________________
૩૫૫
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ
ભોગસામગ્રીમાં સંશ્લેષ પામ્યા વગર અધિક અધિક નિર્લેપ થવાની શક્તિનો સંચય કરે છે. આ રીતે જેઓ જિનવચનનું દઢ અવલંબન લઈને પોતાના વીર્યથી અંતરંગ મહામોહ આદિ રૂપ શત્રુઓના બળને સતત જીતે છે, ક્ષીણ થયેલું શત્રુબળ હોવાથી તેઓ નિરુપદ્રવવાળા થાય છે, તેથી સતત આનંદને પ્રાપ્ત કરે છે. અંતરંગ કષાયોની બાધા નષ્ટપ્રાયઃ હોવાથી અને પુણ્ય પ્રકૃતિઓ અત્યંત સહકારી હોવાથી બાધા વગર શાંત ચિત્તવાળા વર્તે છે. વસ્તુતઃ પોતાના સૈન્યથી યુક્ત મહામોહ જ લોકોને આલોકમાં અને પરલોકમાં દુઃખને દેનાર છે, તેથી જે મહાત્માઓએ સદ્ભાવનારૂપી શસ્ત્રથી મહામોહને વશ કર્યો છે તેઓના અંતરંગ કષાય-નોકષાયનાં દ્વંદ્વો અને બહિરંગ શાતા-અશાતાનાં દ્વંદ્વો શાંત થાય છે. તેથી તેઓને સુખની જ અત્યંત વૃદ્ધિ થાય છે, દુઃખનો ઉદ્ભવ ક્યાંય થતો નથી. ફક્ત સંસારમાં આવા જીવો અત્યંત અલ્પ હોય છે. આથી જ લોકમાં પણ કહેવાય છે પર્વતે પર્વતે માણિક્ય નથી તેમ બધા મનુષ્યો આ રીતે ઉત્તમ ભાવનાઓથી ભાવિત નથી. વળી કેટલાક ગજની સૂંઢમાંથી મોતીની પ્રાપ્તિ થાય છે, બધા ગજની સૂંઢમાં મોતી નથી. તેમ બધા જીવો ઉત્તમ પ્રકૃતિવાળા નથી. બધાં વનોમાં ચંદન નથી તેમ કેટલાક જીવો વિવેકયુક્ત થવાને કારણે સર્વ પ્રકારના સુખની પરંપરાને પ્રાપ્ત કરે છે.
શ્લોક ઃ
तदेवं कथितं तुभ्यं, सन्ति ते बाह्यदेहिनः ।
વનં વિરતા રાત્તાં, વેડમીષાં ર્વનાશિનઃ ।।૬૪૬।।
શ્લોકાર્થ :
આ રીતે તને=પ્રકર્ષને, કહેવાયું. કેવલ તે બાહ્ય લોકો વિરલા છે જેઓ આ રાજાઓના=મહામોહ આદિ રાજાઓના, દર્પને નાશ કરનારા છે. II૬૪૬।।
શ્લોક ઃ
प्रकर्ष प्राह ते माम! कुत्र तिष्ठन्ति देहिनः ।
दृशोऽपि विक्षिप्तः, शत्रुवर्गो महात्मभिः ? ।।६४७।।
શ્લોકાર્થ ઃ
પ્રકર્ષ કહે છે. હે મામા ! તે જીવો ક્યાં રહે છે, જે મહાત્માઓ વડે આવા પ્રકારનો પણ શત્રુવર્ગ=મહામોહ આદિ રૂપ શત્રુવર્ગ, દૂર કરાયો ? ।।૬૪૭।।
बहिरङ्गान्तरङ्गयोः परस्परानुवेधः
विमर्शेनाभिहितं-वत्स! समाकर्णय साम्प्रतं श्रुतं मयाऽऽप्तजनसकाशात्पूर्वं यदुत अस्ति समस्तवृत्तान्त - सन्तानाधारविस्तारमनादिनिधनं भूरिप्रकाराद्भुतभूमितलं भवचक्रं नाम नगरं, अतिविस्तीर्णतया च तस्य नगरस्य विद्यन्ते तत्र बहुन्यवान्तरपुराणि सन्ति बहुतराः पाटकाः, संभवन्ति बहुतमा