________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ
સ્વાસ્થ્યનો લેશ પણ વિચાર કરતા નથી તે સર્વ વિપર્યાસરૂપ જ છે. વળી અનિત્ય પદાર્થોમાં નિત્યતાની બુદ્ધિ, અશુચિવાળા પદાર્થોમાં શુચિપણાની બુદ્ધિ, ભોગના ક્લેશોમાં સુખપણાની મતિ, આત્માથી ભિન્ન એવા બાહ્ય ભાવોમાં જ ગાઢ વિપરીત મતિ તે સર્વ અવિદ્યા છે. જે અવિદ્યા મહામોહનું શરીર છે અને અવિદ્યાના શરીરથી જ તે મહામોહ પ્રમત્તતા આદિ સર્વ ભાવોનો જનક છે અને જીવમાં વર્તતા પ્રમત્તતા આદિ ભાવોથી જ તે મહામોહ અધિક અધિક ઉત્પન્ન થાય છે.
૨૩૭
જે જીવોમાં વિવેક પ્રગટ્યો છે તેવા વિવેકી જીવો આ મહાનદી આદિનાં સ્વરૂપો સૂક્ષ્મ બુદ્ધિથી ભાવન કરવાં જોઈએ. જેથી અહિતથી આત્માનું રક્ષણ થાય. જે જીવોમાં વિવેક પ્રગટ્યો છે તેવા અવિરત સમ્યગ્દષ્ટિ આદિ સર્વ મહાત્માઓ હંમેશાં આત્માના નિરાકુળ સ્વભાવને સન્મુખ હોય છે, વિષયને સન્મુખ હોતા નથી. ક્વચિત્ અવિરતિ આપાદક કર્મોને કારણે વિષયોની ઇચ્છા તેમને થાય છે તોપણ વિવેકપૂર્વક તેને શમન ક૨વાને અભિમુખ પરિણામવાળા તેઓ હોય છે અને ઇચ્છા શાંત ન થાય તો વિષયોમાં પ્રવૃત્તિ કરે છે તોપણ વિષયોને સન્મુખ તેઓનું ચિત્ત નહીં હોવાથી અને આત્માના નિરાકુળ સ્વભાવને સન્મુખ તેઓનું ચિત્ત હોવાથી પોતાની શક્તિ અનુસાર કષાયોના ક્ષયમાં જ યત્ન કરે છે. આથી જ એવા વિવેકી જીવો ભોગોને ક૨ીને પણ કષાયોની આકુળતાને શાંત ક૨વા યત્ન કરે છે અને કોઈક નિમિત્તથી તેઓ પ્રમાદવાળા બને છે ત્યારે વિષયોને સન્મુખ ભાવ થાય છે, તેથી ગુણસ્થાનકથી પાતને અભિમુખ પણ થાય છે. આથી જ વિષયને સન્મુખ થયેલા મુનિઓ પણ પ્રમાદને કારણે જ પાતને અભિમુખ થાય છે. વળી પાતને અભિમુખ થયા પછી ભોગોમાં પ્રવૃત્તિ તે તવિલસિત પુલિન છે. જેઓ વિષયોમાં પ્રવૃત્તિ કર્યા પછી લોલુપતાથી શૂન્ય ચિત્તવાળા થાય છે તે તેઓના ચિત્તનો વિક્ષેપ છે. આથી જ વિવેકી પુરુષોને કોઈક નિમિત્તથી વિષયોમાં લોલુપતાને કારણે ચિત્તવિક્ષેપ થાય તો તત્ત્વનું ભાવન કરીને તે વિક્ષેપોને દૂર કરવા યત્ન કરે છે. આથી જ અવિરત સમ્યગ્દષ્ટિ કે વિવેકી શ્રાવકો પણ ચિત્તના વિક્ષેપને શાંત કરવા વારંવાર સાધુધર્મનું પરિભાવન કરે છે અને વિચારે છે કે જે સુખ નિઃસ્પૃહી મુનિઓને છે તે સુખ બાહ્ય વિષયોની પ્રાપ્તિમાં પણ નથી અને જેઓનું ચિત્ત બાહ્ય વિષયોથી પર છે તેઓને પણ માન-ખ્યાતિ આદિ ભાવો પ્રત્યે નિરપેક્ષભાવ વર્તે છે, આથી જ તેઓ સુખી છે.
શ્લોક ઃ
तत्तिष्ठ त्वं विशालाक्षि ! साम्प्रतं विगतश्रमः । निवेदयतु संसारिजीव एव ततः परम् ।।१५८।।
શ્લોકાર્થ :
તે કારણથી=તું પ્રજ્ઞાવિશાલા છે એમાં સંશય નથી તે કારણથી, હે વિશાલાક્ષિ ! તું હવે રહે, નાશ પામેલો છે શ્રમ જેને એવો સંસારી જીવ જ=અનુસુંદર ચક્રવર્તી જ, હવે બીજું નિવેદન કરો. ।।૧૫૮॥