________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ
૨૩૧
વેલ્લહલે જેમ ભોજનો કરાવ્યાં તેમ સંસારી જીવો સર્વ ભોગસામગ્રી એકઠી કરે છે અને જેમ વેલ્લહલે લોલુપતાથી કંઈક ખાધું અને વિલાસ માટે નગર બહાર જવાની તેને ઇચ્છા થઈ અને ત્યારપછી તે નગરથી બગીચામાં ગયો અને આસન ઉપર બેઠો ત્યારપછી બધું ભોજન તેની પાસે વિસ્તારથી મુકાયું. તે પ્રમાણે પ્રમત્ત એવા આ જીવને પણ કર્મ અજીર્ણ ઉત્પન્ન થયે છતે ભીષણ મનોજ્વર થાય છે, ચિત્તમાં અનેક પ્રકારના ધનઅર્જુન આદિના કલ્લોલો થાય છે તે સર્વ ઉદ્યાનમાં જવાની આકાંક્ષા જેવા જાણવા. તેથી સંસારી જીવોને જે ભોગાદિના મનોરથો થાય છે અને ધર્મી જીવોને માત્ર માન, ખ્યાતિ આદિના મનોરથો થાય છે તે સર્વ ઉદ્યાનમાં જવાની આકાંક્ષા જેવા છે. વળી, મનોરથો કર્યા પછી જીવ મહારંભથી ધનસંચય કરે છે, અનેક પ્રકારના આરંભ-સમારંભો કરે છે તે સર્વ ઉદ્યાનને પ્રાપ્ત કરવા જેવા છે; કેમ કે જેમ સંસારી જીવો ઉદ્યાનમાં જઈને ક્રીડા કરે છે તેમ આ જીવ પણ બાહ્ય પ્રવૃત્તિમાં ક્રીડા કરે છે.
વળી, તે ઉદ્યાનમાં જઈને વેલ્લહલ મિથ્યાભિનિવેશ નામના વિસ્તીર્ણ આસનમાં બેઠો તેમ સંસારી જીવોને આ પ્રકારના ઉદ્યાનમાં જઈને ક્રીડાઓ કરવી તે જ જીવનું પારમાર્થિક સુખ છે તેવું મિથ્યાભિનિવેશ વર્તે છે. વસ્તુતઃ કષાયોની અનાકુળતામાં સુખ છે તેને જેઓ જોતા નથી તેઓને માત્ર તે તે પ્રકારની બાહ્ય પ્રવૃત્તિઓમાં સુખ જણાય છે તે મિથ્યાભિનિવેશ છે. વળી વેલ્લહલ ત્યાં અનેક પ્રકારના વિલાસો કરે છે તે સર્વ પ્રમાદની પ્રવૃત્તિ છે. તેથી પ્રમત્તતા નદી અને તદ્ વિલસિત પુલિન રૂપ તે ભોગવિલાસની પ્રવૃત્તિઓ છે. વળી, તે ઉદ્યાનમાં તે વેલ્લહલે જે પ્રમાણે થોડું અન્ન ખાધું તેથી શરીરનો જ્વર દારુણ થયો. સુવૈદ્ય તેને વારણ કરે છે તોપણ ભોજનમાં આક્ષિપ્ત ચિત્તવાળો તે તેનું સાંભળતો નથી. તેમ આ જીવને પણ કર્મના અજીર્ણથી ઉદ્દભવ જ્વર વર્તે છે, જે અજ્ઞાનરૂપ વાયુથી અને પ્રમાદથી વધે છે; કેમ કે જીવને સુખ શું છે તેનું જ અજ્ઞાન વર્તે છે. આથી જ આત્માના નિરાકુળ સ્વભાવના સુખને જોવા માટે તે સમર્થ થતો નથી. અનેક પ્રકારની કષાયની આકુળતામાં અને બાહ્ય વૈભવમાં જ તેને સુખ દેખાય છે. તેથી કષાયોની વૃદ્ધિ થાય તે રીતે બાહ્ય સર્વ પ્રવૃત્તિઓમાં તે જીવ અત્યંત પ્રવૃત્તિ કરે છે. ક્વચિત્ ધર્મ કરે, મહાત્માઓ પાસે જાય તોપણ તેને કષાયની આકુળતા દુઃખરૂપ જણાતી જ નથી. છતાં કોઈ ગુણસંપન્ન મહાત્માનો યોગ થાય તો મહાવૈદ્ય જેવા તેઓ તેના વધતા રોગને જાણીને વારે છે. અને કહે છે કે વારંવાર જિનવચનથી આત્માને તે રીતે ભાવિત કર કે જેથી આત્માના નિરાકુળ સ્વભાવનો સૂક્ષ્મ સૂક્ષ્મતર બોધ થાય અને તત્ત્વને જાણવા માટે પ્રમાદનો ત્યાગ કર. છતાં મનુષ્યભવને પામીને બાહ્ય પદાર્થોમાં જ આક્ષિપ્ત ચિત્તવાળો તે ભગવાનના વચનના પરમાર્થને જાણવા યત્ન કરતો નથી.
ક્વચિત્ બાહ્યથી ધર્મનાં અનુષ્ઠાન કરે તોપણ કષાયોના શમનને અનુકૂળ લેશ પણ યત્ન કરતો નથી માત્ર માનખ્યાતિ આદિમાં જ ચિત્તને પ્રવર્તાવીને મોહધારાની વૃદ્ધિ કરે છે. તેથી ઉન્મત્તની જેમ તે વિપરીત ચેષ્ટાઓ જ કરે છે તે સર્વનું કારણ ચિત્તવિક્ષેપ મંડપ જ છે. જે પ્રમત્તતા નદીની પાસે રહેલા જીવનો બાહ્ય પદાર્થોમાં સારતાને જોનારો ચિત્તનો પરિણામ છે. વળી, જે પ્રમાણે તે રાજપુત્રના મુખમાં ભોજન જતું ન હતું તોપણ જોરથી દબાવીને લૌલ્ય-દોષને કા૨ણે તેણે ખાધું તેના કારણે તે ભોજનમાં તેને વમન થયું. તેમ કર્મના અજીર્ણરૂપ જ્વરથી ગ્રસ્ત જીવ ભોગ ક૨વા અસમર્થ હોય તોપણ શરીરની ઉપેક્ષા કરીને ગૃદ્ધિને વશ