________________
૨૩૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪| ચતુર્થ પ્રસ્તાવ ભોગો કરે છે. તેથી તેવા જીવોને પાપની વિરતિમાં લેશ પણ મતિ થતી નથી. ક્વચિત્ બાહ્ય ધર્મ કરે તો પણ બાહ્ય ભાવોથી જ આનંદ લેનારા બને છે. આથી જ સંયોગવશ સંયમ ગ્રહણ કરેલું હોય તોપણ બાહ્ય માન, ખ્યાતિ કે ભક્તવર્ગ આદિમાં જ તેનું ચિત્ત ગાઢ લિપ્સાથી પ્રવર્તે છે. વીતરાગતાને સ્પર્શે તે રીતે કોઈ અનુષ્ઠાનમાં તેઓનું ચિત્ત પ્રવર્તતું નથી. તે સર્વ વર રોગની અતિશયતારૂપ જ છે. આ રીતે ભોગમાં અતિ લોલુપ સંસારી જીવો ધનઅર્જનાદિ યત્ન કરે છે અને સાધુવેશમાં હોય ત્યારે પોતાનો વાસિતવર્ગ કે શિષ્યવર્ગ સંચય કરીને પર્ષદામાં કે બાહ્ય વૈભવમાં જ યત્ન કરે છે. જ્યારે તેઓના ધનાદિનો નાશ થાય કે ભક્તવર્ગ દૂર થાય ત્યારે ખેદ-ઉદ્વેગ આદિ થાય છે જે બળાત્કારથી કરાયેલા ભોજનના વમન જેવું છે. જેનાથી તેઓનું ચિત્ત અત્યંત વિહ્વળ થાય છે.
વળી, તે ચિત્તવિક્ષેપ મંડપમાં તૃષ્ણા નામની વેદિકા છે; કેમ કે પોતાનું ધનાદિ નાશ થાય છે ત્યારે ઉત્પન્ન થયેલો તૃષ્ણાનો અતિશય જ ગૃહસ્થને આકુળવ્યાકુળ કરે છે અને પાસસ્થાદિ સાધુઓને પોતાનાથી વાસિતવર્ગ અન્યત્ર જાય કે પોતાનાથી વાસિત સંયમ લેનાર અન્યત્ર જાય ત્યારે તૃષ્ણાથી આકુળવ્યાકુળ થાય છે. તે તૃષ્ણા વેદિકારૂપ જ છે. વળી તે વેલ્ડહલને થાય છે કે મારા શરીરમાં વાયુ છે તેથી આ વમન થયું અને પેટ ખાલી છે એટલે વાયુ ઉપર ચઢે છે માટે ફરી ભોજન કર્યું તેમ જીવ પણ કોઈક રીતે પોતાનો વૈભવ નાશ પામે, સ્વજનાદિ નાશ પામે ત્યારે ફરી તેની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે. અને પાસત્યાદિ સાધુ પણ પોતાનો વર્ગ અન્યત્ર ગયો હોય તો તેને પ્રાપ્ત કરવા અનેક પ્રકારના વિકલ્પો કરે છે અને વિચારે છે કે જો ફરી મારી પાસે આવશે તો હું તેને સારી રીતે સાચવીશ કે જેથી તે અન્યત્ર જાય નહીં. અને ધન નાશ થયું હોય તેઓ પણ ફરી ધન મેળવીને તેને સુરક્ષિત કરવાના જ વિચારો કરે છે, તે સર્વ વિપર્યાસ નામના વિક્ટરનું ચેષ્ટિત છે; કેમ કે ચિત્તમાં બાહ્ય પદાર્થોની પ્રાપ્તિમાં જ સુખ દેખાય છે, વીતરાગતામાં કે ત્રણગુપ્તિમાં સુખ દેખાતું નથી કે ઇચ્છાની મંદતામાં સુખ દેખાતું નથી તે સર્વ વિપર્યાસનું જ કાર્ય છે. વળી, જે પ્રમાણે તે વેલ્લાહલે વમન કરેલા તે ભોજનને ફરી ખાધું તેમ આ જીવે પણ સંસારમાં સર્વ વિષયો અનંતી વખત ભોગવ્યા છે તે જ શબ્દાદિ વિષયોને ફરી ફરી ભોગવે છે. વળી, સાધુ થઈને પણ પાસત્યાદિ ભાવોમાં બાહ્ય પર્ષદા અને બાહ્ય શિષ્યો અનંતીવાર પ્રાપ્ત કર્યા છે છતાં તેનાથી નહીં ધરાયેલો જીવ તેની જ વૃદ્ધિમાં તત્ત્વને જોનાર છે તે વમનથી મિશ્રિત તે ભોજનને ખાવા તુલ્ય ચેષ્ટા છે. જો કે સુસાધુ પણ આહારાદિ કરે છે પરંતુ પરમાર્થથી તેઓ ભોગ કરતા નથી. સુસાધુ તો સંયમના ઉપાયરૂપે જ આહાર ગ્રહણ કરે છે તેથી આહાર દ્વારા પણ સંયમના દેહની પુષ્ટિ કરીને તેના દ્વારા તૃષ્ણાના જ સંસ્કારો અત્યંત ઉચ્છેદ કરવા ત્રણગુપ્તિમાં જ યત્ન કરે છે. તેથી તેઓ વમન કરેલું ભોજન કરતા નથી.
વળી, વિવેકી શ્રાવકો કે સમ્યગ્દષ્ટિ જીવો પણ તૃષ્ણાને જીવની વિડંબનારૂપ જોનારા છે. તેથી શક્તિ અનુસાર જિનવચનના બળથી તૃષ્ણાને શાંત કરે છે અને ભોગોની કંઈક ઇચ્છા થાય છે ત્યારે પણ તે ઇચ્છાની વૃદ્ધિ ન થાય તે રીતે વિવેકપૂર્વક ભોગ કરીને તૃષ્ણાનું જ શમન કરે છે. તેથી જેઓ તૃષ્ણાના શમન માટે વિવેકપૂર્વક ભોગ કરે છે તેઓ વમનથી મિશ્રિત ભોજન કરનારા નથી. પરંતુ આત્માના નિરાકુળ સ્વભાવને પ્રગટ કરવા માટે યત્ન કરી રહ્યા છે અને જેઓ બાહ્ય ભોગ, બાહ્ય વૈભવ કે બાહ્ય પર્ષદા કે