________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ
૧૫ અતિરેકથી સર્વ આહારવિશેષોનું થોડું થોડું ભક્ષણ કર્યું. ત્યારપછી મિત્રવૃંદથી ઘેરાયો. અંતઃપુર વડે પરિકરિત થયોતેની સ્ત્રીઓ બધી તેની પાસે આવી. બોલતા એવા બંદીવૃંદ વડે દાનને આપતો વિવિધ વિલાસો વડે મોટા વિમર્દથી=મોટા આડંબરથી, મનોરમ નામના બગીચામાં પ્રાપ્ત થયો. સુખપૂર્વકનું આસન સ્થાપન કરાયું. અને ત્યાં ઉપવિષ્ટ એવા તેની આગળ=વેલ્ડહલની આગળ, વિવિધ પ્રકારના આહારનો વિસ્તાર મુકાયો. અને ત્યારપછી આહાર લેશના ભક્ષણથી પવનસ્પશદિ દ્વારા ગાઢતર જવર વધ્યો. પાસે રહેલા સમયજ્ઞ નામના મહાવૈધતા પુત્ર વડે જણાયો. શું જણાયું તે “કુતથી બતાવે છે. કુમાર આતુર વદનવાળો દેખાય છે=રોગવાળો દેખાય છે. તેથી બે શંખમાં=નાડી જોવા અર્થે, હાથ મુકાયો. સંધિસ્થાનો જોયાં. આના દ્વારા નિશ્ચય કરાયું=સમયજ્ઞ વડે નિશ્ચય કરાયું. શું નિશ્ચય કરાયું ? તે “યથા'થી કહે છે – આ કુમાર જવરવાળો છે. તેથી સમયજ્ઞ વડે કહેવાયું – હે દેવ ! તમને ખાવું યુક્ત નથી. તારા શરીરમાં પ્રબલ વર વર્તે છે. જે કારણથી અત્યંત આતુર દૃષ્ટિ=ોગવાળી દૃષ્ટિ, ફરે છે. આતામ્રસ્નિગ્ધ વદતકમલ છે. નાડીઓ અત્યંત વિહ્વળ થાય છે. સંધિસ્થાનો ધમધમ કરે છે. બહિર્વચા બળી રહી છે શરીરમાં અત્યંત તાવ છે તેથી ભોજનથી નિવર્તન પામ. પ્રચ્છન્ન ઓરડામાં જા. તિવાતને સેવ. લાંઘણોને કર. ગરમ કરેલું પાણી પી. વિધિથી આવી=જવરની, સર્વ પ્રતિક્રિયાને કર.
इतरथा सन्निपातस्ते भविष्यति । स तु वेल्लहलो दत्तदृष्टिः पुरतो विन्यस्ते तस्मिन्नाहारविस्तारे एतदेतच्च भक्षयामीति भ्रमयन्नपरापरेषु खाद्यप्रकारेषु स्वीयमन्तःकरणं, नाकर्णयति तत्तदा वैद्यसुतभाषितं, नाकलयति अस्य हितरूपतां, न चेतयते तं वारणार्थं लगन्तमपि शरीरे । ततो वारयतो वचनेन, धारयतो हस्तेन तस्य समयज्ञस्य समक्षमेव बलात्प्रवृत्तो भक्षयितुमाहारं वेल्लहलः । ततः समुत्कटतयाऽजीर्णस्य, प्रबलतया ज्वरस्य न क्रमतेऽसौ गलकेनाहारः, तथापि बलादेव क्रामितः कियानपि वेल्लहलेन । ततः समुद्वृत्तं हृदयं संजातः कलमलकः संपन्नं वमनं विमिश्रितं च तेन वमनेन सर्वमपि पुरतो विन्यस्तं भोजनम् । ततश्चिन्तितं वेल्लहलेन
ઈતરથા=જો નહીં કરે તો, તને સન્નિપાત થશે. વળી તે વેલ્લાહલ આગળમાં સ્થાપન કરાયેલા તે આહારના વિસ્તારમાં દરદષ્ટિવાળો આ ખાઉં, આ ખાઉં એ પ્રકારે બીજા બીજા ખાદ્ય પ્રકારોમાં પોતાના અંતઃકરણને ભ્રમણ કરતો, ત્યારે તે વૈદ્યપુત્રથી કહેવાયેલું સાંભળતો નથી. આવી હિતરૂપતાને જાણતો નથી, તેના વારણ માટે શરીરમાં લાગેલા એવા વૈદ્યને વિચારતો નથી, તેથી વચનથી વારતા, હાથથી અટકાવતા એવા તે સમયજ્ઞના સમક્ષ જ બળાત્કારે આહારને ભક્ષણ કરવા વેલહત પ્રવૃત થયો. તેથી અજીર્ણનું ઉત્કટપણું હોવાથી, જવરનું પ્રબલપણું હોવાથી ગળામાંથી આ આહાર નીચે ઊતરતો નથી. તોપણ બળાત્કારથી વેલ્લાહલ વડે કેટલોક ઉતારાયો. તેથી હૃદય ધબકારા મારવા લાગ્યું. કલમલક થયો. વમન થયું. તે વમનથી સર્વ પણ આગળમાં મુકાયેલું તે ભોજન વિમિશ્ર થયું. તેથી વેલ્લાહલ વડે વિચારાયું.