________________
૨૩૫
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ય :
ભોગોમાં તૃતિનો અભાવ અને ઘણું ભોગવવા છતાં ઉત્તરોત્તર વાંછા મનીષી વડે તૃષ્ણા કહેવાય છે. II૧૫રા. શ્લોક :
पापाद् भोगेषु जातेषु, जातनष्टेषु वा पुनः ।
बाह्योपायेषु यो यत्नो, विपर्यासः स उच्यते ।।१५३।। શ્લોકાર્ચ -
થયેલા ભોગો હોતે છતે અથવા પાપથી થયેલા ભોગો નાશ થયે છતે ફરી બાહ્ય ઉપાયોમાં જે યત્ન તે વિપર્યાસ કહેવાય છે. II૧૫II. શ્લોક :
अनित्याशुचिदुःखेषु, गाढं भिन्नेषु जीवतः ।
विपरीता मतिस्तेषु, या साऽविद्या प्रकीर्तिता ।।१५४ ।। શ્લોકાર્ય :
જીવથી ભિન્ન એવા તે અનિત્ય, અશુચિ દુઃખોમાં, જે ગાઢ વિપરીત મતિ તે અવિધા કહેવાય છે. II૧૫૪TI. શ્લોક :
एतेषामेव वस्तूनां, सर्वेषां यः प्रवर्तकः ।
एतैरेव च यो जन्यो, महामोहः स गीयते ।।१५५ ।। શ્લોકાર્થ :
આ જ સર્વ વસ્તુઓનો-પૂર્વમાં વર્ણન કર્યું એ સર્વ વસ્તુઓનો, જે પ્રવર્તક, અને આનાથી જે જન્ય-પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રમત્તતા નદી આદિથી જે જન્ય, તે મહામોહ કહેવાય છે. ll૧પપIL શ્લોક :
तदेवं भिन्नरूपाणि, तानि सर्वाणि सुन्दरि! ।
महानद्यादिवस्तूनि, चिन्तनीयानि यत्नतः ।।१५६।। શ્લોકાર્ચ -
તે કારણથી આ રીતે ભિન્નરૂપવાળી તે સર્વ મહા નદી આદિ વસ્તુઓ હે સુંદરી ! યત્નથી ચિંતવન કરવી જોઈએ. ll૧૫૬