________________
૨૭૪
શ્લોક ઃ
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ
यतः शरीरनिक्षिप्तां, पार्वतीमिव शङ्करः ।
નામેષ સવા રાના, ધારયત્નેવ મૂઢતામ્ ।।રૂ૨૪।।
શ્લોકાર્થ ઃ
જે કારણથી જેમ પાર્વતીને શંકર તેમ શરીરમાં નિક્ષિપ્ત આ મૂઢતાને આ રાજા=રાગકેસરી રાજા, સદા ધારણ કરે જ છે. II૩૨૪]]
શ્લોક ઃ
--
ततश्च
अन्योऽन्याऽनुगतो नित्यं यथा देहस्तथाऽनयोः ।
अविभक्ता विवर्तन्ते, गुणा अपि परस्परम् ।। ३२५ ।।
શ્લોકાર્થ
અને તેથી આ બંનેનો=રાગકેસરી અને મૂઢતા બંનેનો, દેહ નિત્ય જે પ્રમાણે અન્યોન્યને અનુગત છે, તે પ્રમાણે ગુણો પણ પરસ્પર અવિભક્ત વર્તે છે. II૩૨૫।।
ભાવાર્થ:
મિથ્યાત્વ મહામોહનાં કાર્ય કરવામાં દૃઢ પ્રણિધાનવાળો છે તેથી મિથ્યાત્વે જ ચિત્તવિક્ષેપમંડપ કર્યો છે. ગાઢ તૃષ્ણા વેદિકા રચી છે અને આ વિપર્યાસ વિષ્ટ૨ રચ્યું છે. તેથી જે જીવોમાં તત્ત્વને જોવામાં વિપર્યાસ વર્તે છે તે અન્ય દર્શનમાં વર્તતા હોય, સ્વદર્શનમાં વર્તતા હોય કે ગૃહસ્થ હોય તેઓના ચિત્તમાં હંમેશાં ચિત્તનો વિક્ષેપ વર્તે છે. બાહ્ય પદાર્થોની તૃષ્ણા ગાઢ વર્તે છે. અને વિપર્યાસ વર્તે છે જેના ઉપર મહામોહ બેસે છે. વળી મિથ્યાદર્શને ચિત્તવિક્ષેપ આદિ કરીને બહારના લોકોને શું શું અનર્થો કર્યા છે ? તે બતાવે છે
સંસારી જીવો ધર્મબુદ્ધિથી પણ હંમેશાં ઉન્મત્તગ્રસ્ત જેવા વર્તે છે તેથી તે તે દર્શનના અસંબદ્ધ આચારો કરીને અમે ધર્મ કરીએ છીએ તેવો વિભ્રમ ચિત્તવિક્ષેપથી થાય છે અને સ્વદર્શનમાં રહેલા પણ તત્ત્વને જોવામાં અસમર્થ જીવોમાં વીતરાગતાનું કારણ ન હોય તેવી અસંબદ્ધ પ્રવૃત્તિ ધર્મરૂપે ભાસે છે. તે સર્વ ચિત્તનો વિક્ષેપ મિથ્યાદર્શનથી થાય છે. અને તે મિથ્યાદર્શનથી કરાયેલા ચિત્તવિક્ષેપરૂપ મંડપનું કાર્ય છે. વળી, આલોક અને પરલોકનાં તુચ્છ સુખો અર્થે અવિવેકપૂર્વક ધર્મની જે પ્રવૃત્તિ અન્ય દર્શનવાળા કરે છે અને સ્વદર્શનમાં પણ જે માન-ખ્યાતિ આદિ અર્થે ધર્મ કરે છે તેનું કારણ મિથ્યાદર્શનથી કરાયેલી તૃષ્ણા નામની વેદિકા છે. વળી, અપાત્રમાં પાત્રબુદ્ધિ, પાત્રમાં અપાત્રબુદ્ધિ, જે અન્ય દર્શનવાળા કરે છે અને સ્વદર્શનમાં પણ પાસસ્થા આદિમાં સુસાધુની બુદ્ધિ અને ગુણસંપન્ન સાધુમાં કુસાધુની બુદ્ધિ જે સંસારી જીવો કરે છે તે સર્વ મિથ્યાદર્શનથી કરાયેલ વિપર્યાસ નામનું વિષ્ટ૨ છે.