________________
૩૫૩
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ય :
કેવલ હે તાત ! પ્રકર્ષ ! બહિરંગ જીવોમાં તેવા લોકો અત્યંત વિરલ છે, તેથી લોકો વડે આ કહેવાય છે=આગળના શ્લોકમાં કહેવાય છે એ કહેવાય છે. ll૧૪૪ll. શ્લોક :
शैले शैले न माणिक्यं, मौक्तिकं न गजे गजे ।
साधवो न हि सर्वत्र, चन्दनं न वने वने ।।६४५।। શ્લોકાર્થ :
પર્વત પર્વતે માણિક્ય નથી હોતાં, દરેક ગજમાં મોતીઓ નથી. સર્વત્ર સાધુઓ નથી. દરેક વનમાં ચંદન નથી. II૬૪પા
ભાવાર્થ :
વળી, જેઓ ભગવાનના આગમના તત્ત્વમાં નિશ્ચિત મતિવાળા છે, તેવા મહાત્મા હંમેશાં સંસારનું સ્વરૂપ, કષાયોનું સ્વરૂપ, નોકષાયોનું સ્વરૂપ યથાર્થ વિચારે છે અને કષાય-નોકષાયજન્ય આત્મા ઉપર લાગેલા કાદવનો નાશ કરે છે. વળી, સર્વજ્ઞના આગમના પદાર્થોનું ચિંતવન કરીને ચિત્તને સ્થિર કરે છે. જેથી એ મહાત્માઓ શાંતરસનો અનુભવ કરે છે અને કુતીર્થિકો અને ભગવાનના શાસનમાં પણ બહિર્છાયાથી પ્રવેશેલા ઉન્માર્ગગામીઓને આ મૂઢ છે એ સ્વરૂપે જ જુએ છે. તેથી તેઓના વચનથી પ્રલોભન પામતા નથી. આવા મહાત્માઓને જ્ઞાનાવરણીયકર્મના ઉદય રૂપ મહામોહ વિદ્યમાન છે તોપણ તે મહામોહ બાધક થતો નથી. પરંતુ સુંદર બુદ્ધિવાળા તે મહાત્માઓ સતત તે મહામોહની શક્તિને ક્ષીણ કરે છે અર્થાત્ અજ્ઞાનનો વિલય કરે છે અર્થાત્ કષાય-નોકષાયજન્ય વિડંબનાને સૂક્ષ્મ-સૂક્ષ્મતર અવલોકન કરીને અકષાયવાળા આત્માના પારમાર્થિક સ્વરૂપને જિનવચનના બળથી જાણવા યત્ન કરે છે. વળી, બાહ્ય પદાર્થો પ્રત્યે રાગ કરે તેવી કુદૃષ્ટિ પણ તે મહાત્માના વીર્યને જોઈને દૂરથી ભાગે છે; કેમ કે ઇન્દ્રિયોના વિષયો તે મહાત્માને ઇન્દ્રજાળ જેવા દેખાય છે. વિષયોમાં અસંશ્લેષવાળું ઉત્તમ ચિત્ત જ સર્વ સુખની પરંપરાનું એક કારણ તે મહાત્માને દેખાય છે. તેથી જે કુદષ્ટિ સંસારી જીવોને વિષયોમાં સારબુદ્ધિ કરાવીને અનર્થની પરંપરા કરાવે છે તે મહાત્માના વીર્યથી અત્યંત દૂર રહે છે.
વળી, જેઓ મધ્યસ્થ પરિણામથી શરીરનું સ્વરૂપ અને ચિત્તનું સ્વરૂપ, સ્ત્રીઓનું સ્વરૂપ પરમાર્થથી જાણે છે તેઓને સ્ત્રીના અશુચિરૂપ શરીર પ્રત્યે રાગ થતો નથી અને વેદ આપાદક કર્મોના ઉદયથી સ્ત્રીઓના ચાંચલ્યનો વિચાર કરીને સ્ત્રીઓ પ્રત્યે તે મહાત્માઓ રાગ કરતા નથી; કેમ કે અનેક પ્રકારની અશુચિમય તેઓનું શરીર છે અને સ્ત્રીસ્વભાવથી સ્ત્રીઓના ચિત્તમાં ચંચળતાને કારણે રાગ પરાવર્તન થાય છે. અસાર એવા સ્ત્રીસમુદાય પ્રત્યે વિવેકીએ રાગ કરવો ઉચિત નથી તેમ ભાવન કરીને તે મહાત્માઓ કામને જીતે છે. વળી, કામની પત્ની રતિ મોહનીય નામની પરિણતિ છે, આથી જ જીવોને સ્ત્રીનો અભિલાષ થાય છે અને