________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ
૩૧૧
સુંદર જણાય છે, અન્ય કંઈ તત્ત્વ દેખાતું નથી. તેથી રતિને પરવશ થયેલા તે જીવો અનેક પ્રકારની અનુચિત પ્રવૃત્તિઓ કરે છે.
વળી કામની પાસે હાસ્યાદિ પાંચ નોકષાયો વર્તે છે તેમાં હાસ્યમોહનીયકર્મ જીવને નિમિત્તે કે નિનિમિત્તે હાસ્ય ઉત્પન્ન કરાવીને મોહના ચાળા કરાવે છે. સજ્જનને ન શોભે તેવી અનુચિત ચેષ્ટા કરાવે છે અને પરલોકમાં દારુણ અનર્થોને પેદા કરે છે. તેની તુચ્છતા નામની પત્ની છે, જે હાસ્યના જ શરીર સ્વરૂપ છે; કેમ કે જીવમાં તુચ્છતા વર્તે છે તે જ હાસ્યને ઉત્પન્ન કરાવે છે તેથી હાસ્યની પરિણતિ સાથે તુચ્છતા એકમેક ભાવ સ્વરૂપે છે. વળી, ગંભીર ચિત્તવાળા જીવો હાસ્યનો પ્રસંગ હોય તોપણ માત્ર સ્મિત મુખ ઉપર દેખાય તેટલું હાસ્ય કરે છે પરંતુ તુચ્છ પ્રકૃતિવાળા જીવોની જેમ યથાતથા હાસ્ય કરતા નથી. વળી કાળા વર્ણવાળી ગાઢ, બીભત્સ અરિત છે જે લોકોને હંમેશાં નિમિત્તે કે નિર્નિમિત્તે દુઃખને ઉત્પન્ન કરાવે છે અને અતિને વશ થયેલા જીવો આલોકમાં દુઃખી થાય છે અને પરલોકમાં દુ:ખી થાય છે. વળી, કાંપતા શરીરવાળો ભય નામનો પુરુષ નજીક બેઠેલો છે. જે ચિત્તવૃત્તિમાં વર્તતો હોય ત્યારે કાયર બનાવે છે, સંત્રસ્ત બનાવે છે, ચિંતાથી વિહ્વળ બનાવે છે અને મૃત્યુ આદિના ભયથી વ્યાકુળ થયેલા તેઓ સત્ત્વ વગરનું મૃત્યુ પામે છે. વળી પરલોકમાં અનેક અનર્થો પ્રાપ્ત કરે છે.
વળી, ભયની પત્ની હીનસત્ત્વતા છે. જે ભયના જાણે સાક્ષાત્ દેહ સ્વરૂપે જ છે; કેમ કે હીનસત્ત્વવાળા જીવો ભય પામનારા હોય છે. સાત્ત્વિક જીવો તો આત્માના નિરાકુળ સ્વરૂપને જોનારા હોવાથી અને કર્મજન્ય સંયોગને જોનારા હોવાથી વિષમ સંયોગમાં પણ ભય પામતા નથી. વળી શોક પૂર્વમાં તામસચિત્તનગરમાં ગયેલો હતો, તે વખતે જ ચિત્તરૂપી અટવીમાં આવે છે અને કોઈ કારણના નિમિત્તને પામીને લોકોને દૈન્ય, આક્રંદ, રુદન આદિ કરાવે છે.
વળી, ઇષ્ટનો વિયોગ થાય, અનિષ્ટનો સંયોગ થાય ત્યારે મૂઢ જીવો શોકને વશ થાય છે. વળી, શોક કરવાથી જ અમે દુઃખથી મુકાશું એમ માને છે પરંતુ જેમ જેમ શોક કરે છે તેમ તેમ શોક વધે છે. વળી શોકને વશ જીવો ધર્મ સાધવા સમર્થ થતા નથી. અતિ શોકને વશ મૃત્યુ પણ પામે છે, મસ્તકાદિ ફૂટે છે, લોકોને દયા ઉત્પન્ન કરે તેવી અનેક પ્રકારની ચેષ્ટાઓ કરે છે. દીનતાથી ભાષણ કરે છે અને અતિ શોકને પરવશ થયેલા તેઓ દુર્ગતિમાં પડે છે. વળી, ભવની આસ્થા નામવાળી દારુણ સ્વભાવવાળી શોકની પત્ની છે; કેમ કે જીવને ભવનાં સુખોની આસ્થા છે. તેથી જ નિમિત્તને પામીને શોકને પ્રાપ્ત કરે છે, તેથી શોક સાથે એકમેક શરીરવાળી ભવની આસ્થારૂપ પરિણતિ છે.
વળી, કાળાવર્ણવાળી જુગુપ્સા વર્તે છે; કેમ કે દ્વેષમાંથી જ ઉત્પન્ન થયેલ જુગુપ્સા મોહનીયકર્મ છે તેથી કૃષ્ણ વર્ણવાળી છે અને લોકોને બાહ્ય અશુચિ આદિ પદાર્થોને જોઈને જુગુપ્સા ઉત્પન્ન કરે છે અને જુગુપ્સાને વશ થઈને વારંવાર શ૨ી૨ની શુદ્ધિ આદિ કરે છે, આત્માની શુદ્ધિ આદિની ચિંતા કરતા નથી અને આરંભસમારંભ કરીને જુગુપ્સાને વશ ઘોર સંસારમાં ભટકે છે.
વળી, રાગકેસરી રાજાની આગળ આઠ બાળકો અને દ્વેષગજેન્દ્ર આગળ આઠ બાળકો નાચે છે તે અનંતાનુબંધી આદિ સોળ કષાય રૂપ છે. મિથ્યાત્વના ઉદયવાળા જીવોને અનંતાનુબંધી કષાયનો ઉદય વર્તે