________________
૩૧૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ
શ્લોક :
दर्शनादेव निर्णीतो, बुद्ध्या च परिनिश्चितः । रसनाजनको भद्र! स एवायं न संशयः ।।४७६।।
શ્લોકાર્ય :
દર્શનથી જ નિર્ણય કરાયેલો, બુદ્ધિથી જ પરિનિશ્ચિત કરાયેલો હે ભદ્ર!તે જ આ=વિષયાભિલાષ રસનાનો જનક છે, સંશય નથી. II૪૭૬ાા ભાવાર્થ -
વળી, વિમર્શ પ્રકર્ષને દ્વેષગજેન્દ્રનું સ્વરૂપ બતાવે છે જે મહામોહની બાજુમાં બેઠેલો રાજા છે તે વૈષગજેન્દ્ર છે. તેથી એ ફલિત થાય કે જેમ અજ્ઞાનરૂપ મહામોહની પાસે રાગ બેસે છે તેમ અન્ય બાજુ ષ બેસે છે. જે બંને જીવમાં વર્તતા અજ્ઞાનથી જ ઉત્પન્ન થાય છે; કેમ કે જીવને રાગ-દ્વેષ સુખાત્મક નથી, દુઃખાત્મક છે, છતાં જીવને પોતાના પારમાર્થિક સ્વરૂપનું અજ્ઞાન છે તેથી જીવમાં જેમ રાગ ઉત્પન્ન થાય છે તેમ Àષ ઉત્પન્ન થાય છે. વળી, રાગ જીવમાં પ્રથમ ઉત્પન્ન થાય છે પછી ઢેષ થાય છે; કેમ કે જેને કોઈ પદાર્થ પ્રત્યે રાગ ન હોય તેને ઇચ્છાનો જ અભાવ હોવાથી કોઈ પદાર્થ પ્રત્યે દ્વેષનો સંભવ નથી. પરંતુ જીવને બાહ્ય શારીરિક સુખ કે સુખની સામગ્રીની ઇચ્છારૂપ રાગ વર્તે છે, તેથી જ તેની વ્યાઘાતક સામગ્રીમાં દ્વેષ થાય છે. માટે રાગ કરતાં દ્વેષ જન્મથી નાનો છે તોપણ રાગકેસરીના વીર્યથી લોકમાં તે અધિક છે; કેમ કે ઘણા જીવો હંમેશાં દ્વેષ, ઈર્ષ્યા આદિ ભાવો જ કરનારા પ્રાપ્ત થાય છે. રાગ તો પુણ્યના ઉદયથી અનુકૂળ સામગ્રી મળે કે અનુકૂળ સામગ્રીની ઉપસ્થિતિ થાય ત્યારે પ્રગટ થાય છે. પરંતુ પ્રાયઃ જીવોને વારંવાર થાય છે.
વળી રાગકેસરીથી જીવો ભય પામતા નથી, જ્યારે દ્વેષથી હંમેશાં જીવો ભય પામે છે. આથી જ અતિક્રોધિત થયેલો જીવ દાંત કચકચાવે છે અને જેના પ્રત્યે દ્વેષ કરે છે તેનાથી ઉપદ્રવ થવાના ભયથી હંમેશાં કાંપે છે. વળી જીવના ચિત્તમાં જ્યારે દ્વેષ વર્તતો હોય ત્યારે જીવમાં પ્રીતિનો સંગમ થતો નથી અને જીવો અત્યંત દ્વેષથી, અરતિથી દુઃખી જ થાય છે. વળી, પરલોકમાં પણ તીવ્ર નરકની વેદના પ્રાપ્ત કરે છે. વળી, તે દ્વેષની પત્ની અવિવેકિતા છે આથી જ વૈષી જીવોમાં પ્રાયઃ વિવેક નાશ પામે છે. વળી, રાગ-દ્વેષની નજીકમાં ત્રણ વેદથી યુક્ત કામ બેઠેલો છે; કેમ કે જીવમાં રાગના પરિણામને કારણે જ કામનો ઉદય થાય છે. તે કામ પણ ત્રણ પ્રકારના ભેદથી યુક્ત છે. તેથી પુરુષવેદવાળા જીવોને સ્ત્રીઓ પ્રત્યે રાગ થાય છે. સ્ત્રીવેદના ઉદયવાળા જીવોને પુરુષ પ્રત્યે રાગ થાય છે અને નપુંસકવેદના ઉદયવાળાને અત્યંત કામનો ઉદય બંને પ્રકારનો વર્તે છે.
વળી, આ કામ જગતના જીવોને અત્યંત વિડંબના કરનાર છે. તેની રતિ નામની પત્ની છે, જે કામના શરીર સ્વરૂપ છે; કેમ કે કામના સેવનકાળે જીવોને તે પ્રકારની રતિનો અનુભવ થાય છે, જેનાથી મૂઢ થયેલા જીવો હિતાહિતનો વિચાર કરી શકતા નથી. વળી, જેઓ રતિને અત્યંત પરવશ છે તેઓને કામ જ