________________
૩૦૯
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ
૩૦૯ શ્લોક :
अस्यैव तानि वर्तन्ते, पुत्रभाण्डानि सुन्दर! ।
यानि मिथ्याभिमानेन, कथितानि पुराऽऽवयोः ।।४७१।। શ્લોકાર્ચ -
હે સુંદર ! આના જ તે પુત્રો ભાંડો વર્તે છે. તેઓ મિથ્યાભિમાન વડે પૂર્વમાં આપણે બંનેને કહેવાયેલા હતા. ll૪૭૧ શ્લોક :
तद्वशेन जगत्सर्वं, वशीकृत्य महाबलः ।
भद्र! नूनं करोत्येव, चेष्टया तुल्यमात्मनः ।।४७२।। શ્લોકાર્ય :
હે ભદ્ર! તેના વશથીeતે પુત્રોના વશથી, જગત સર્વને વશ કરીને મહાબલ એવો તે વિષયાભિલાષ મંત્રી ખરેખર ચેષ્ટાથી પોતાના તુલ્ય કરે જ છે=જગત સર્વને પોતાના તુલ્ય કરે જ છે. ll૪૭૨ll શ્લોક :
તથાદિएतत्प्रयुक्तैर्ये दृष्टा, मानुषैर्भद्र! देहिनः । ते स्पर्शरससद्गन्धरूपशब्देषु लालसाः ।।४७३।। कार्याऽकार्यं न पश्यन्ति, बुध्यन्ते नो हिताऽहितम् । भक्ष्याऽभक्ष्यं न जानन्ति, धर्माऽऽचारबहिष्कृताः ।।४७४।। तन्मात्रलब्धसौहार्दा, वर्तन्ते सार्वकालिकम् ।
नान्यत्किञ्चन वीक्षन्ते, यथाऽसौ वर्तते जडः ।।४७५ ।। त्रिभिर्विशेषकम् ।। શ્લોકાર્ચ -
તે આ પ્રમાણે – આનાથી પ્રયુક્ત એવા માનુષો વડે=વિષયાભિલાષથી મોકલાયેલા એવા મનુષ્યો વડે, જોવાયેલા જે જીવો છે, તેઓ હે ભદ્ર! સ્પર્શ, રસ, સુંદર સુગંધ, રૂપ અને શબ્દોમાં લાલસાવાળા થાય છે. ધર્મના આચારથી બહિષ્કૃત થયેલા કાર્યાકાર્યને જોતા નથી અર્થાત્ મારા માટે કર્તવ્ય છે શું અકર્તવ્ય છે તે જોતા નથી. હિતાહિતને જાણતા નથી. ભક્ષ્યાભઢ્યને જાણતા નથી. તન્માત્રમાં પ્રાપ્ત થયેલા સૌહાર્દવાળા=ભોગ માત્રમાં પ્રાપ્ત થયેલા પ્રીતિવાળા, સર્વકાલ વર્તે છે. અન્ય કંઈ જોતા નથી. જે પ્રમાણે આ જડ જીવ=વિચક્ષણનો ભાઈ જડ જીવ વર્તે છે. II૪૭૩થી ૪૭૫