________________
૨૩૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ ભૂમિકાનુસાર ઉચિત જીવન જીવીને મનુષ્યજન્મ સફળ કરે છે. વળી જ્યાં સુધી મનુષ્યભવને પામેલા પણ જીવને પોતાના પારમાર્થિક સ્વરૂપનો બોધ નથી ત્યાં સુધી તેની ચિત્તવૃત્તિમાં મહાભટો, મહાનઘાદિ સર્વ વસ્તુઓ વર્તે છે. અને સંસારી જીવની મતિજ્ઞાનના ઉપયોગરૂપ ચિત્તવૃત્તિ અટવી મહામોહ આદિના કીડાનું સ્થાન બને છે અને તે ક્રીડાના સ્થાનરૂપ જ પ્રમત્તતા નદી છે અને જ્યારે મહામોહ આદિનાં ક્રીડાનાં સ્થાનો નાશ પામે છે ત્યારે તેઓનો પણ ક્રમસર નાશ થાય છે=મહામોહ આદિનો પણ ક્રમસર નાશ થાય છે. તેથી જે જીવો પોતાના આત્માના સ્વરૂપને જાણતા નથી તે જીવોની ચિત્તરૂપી અટવીમાં મહામોહ રાજા પ્રતાપવાળો છે અને પ્રમત્તતા નદી આદિ વસ્તુઓ સદા તેની ચિત્તવૃત્તિમાં વૃદ્ધિ પામે છે જે ખરેખર જીવના માટે વિનાશનું કારણ છે, તોપણ પોતાના આત્માનો વૈરી એવો જીવ તે પ્રમતતા નદીને બહુમાન આપે છે.
વળી, આ વેલ્ડહલ રાજપુત્ર જેમ આહારપ્રિય હતો તેમ આ જીવ વિષયનો અત્યંત લંપટ છે. અને જેમ તે રાજપુત્રને ખૂબ આહાર કરવાથી અજીર્ણ થયું તેમ આ જીવને કર્મનું અજીર્ણ થાય છે. તેથી એ ફલિત થાય કે જેઓને માત્ર પાંચ ઇન્દ્રિયોના વિષયમાં સુખ દેખાય છે તેઓ પ્રચુર કર્મો બાંધે છે અને ભોગો કરીને કર્મના અજીર્ણવાળા બને છે. તેઓમાં ભોગની લાલસારૂપ પાપ અને આત્માનું પારમાર્થિક સુખ તેના વિષયમાં અજ્ઞાન વર્તે છે. તેથી કષાયોના શમનજન્ય સુખને તે જીવ જોઈ શકતો નથી. પરંતુ બાહ્ય ભાગોમાં જ સંશ્લેષની વિડંબનાને સુખરૂપે જુએ છે તે પ્રમત્તતા નદી અને ત્યાં રહેલું પુલિન છે તે જીવને આત્માના હિતના વિષયમાં પ્રમાદ કરાવે છે અને પાપાચરણમાં તે અત્યંત પ્રવૃત્તિ કરાવે છે, જેથી પોતાના આત્માની જ વિડંબના તે જીવ કરે છે.
વળી, વેલ્ડહલના શરીરમાં રહેલા દોષો પ્રકોપિત થવાને કારણે જ્વર થયો તેમ આ જીવમાં રાગાદિ ભાવોની વૃદ્ધિરૂપ જવર સતત વર્તે છે, કેમ કે ભોગવિલાસમાં જ તેને સુખ દેખાય છે તેથી ભોગવિલાસની વૃત્તિ લેશ પણ શાંત થતી નથી, તેથી જેમ જેમ ભોગ કરે છે તેમ રાગાદિ વધે છે અને જેમ જેમ રાગાદિ વધે છે તેમ તેમ અધિક અધિક લંપટ થઈને ભોગોમાં પ્રવર્તે છે. વળી, જેમ તે વેલ્લાહલની મતિ ભોગ્યપદાર્થોમાં દોડે છે તેમ આ જીવની પણ મતિ વિષયોમાં જ જાય છે. આથી જ કોઈક નિમિત્તે ધર્મની પ્રવૃત્તિ કરે તોપણ માન, ખ્યાતિ આદિ બાહ્ય ભાવો કરીને પોતાના રાગાદિને જ વધારે છે. પરંતુ રાગનું શમન થાય તે રીતે તપ, ત્યાગાદિ કરતો નથી. સંયમનું પાલન પણ કરતો નથી. પરંતુ જે તપ, ત્યાગાદિ કરે છે તે સર્વ દ્વારા લોકપરિચય, માનખ્યાતિ આદિ ભાવોથી મનુષ્યભવ નિષ્ફળપ્રાયઃ કરે છે. જેમ કે વેલ્ડહલને સુખની કામનાથી અહિત એવા ભોગાદિમાં જ મનોવૃત્તિ વર્તે છે તેમ સંસારી જીવ ઇન્દ્રિયોના સ્વાદો લે છે, અત્યંત નિદ્રા કરે છે, વિકથા વગેરે કરે છે. ક્વચિત્ તે જીવો ધર્મના ક્ષેત્રમાં પ્રવર્તે તોપણ વિકથા આદિમાં જ કે બાહ્ય જાહોજલાલીમાં જ તેઓને સુખ દેખાય છે, કષાયોના શમનમાં સુખ દેખાતું નથી. તેથી તે જીવોને ક્રોધ ઇષ્ટ લાગે છે, માન પ્રિય લાગે છે. માયા અત્યંત વલ્લભ લાગે છે, લોભ પ્રાણ જેવો લાગે છે. ધનાદિનો લોભ કે માનવાતિ આદિનો લોભ કે ભક્તવર્ગનો લોભ તેને પ્રાણ જેવો લાગે છે. ચિત્ત હંમેશાં રાગ-દ્વેષથી આક્રાંત વર્તે છે. વળી સંસારી જીવો પાંચ ઇન્દ્રિયોના વિષયોની અને ધનસંચય આદિ કરવાની પ્રવૃત્તિઓ કરે છે. વળી તે