________________
૨૩૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ
બ્લોક :
प्राहाऽगृहीतसङ्केता, चारु चारु निवेदितम् ।
सत्यं प्रज्ञाविशालाऽसि, नास्ति मे संशयोऽधुना ।।१५७।। શ્લોકાર્ચ -
અગૃહીતસંકેતા કહે છે સુંદર સુંદર નિવેદન કરાયું. સત્ય તું પ્રજ્ઞાવિશાલા છે, હવે મને સંશય નથી. II૧પ૭ll. ભાવાર્થ -
પ્રજ્ઞાવિશાલાએ અગૃહીતસંકેતાને મહાનઘાદિનું સ્વરૂપ કથાના ઉપનય દ્વારા બતાવ્યું છતાં તેનો સૂક્ષ્મ પદાર્થ પ્રાપ્ત કરવો અતિ દુષ્કર છે તેથી ફરી સંક્ષેપથી તેનું વિભાજન બતાવે છે. નદી આદિનું જે પૂર્વમાં વર્ણન કર્યું તે સર્વનો પ્રવર્તક મહામોહ છે અને તે નદી આદિનો કાર્યભૂત મહામોહ છે. તેથી એ પ્રાપ્ત થાય કે જીવમાં અજ્ઞાન વર્તે છે તેથી જ જીવ પોતાના સુખની પ્રાપ્તિમાં પ્રમાદ કરે છે, આથી જ અજ્ઞાનને કારણે સુખના ઉપાયરૂપે બાહ્ય પદાર્થોને માનીને સ્વયં અંતરંગ ક્લેશરૂપ દુઃખને પ્રાપ્ત કરે છે. તેથી જીવમાં જે પ્રમાદાદિ ભાવો વર્તે છે. તે જીવને તત્કાલ ફ્લેશ કરાવે છે, ક્લિષ્ટ કર્મો બંધાવે છે, દુર્ગતિઓની પરંપરાની પ્રાપ્તિ કરાવે છે તે સર્વનું પ્રવર્તક જીવને પોતાની કષાયની અનાકુળતા રૂપ સુખ વિષયક અજ્ઞાન વર્તે છે તે જ પ્રમત્તતા નદી આદિનું પ્રવર્તક છે. વળી, જીવ પ્રમાદ આદિને વશ થઈને જે સર્વ લેશો કરે છે તેનાથી તત્ત્વના વિષયમાં અજ્ઞાનતા પ્રવર્તે તેવા કર્મો બંધાય છે તેથી પ્રમાદ આદિ નદીઓનું કાર્યભૂત મહામોહ છે તે બતાવવા માટે જ અનુસુંદર ચક્રવર્તીએ આ વેલ્ડહલનું દૃષ્ટાંત બતાવેલ છે. છતાં ફરી હું તેનું વિશેષ સ્વરૂપ સ્પષ્ટ કરું છું એમ કહીને પ્રજ્ઞાવિશાલા પ્રમત્તતા આદિ નદીઓનું વિશેષ સ્વરૂપ બતાવે છે –
જીવમાં વિષયોની સન્મુખતા છે તે પ્રમત્તતા છે. અને વિષયોની સન્મુખતાને કારણે વિષયોમાં પ્રવર્તન તે તવિલસિત છે. તેથી એ પ્રાપ્ત થાય કે વળી, જે જીવોમાં વિવેક પ્રગટ થયો નથી તેઓ વિષયોમાં પ્રવૃત્તિ કર્યા પછી લોલુપતાથી શૂન્ય ચિત્તવાળા થાય છે તે તેઓનો ચિત્તવિક્ષેપ છે. વળી તેઓ બાહ્ય ત્યાગ આદિ કરે તો પણ માન-ખ્યાતિ આદિમાં લોલુપતાને કારણે શૂન્ય ચિત્તવાળા પોતાનાં તે તે કૃત્યો સ્વમુખે લોકોને કહીને કે પોતાનાં તે તે ત્યોની પ્રશંસાને સાંભળીને વિક્ષિપ્ત ચિત્તવાળા રહે છે. વળી, ભોગોમાં તૃપ્તિનો અભાવ અને ઘણું ભોગવવા છતાં અધિક અધિકની વાંછા તે તૃષ્ણા કહેવાય છે. આથી જ જેઓને માનખ્યાતિની કે લોકોમાં પોતાની પ્રશંસા આદિ ભાવોની અત્યંત વાંછા છે તેઓ હંમેશાં તૃષ્ણાથી વ્યાકુળ છે. જેમ સંસારી જીવો ધનની તૃષ્ણાથી વ્યાકુળ છે તેમ સાધુવેશમાં કે ત્યાગ કરનારા પણ તૃષ્ણાથી વાસિત હોય તો સ્વાથ્યના સુખને પામતા નથી. વળી, અનેક પ્રકારનાં પાપો કરીને ભોગ પ્રાપ્ત કર્યા હોય તેને અધિક અધિક પ્રાપ્ત કરવાની ઇચ્છા થતી હોય અને કોઈક રીતે પ્રાપ્ત થયેલા ભોગો નાશ પામ્યા હોય તો ફરી તેને મેળવવાની ઇચ્છા થયા કરે તે વિપર્યાસ કહેવાય છે. આથી જ માત્ર બાહ્ય ખ્યાતિ કે બાહ્ય આચારોમાં જ જેઓ ધર્મબુદ્ધિ ધારણ કરીને તે તે પ્રવૃત્તિ કરવા માટે અભિલાષવાળા છે પરંતુ આત્માના પારમાર્થિક