________________
૨૪૪
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક :
તથાश्यामाकतण्डुलाकारस्तथा पञ्चधनुशतः । एको नित्यस्तथा व्यापी, सर्वस्य जगतो विभुः ।।१९१।। क्षणसन्तानरूपो वा, ललाटस्थो हृदि स्थितः । आत्मेति ज्ञानमात्रं वा, शून्यं वा सचराचरम् ।।१९२।। पञ्चभूतविवर्तो वा, ब्रह्मोप्तमिति वाऽखिलम् । देवोप्तमिति वा ज्ञेयं, महेश्वरविनिर्मितम् ।।१९३।। प्रमाणबाधितं तत्त्वं, यदेवंविधमञ्जसा ।
सद्बुद्धिं कुरुते तत्र, महामोहमहत्तमः ।।१९४ ।। चतुर्भिः कलापकम् ।। શ્લોકાર્ચ -
અને શ્યામાક તંડુલના આકારવાળો તથા આત્મા પાંચશે ધનુષ્ય પ્રમાણવાળો, એક નિત્ય તથા સર્વ જગતનો વ્યાપી વિભુ અથવા ક્ષણ સંતાનરૂપ લલાટમાં રહેલો, હૃદયમાં રહેલો આત્મા છે અથવા જ્ઞાન માત્ર છે. અથવા સચરાચર શૂન્ય છેઃચરાચર જે જગત દેખાય છે તે વાસ્તવિક નથી પરંતુ શૂન્ય છે, અથવા પંચભૂતનો વિવર્ત છે. અથવા અખિલ બ્રહ્મોત અથવા દેવોપ્ત છે એથી મહેશ્વર વિનિર્મિત જાણવો ચરાચર જગત્ દેખાય છે તે મહેશ્વરથી નિર્માણ કરાયો છે એમ જાણવું, પ્રમાણબાધિત જે આવા પ્રકારનું તત્વ છે=પૂર્વમાં વર્ણન કર્યું એવું તત્ત્વ છે તેમાં મહામોહ મહત્તમ શીધ્ર સબુદ્ધિને કરે છે આ તત્વ છે એ પ્રકારની બુદ્ધિને કરે છે. ll૧૯૧થી ૧૯૪ll શ્લોક :
जीवाजीवौ तथा पुण्यपापसंवरनिर्जराः । आस्रवो बन्धमोक्षौ च, तत्त्वमेतनवात्मकम् ।।१९५।। सत्यं प्रतीतितः सिद्धं, प्रमाणेन प्रतिष्ठितम् ।
तथापि निद्भुते भद्र! तदेष जनदारुणः ।।१९६।। युग्मम् ।। શ્લોકાર્ચ -
જીવ, અજીવ, પુષ્ય, પાપ, સંવર, નિર્જરા, આશ્રવ, બંધ, મોક્ષ તત્વ છે એ નવાત્મક સત્ય પ્રતીતિથી સિદ્ધ છે, પમાણથી પ્રતિષ્ઠિત છે. તોપણ હે ભદ્ર પ્રકર્ષ ! આ જનદારુણ એવો મિથ્યાદર્શન તેનો=નવતત્ત્વનો, અપાલાપ કરે છે. II૧૫-૧૯૬ll