________________
૨૩૩
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪| ચતુર્થ પ્રસ્તાવ શિષ્યવર્ગ માત્રના લોભથી પ્રવૃત્તિ કરનારા છે તેઓની તૃષ્ણા શાંત થતી નથી, પરંતુ જેમ જેમ તે સામગ્રી પ્રાપ્ત થાય છે તેમ તેમ તે વૃદ્ધિ પામે છે જેનાથી કર્મનું અજીર્ણ ગાઢ થાય છે. જેના ફળરૂપે તેઓ પણ વેલ્ડહલની જેમ અંતે દુરંત નરકમાં જઈને પડે છે. વળી ધર્માચાર્ય યોગ્ય જીવોને કહે છે કે અનંત આનંદ, સદ્વર્ય, સદ્જ્ઞાન દર્શન સ્વરૂપવાળો તું છો. તને બાહ્ય વિષયોના ભોગોમાં લિસા રાખવી ઉચિત નથી. વળી, આ સંસારના તમામ ભોગો દુ:ખથી ઉત્પન્ન થયેલા છે, દુઃખરૂપ છે અને દુઃખના કારણ છે માટે બુદ્ધિમાન પુરુષે તેમાં રાગ કરવો જોઈએ નહીં.
આનાથી એ પ્રાપ્ત થાય કે જેઓને બાહ્ય વૈભવ કે બાહ્ય માન-સન્માન આદિ સુખ સ્વરૂપ દેખાય છે તેઓ ઇચ્છાથી આકુળ થઈને તેના માટે યત્ન કરે છે. તે ઇચ્છા સ્વયં દુઃખરૂપ છે. પુણ્યના સહકારથી તે સામગ્રી મળે તો પણ તેના નાશની ચિંતાથી, રક્ષણની ચિંતાથી જીવ સદા વ્યાકુળ રહે છે તેથી તત્ત્વથી તે બાહ્ય સામગ્રી દુ:ખરૂપ છે અને તેનાથી કર્મ બાંધીને દુર્ગતિમાં જાય છે તેથી દુર્ગતિનું કારણ છે. માટે વિવેકીએ બાહ્ય પદાર્થો પ્રત્યેનો સંશ્લેષ ક્ષીણ ક્ષીણતર થાય તે રીતે ઉચિત યત્ન કરવો જોઈએ. આ પ્રકારે સદ્દગુરુ પ્રમાદમાં આસક્ત જીવને વારણ કરે છે તોપણ બાહ્ય પદાર્થોમાં જ જેને સુખબુદ્ધિ છે તેઓ તેના સિવાય અન્ય કંઈ સારરૂપ જોતા નથી. અનિચ્છામાં સુખ છે, મોક્ષમાં સુખ છે ઇત્યાદિ વાતો તેમને ઇન્દ્રજાળ જેવી દેખાય છે. તેથી બાહ્ય ભોગોમાં જ વૃદ્ધિ કરીને જેઓ ગાઢ આસક્ત થઈને તેવી દારુણ અવસ્થાને પામે છે જેથી અંતે નરકમાં જઈને અનેક પ્રકારની કદર્થનાને પ્રાપ્ત કરે છે. તે આ સર્વ પ્રમાદથી યુક્ત તદ્ વિલાસપરાયણ વિક્ષિપ્ત ચિત્ત અને તૃષ્ણાથી આર્ત વિપર્યાસને વશ થયેલા જીવની અવસ્થા છે. અને સર્વ દોષોના સમૂહથી પૂરિત માનસમાં સન્નિપાત જેવો ઘોર મહામોહ આ જીવના ચિત્તમાં વર્તે છે. તેથી આત્માના પારમાર્થિક સુખની ગંધ પણ તેને પ્રાપ્ત થતી નથી અને મહામોહને વશ થઈને અત્યંત કર્મ અજીર્ણને પ્રાપ્ત કરે છે અને દુરંત સંસારમાં ભટકે છે. શ્લોક :
વિષ્યप्रवर्तकश्च सर्वेषां, कार्यभूतश्च तत्त्वतः ।
महामोहनरेन्द्रोऽयं, नद्यादीनां सुलोचने! ।।१४७।। શ્લોકાર્ચ -
અને વળી હે સુલોચના અગૃહીતસંકેતા ! નદી આદિ સર્વનો પ્રવર્તક અને તત્વથી કાર્યભૂત આ મહામોહનરેન્દ્ર છે. ll૧૪૭ll શ્લોક :
तदेवं राजपुत्रीयो, दृष्टान्तोऽनेन सुन्दरि! । महानद्यादिवस्तूनां, दर्शितो भेदसिद्धये ।।१४८।।