________________
૩૩૯
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ
વળી, મોહનીયને છોડીને સાત કર્યો છે તેમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય જીવને દુઃખને દેનાર છે; કેમ કે અજ્ઞાનતા સર્વ દુઃખોનું બીજ છે અને અંતરાય ઇષ્ટની પ્રાપ્તિમાં વ્યાઘાતક છે. વળી, અન્ય ચાર કર્મો વેદનીય, નામ, ગોત્ર, આયુષ્ય શુભ-અશુભ રૂપ છે. તેમાં જે શુભકર્મો છે તે જીવને સુખ દેનારાં છે, અશુભકર્મો જીવને દુઃખ દેનારાં છે તોપણ જ્યાં સુધી મોહનીયનો નાશ થયો નથી ત્યાં સુધી તે સર્વ કર્મો મોહની વૃદ્ધિ કરવામાં અને મોહનું રક્ષણ કરવામાં સહાયક છે તેથી મોહનીયના સૈનિકો છે. વળી બહિરંગ દેશોમાં કેટલાક થોડા જીવો છે કે જેઓ પોતાના સ્વપરાક્રમના બળથી શત્રુભૂત એવા આ અંતરંગ મહામોહ આદિનો નાશ કરે છે. તેથી તેવા મહાત્માઓ સબૂત ભાવનાઓથી આત્માને ભાવિત કરે છે, હંમેશાં જિનવચનનું ક્વચ પહેરે છે અને શત્રુના નાશ માટે અપ્રમાદમાં તત્પર થાય છે તેઓને આ મહામોહ આદિ ઉપતાપને કરનારા બનતા નથી. આથી જ અવિરત સમ્યગ્દષ્ટિ, દેશવિરતિધર શ્રાવકો અને સુસાધુઓ હંમેશાં ભાવનાઓથી આત્માને અત્યંત ભાવિત રાખે છે. જિનવચનનું વારંવાર અવલંબન લઈને સ્વભૂમિકાનુસાર અજ્ઞાનનો નાશ કરવા યત્ન કરે છે અને શક્તિ અનુસાર કષાય-નોકષાયનો સતત ક્ષય કરે છે. કઈ રીતે કરે છે ? તે બતાવે છે –
સંસારરૂપી સમુદ્ર અનાદિ કાળનો છે, અનંત કાળ રહેનારો છે. અત્યંત જીવની વિડંબના સ્વરૂપ છે અને બાહ્ય સમુદ્રને તરવું જેટલું દુષ્કર નથી તેનાથી પણ અધિક દુષ્કર સંસારસમુદ્રને તરવા જેવું છે, માટે અપ્રમાદથી તેના નિસ્તરણમાં યત્ન કરવો જોઈએ. વળી રાધાવેધ સાધવો જેમ દુષ્કર છે તેમ મનુષ્યભવની પ્રાપ્તિ અતિદુર્લભ છે. કોઈક રીતે કોઈક જીવ રાધાવેધ સાધી લે તે રીતે એકેન્દ્રિય આદિમાં ભટકતા પોતાના આત્માએ મનુષ્યભવ પ્રાપ્ત કર્યો છે માટે સર્વ ઉદ્યમથી આત્મહિત સાધવા માટે પ્રયત્ન કરવો જોઈએ.
વળી, આ મનુષ્યભવનું જીવિત સંસારનાં સર્વ કાર્યોની ઇચ્છાના પાશનું મૂળ કારણ છે અને પાણીના પરપોટા જેવું ક્ષણમાં નાશ પામે તેવું છે, માટે તુચ્છ કાર્યોની ઇચ્છાનો ત્યાગ કરીને અનંતાં મરણોના ઉચ્છેદનું કારણ બને તે રીતે જીવિતને સફળ કરવું જોઈએ.
વળી, આ શરીર અત્યંત અશુચિથી બિભત્સ છે. આત્માથી ભિન્ન કર્મથી ઉત્પન્ન થયેલું છે અને રોગરૂપી પિશાચોનું ભાન છે. ક્ષણમાં નાશ પામે તેવું છે માટે શરીર પ્રત્યે મમત્વ કરીને તેના જ લાલન-પાલનમાં મનુષ્યભવને નિષ્ફળ કરવો જોઈએ નહીં. યૌવન ક્ષણભરમાં નાશ પામે તેવું છે. ભોગસામગ્રી ક્ષણમાં વિનાશ પામે તેવી છે માટે તેની આસ્થા કરીને મનુષ્યભવને નિષ્ફળ કરવો જોઈએ નહીં. વળી, વિષયો પ્રારંભમાં આલાદ ઉત્પન્ન કરે છે, અંતે અત્યંત દારુણ છે; કેમ કે શરીર આદિ નાશ કરે છે અને પાપ બંધાવીને દુર્ગતિઓમાં નાંખે છે તેથી કિંયાક ફળ જેવા પાંચ ઇન્દ્રિયોના વિષયો છે, આ પ્રકારે ભાવન કરીને વિષયાભિલાષને શાંત શાંતતર કરવા યત્ન કરવો જોઈએ.
વળી, સ્વજનાદિ પ્રત્યેનો મિથ્થા સ્નેહ દૂર કરવા વિચારવું જોઈએ કે સંસારમાં સર્વ જીવો સાથે સર્વ પ્રકારના સંબંધો જીવને અનંતી વખત પ્રાપ્ત થયા છે, તેથી પરમાર્થથી કોઈ સ્વજન કે પરજન નથી. વળી, જેમ રાત્રે એક વૃક્ષ ઉપર પક્ષીઓ ભેગાં થાય છે તેમ સર્વનો સંબંધ થયો છે. ભવની સમાપ્તિ સાથે સ્વ સ્વ