ર પ્રકર્ષ ! આ ભવચક્ર નગર છે.
प्रतिगमनेच्छा प्रकर्षेणोक्तं-तर्हि यदि तत्र सन्तोषो वर्तते, ते चामीषां भूभुजां दर्पोद्दलनकारिणो महात्मानो लोका विद्यन्ते ततो द्रष्टव्यं तन्नगरं, महन्मे कुतूहलं अनुग्रहेण दर्शयतु माम! गच्छावस्तावत्तत्रैव नगरे । विमर्शेनोक्तं-ननु सिद्धमिदानीमावयोः समीहितं, दृष्टो विषयाभिलाषो मन्त्री, निश्चितमस्य रसनाजनकत्वं, अतोऽवगता तस्याः सम्बन्धिनी मूलशुद्धिः, संपादितं राजशासनं, अतः किमधुनाऽन्यत्र गतेन? स्वस्थानमेवावयोर्गन्तुं युक्तम् । प्रकर्षणोक्तं-माम! मैवं वोचः, यतो वर्धितं भवचक्रव्यतिकरं वर्णयता भवता मम तद्दर्शनकौतुकं, ततो नादर्शितेन तेन गन्तुमर्हति मामः, दत्तश्चावयोः कालतः संवत्सरमात्रमवधिस्तातेन, निर्गतयोश्चाद्यापि शरद्धेमन्तलक्षणमृतुद्वयमात्रमतिक्रान्तं, यतोऽधुना शिशिरो वर्तते, तथाहि-पश्यतु मामो मञ्जरीबन्धुरा वर्तन्ते साम्प्रतं प्रियङ्गुलताः, विकासहासनिर्भरा विराजन्तेऽधुना रोध्रवल्लयः, विदलितमुकुलमञ्जरीकमिदानीं विभाति तिलकवनम् ।
વિમર્ષ અને પ્રકર્ષની પ્રતિગમનમાં ઈચ્છા પ્રકર્ષ વડે કહેવાયું – તો જો ત્યાં=ભવચક્ર નગરમાં, સંતોષ વર્તે છે અને આ રાજાઓના=મહામોહ આદિ રાજાઓના, દર્પના નાશ કરનારા તે મહાત્મા લોકો વિદ્યમાન છે તો તે નગર જોવું જોઈએ=આપણે જોવું જોઈએ. મને મહાન કુતૂહલ છે. અનુગ્રહથી હે મામા ! દેખાડો=ભવચક્ર દેખાડો. તે જ નગરમાં આપણે જઈએ. વિમર્શ વડે કહેવાયું – ખરેખર આપણું બેનું સમીહિત=રસનાની શુદ્ધિ પ્રાપ્ત કરવા રૂપ સમીહિત, હમણાં સિદ્ધ છે. વિષયાભિલાષ મંત્રી જોવાયો. આવું વિષયાભિલાષનું, રસતાજનકપણું નિશ્ચિત છે. આથી તેના સંબંધી મૂલશુદ્ધિ પ્રાપ્ત કરાઈ છે. રાજાની આજ્ઞા=શુભોદય નામના રાજાએ રસનાની મૂલશુદ્ધિ કરવા અર્થે વિચક્ષણને કહેલું તેથી વિચક્ષણે વિમર્શ અને પ્રકર્ષને રસતાની મૂલશુદ્ધિ કરવા માટે એક વર્ષની અવધિથી મોકલેલ તે રાજાની આજ્ઞા સંપાદિત થઈ. આથી રાજ્યનું શાસન આપણાથી સંપાદન થયું આથી, અન્યત્ર=ભવચક્ર નગરમાં, જવા વડે શું ? અર્થાત્ કોઈ