________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ
૨૫૦
શ્લોકાર્થ :
અને
આ રીતે સ્થિત હોતે છતે વિશ્વાસથી અર્પિત ચિત્તવાળા આમના માટે=મહામોહ માટે, અન્ય વ્યાપારમાં શૂન્ય એવા મારા વડે=મિથ્યાદર્શન વડે, સર્વદા અત્યંત હિત કરવું જોઈએ. II૨૨૬II ભાવાર્થ :
અગૃહીતસંકેતા સંસારી જીવને આગળના કથનનું નિવેદન કરવા વિજ્ઞપ્તિ કરે છે. તેથી ત્યારપછીનું કથન સંસારી જીવ કરે છે. વિમર્શ પ્રકર્ષને કહે છે મહાનદ્યાદિનો ભાવાર્થ જો તે જાણ્યો હોય તો હવે અન્ય તને શું જાણવું છે ? તેથી પ્રકર્ષ વિમર્શને પ્રશ્ન કરે છે. મહાનરેન્દ્રનો પરિવાર કેવા સ્વરૂપ-વાળો છે તે નિવેદન કરો. તેથી એ ફલિત થાય કે વિચક્ષણ પુરુષ પોતાની મતિના પ્રકર્ષથી મહામોહના પરિવારને જાણવાની જિજ્ઞાસા કરે છે અને વિચક્ષણ પુરુષની વિમર્શશક્તિ તેનો નિર્ણય કરે છે. જેમ બુદ્ધિમાન પુરુષને સંસારના વાસ્તવિક સ્વરૂપને જોવાની જિજ્ઞાસા થાય છે તે માર્ગાનુસા૨ી બુદ્ધિનો પ્રકર્ષ છે અને તેનાથી તે જીવ સંસારનું વાસ્તવિક સ્વરૂપ નિપુણ પ્રજ્ઞાપૂર્વક વિમર્શ કરીને નિર્ણય કરે છે, તેમ પ્રસ્તુતમાં પણ જીવમાં વર્તતી માર્ગાનુસારી બુદ્ધિનો પ્રકર્ષ મહામોહ આદિના સ્વરૂપને જાણવાની જિજ્ઞાસાવાળો બને છે અને બુદ્ધિની વિમર્શશક્તિ નિપુણ પ્રજ્ઞાપૂર્વક તેના સ્વરૂપને જાણવા યત્ન કરે છે. અને તે જ બતાવતા પ્રકર્ષ પ્રશ્ન કરે છે. મહામોહ રાજાની નજીકમાં આ કયો પુરુષ છે જે કૃષ્ણવર્ણવાળો, સુભીષણ અને બીજા રાજાઓને વક્રચક્ષુથી જુએ છે ? તેના ઉત્તર રૂપે વિમર્શ કહે છે
મિથ્યાદર્શન નામનો મહામોહનો મહત્તમ છે જે મહામોહના રાજ્યના સર્વસ્વનો નાયક છે. આનાથી એ ફલિત થાય કે જીવમાં જે ગાઢ અજ્ઞાનતા વર્તે છે તે મહામોહ છે અને તેના કારણે જ તેને વિપર્યાસરૂપ મિથ્યાદર્શન પ્રગટે છે. અને મિથ્યાદર્શન જીવનો મલિન પરિણામ છે તેથી કૃષ્ણવર્ણવાળો છે, જીવનું એકાંત અહિત કરનાર છે, તેથી સુભીષણ છે અને જીવમાં સંસારનું પરિભ્રમણ અસ્ખલિત ચાલે અને મહામોહનું રાજ્ય લીલુંછમ રહે તેવો યત્ન કરનાર જીવનો વિપર્યાસવાળો પરિણામ છે. આથી જ જીવને અદેવમાં દેવબુદ્ધિ, અધર્મમાં ધર્મબુદ્ધિ, અતત્ત્વમાં તત્ત્વબુદ્ધિ થાય છે, અપાત્રમાં પાત્રબુદ્ધિ થાય છે. અગુણમાં ગુણબુદ્ધિ થાય છે. અને સંસારના હેતુઓ તેને મોક્ષના હેતુ જણાય છે.
આનાથી એ ફલિત થાય કે જીવમાં જ્યારે અત્યંત વિપર્યાસ વર્તે છે ત્યારે અદેવમાં દેવબુદ્ધિ થાય છે વીતરાગ દેવ સિવાયના અન્ય દેવો જ દેવરૂપે જણાય છે. વળી ક્વચિત્ જૈનધર્મની આચરણા કરે છે તોપણ વીતરાગને વીતરાગરૂપે જાણીને હું વીતરાગની તે પ્રકારે ભક્તિ કરું જેથી મારામાં વીતરાગની જેમ જ ક્રમસર વીતરાગતા પ્રગટે તેવી માર્ગાનુસારી બુદ્ધિ પ્રગટ થતી નથી. પરંતુ મૂર્તિરૂપે કે નામરૂપે વીતરાગને સ્વીકારે છે. પરંતુ મૂઢતાથી તેના સ્વરૂપનો કંઈ વિચાર કરતાં નથી. માત્ર તેની બાહ્ય ભક્તિ કરીને હું સંસારસાગરથી તરીશ એવો ભ્રમ ધારણ કરે છે જે મિથ્યાદર્શનનો જ પ્રભાવ છે.
વિપર્યાસને કારણે અધર્મમાં ધર્મબુદ્ધિ થાય છે. આથી જ ક્યારેક તપ, ત્યાગ આદિ ધર્મનાં સર્વ બાહ્ય