________________
૨૨૯
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ સર્વ પરિણામો કઈ રીતે ભિન્નભિન્ન સ્વરૂપે વર્તી રહ્યા છે તેનો બોધ થશે.
વળી, આ કથન સાંભળીને નરવાહન રાજાએ પણ પ્રશ્ન કર્યો કે આ ચિત્તરૂપી અટવીનો પરમાર્થ શું છે ? તેથી ફરી વિચક્ષણસૂરિએ તેની કંઈક અધિક સ્પષ્ટતા કરી. તેમ જેઓ ઉચિત ગુરુ પાસેથી ફરી તે ચિત્તરૂપી અટવીમાં વર્તતા તે તે ભાવોના પરમાર્થને જાણવા યત્ન કરશે તેઓને મહાનદી આદિ વસ્તુનો પરસ્પર ભેદ શું છે તેનો સ્પષ્ટ બોધ થશે. વળી, કેટલાક જીવો તત્ત્વના અર્થી હોવા છતાં મંદ બુદ્ધિવાળા હોય છે તેઓને મહાનદી આદિનો સૂક્ષ્મ બોધ કરાવવા અર્થે ગ્રંથકારશ્રીએ અગૃહીતસંકેતાના મુખથી ફરી તેનો પ્રશ્ન કર્યો છે. જેથી મહાનદી આદિ વસ્તુનો સૂક્ષ્મ બોધ કરવાને અભિમુખ અગૃહીતસંકેતા થાય છે તેમ મંદ બુદ્ધિવાળા જીવો પણ તેના રહસ્યને પ્રાપ્ત કરવા અર્થે અભિમુખ થાય અને તેવા જીવોને યથાર્થ બોધ કરાવવા અર્થે અનુસુંદર ચક્રવર્તીએ વેલ્ડહલની કથા બતાવી. જે કથા સાંભળીને અહીતસંકેતાને પ્રશ્ન થયો કે આ કથા અને નદી આદિ વસ્તુ તેની સાથે કોઈ સંબંધ જ નથી. અને ભૂલથી જોનારા જીવોને તે નદી આદિ વસ્તુ સાથે પ્રસ્તુત કથાનું યોજન અશક્ય જ દેખાય છે. તેથી તેવા યોગ્ય જીવોને નદી આદિ વસ્તુનો યથાર્થ બોધ કરાવવા અર્થે પ્રજ્ઞાવિશાલા તેનું યોજન બતાવે છે. અને કહે છે કે તે વેલ્લાહલ રાજપુત્ર બતાવાયો અને અનાદિ રાજા અને સંસ્થિતિનો પુત્ર છે તેમ બતાવાયો.
આનાથી એ પ્રાપ્ત થાય કે આ જીવ અનાદિના તેવા સ્વભાવથી અને લોકસંસ્થિતિના તેવા સ્વભાવથી કર્મને વશ તે તે ભવોમાં જન્મે છે પરંતુ મનુષ્યભવને પામે છે ત્યારે તે સર્વ પ્રકારનાં કર્મોને જીતવા માટે સમર્થ બની શકે છે તેથી તેને રાજપુત્ર કહ્યો છે. જેમ રાજપુત્ર રાજ્યસંપત્તિનો માલિક છે તેમ મનુષ્યભવમાં આ જીવ પોતાના મતિજ્ઞાનસ્વરૂપ ચિત્તરૂપી મહાટવીનો સ્વામી છે. જો કે અન્ય ભાવોમાં પણ જીવ મતિજ્ઞાનના ઉપયોગવાળો હોય છે તોપણ તે ભવોમાં તેની ચિત્તરૂપી અટવી બહુલતાએ કર્મને આધીન હોય છે. આથી જ એકેન્દ્રિય આદિ ભાવોમાં કે પશુ આદિના ભવોમાં તેઓને કોઈ જાતની માર્ગાનુસારી બુદ્ધિ પ્રાપ્ત થતી નથી તેથી તે ભવ નિષ્ફળપ્રાયઃ કરે છે. ક્વચિત્ દેવાદિ ભવમાં ધર્માદિ પામે તોપણ પોતાની ચિત્તરૂપી અટવી ઉપર પૂર્ણ સ્વામિત્વ જીવ મનુષ્યભવમાં જ પ્રાપ્ત કરી શકે છે. આથી જ મનુષ્ય-ભવને પામીને યોગીઓ પોતાની ચિત્તરૂપી અટવી તે રીતે સુંદર બનાવે છે કે જેથી સર્વ સુખોની પરંપરાની પ્રાપ્તિ થાય છે. માટે મનુષ્યભવવાળા જીવોને રાજપુત્ર તરીકે ગ્રહણ કરેલ છે. આમ છતાં ઘણા જીવો મનુષ્યભવને પામીને પણ ચિત્તરૂપી અટવીને સુંદર કરવાને બદલે તેનો વિનાશ જ કરે છે. તેથી દુર્ગતિની પરંપરાને ફરી પ્રાપ્ત કરે છે. વળી મનુષ્યભવને પામીને જ્યાં સુધી તે જીવ પોતાની શક્તિને જાણતો નથી ત્યાં સુધી જ ચિત્તરૂપી અટવી મહામોહ આદિ દ્વારા વિનાશ કરાય છે.
વળી જ્યારે જીવને બોધ થાય છે કે મારા મતિજ્ઞાનના ઉપયોગ સ્વરૂપ ચિત્તને હું સમ્યક્ મારા હિતમાં પ્રવર્તાવું તો સર્વ કલ્યાણની પરંપરા મારે સ્વાધીન છે તેવો જીવ પોતાના વીર્યને સમ્યક પ્રવર્તાવવા માટે જિનવચનનું અવલંબન લઈને ઉચિત યત્ન કરે તો તેના વીર્યને જોઈને મહામોહ આદિ બધા નાસવા માંડે છે. આથી જ સમ્યને અભિમુખ રહેલો જીવ પણ ક્રમસર અજ્ઞાનનો નાશ કરીને ચિત્તવૃત્તિના વિનાશને કરનારા આ સર્વ ચોટાઓને અવશ્ય ભગાડે છે અને પોતાના આત્માનું એકાંત હિત થાય તે રીતે સ્વ