________________
૧૦.
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ
ક્રિયામાં અમે સ્વયં પ્રત્યાસન્ન થશે. ત્યારપછી તે આવ્યો. આચાર્યને નિર્દય તાડન કરાતા શાંતિશિવને જોયો. તેઓ વડે કહેવાયું – કયા કારણથી આનેeગુરુને, આ રીતે તાડન કરે છે? શાંતિશિવ કહે છે. કોઈ રીતે આ પાપી સાંભળતો નથી. તેથી મરતા એવા સદાશિવ વડે મહાઆક્રંદ ભૈરવ શબ્દ કરાયો. તેથી હાહાર કરતા માહેશ્વરી શાંતિશિવને વારણ માટે લાગ્યા. શાંતિશિવ કહે છે – આ દુરાત્મા મારા માટે મારણીય છે. આ પ્રમાણે કરતાં પણ મને સાંભળતો નથી. તમે દૂર થાઓ, તમે દૂર થાઓ. ઈતરથા તમારી પણ=માહેશ્વરોની પણ, આ જ વાર્તા છે. તોપણ વારણ કરતા માહેશ્વરોને પણ આ= શાંતિશિવ, લકુટ વડે તાડન કરવા પ્રવૃત્ત થયો. ત્યારપછી તેઓનું બહુલપણું હોવાથી લાવ લાવ એ પ્રમાણે બોલતા તેઓ વડે તેના હાથમાંથી લકુટ લાકડી, ખેંચી લીધી. અને વિચારાયું. ખરેખર આ= શાંતિશિવ ગ્રહગૃહીત છે–પિશાચ વળગ્યો છે. તેથી તેઓ વડે બંધાયો, તાડન કરીને પાછળમાં બાહુના બંધનથી શાંતિશિવ બંધાયો. સદાશિવ મુકાવાયો. તેનાથી ચેતના પ્રાપ્ત થઈ. દેવયોગથી જીવિત થયો. માહેશ્વર વડે કહેવાયું – હે શાંતિશિવ ! કયા કારણથી ભગવાન એવા ગુરુનું આ કરવા માટે તારા વડે આરંભ કરાયું. શાંતિશિવ કહે છે. વૈદ્યના ઉપદેશથી બધિરતાનું ઔષધ કરાયું. વળી મને મૂકો. ભટ્ટારકની વ્યાધિની ઉપેક્ષા ન કરો. માહેશ્વરો વડે વિચારાયું. આ મહાગ્રહવાળો છે તેથી આમના વડે માહેશ્વરો વડે, કહેવાયું – તને અમે મૂકીએ, જો આ પ્રમાણે ન કરે. શાંતિશિવ કહે છે. શું હું તમારા વચનથી પોતાના ગુરુનું પણ ઔષધ ન કરું? દિ=જે કારણથી, હું જો વળી તે વૈદ્યના વચન વડે રહું છું અન્યથા નહીં. તેથી વૈદ્ય બોલાવાયો માહેશ્વરો વડે વૈદ્ય બોલાવાયો, તેને વૈદ્યને વૃત્તાંત નિવેદન કરાવાયો. ત્યારપછી મુખમાં હસતા વૈદ્ય વડે કહેવાયું. હે ભટારક ! આ મારો પુત્ર બધિર નથી. તો શું છે? તેથી કહે છે. મારા વડે ક્લેશથી વૈદ્યકશાસ્ત્રો ભણાવાયાં છે. પરંતુ તે=મારો. પુત્ર, રમવાના સ્વભાવપણાને કારણે તેના માટે બૂમો પાડતાં પણ મને સાંભળતો નથી. તેથી મારા વડે રોષથી તાડન કરાયું. તે કારણથી આ ઔષધ નથી-તાડન કરવું એ ઔષધ નથી. વળી હમણાં આ તારા પ્રભાવથી જ આ જ તારા ઔષધ વડે આ તારા ગુરુ, પ્રગુણીભૂત થયા છે. તે કારણથી હવે પછી મારા વચનથી તારા વડે આમનું ગુરુનું, આ ઔષધ કરવું નહીં લાકડીથી મારવાનું ઔષધ કરવું જોઈએ નહીં. શાંતિશિવ વડે કહેવાયું – આ પ્રમાણે થાઓ. પ્રગુણ એવા ભઢારક વડે=રોગ રહિત એવા ભટ્ટારક વડે, મારું પ્રયોજન છે અને જો તે પ્રગુણ છે=ોગ રહિત છે, તો ઓષધ વડે શું? ત્યારપછી શાંતિશિવ મુકાયો. ભાવાર્થ
આ રીતે વિચક્ષણની બુદ્ધિમાં જે વિમર્શ શક્તિ છે તેણે પ્રમત્તતા નદી વગેરે વસ્તુનું સ્વરૂપ બતાવ્યું, ત્યારપછી મહામોહનરેન્દ્રનું સ્વરૂપ બતાવે છે. જે મહામોહ અત્યંત વૃદ્ધ છે. અવિદ્યા નામના શરીરવાળો છે. અને સ્વવીર્યની તૃષ્ણા વેદિકામાં બેસીને જ સર્વ કાર્ય કરે છે. એ પ્રકારે વિમશું કહ્યું. તેથી એ પ્રાપ્ત થાય કે સંસારી જીવોમાં જે અજ્ઞાન વર્તે છે તે અજ્ઞાન વિપર્યાસરૂપ પરિણામથી યુક્ત સિંહાસન છે. તેના ઉપર મહામોહ બેસીને જગતના જીવોને સર્વ પ્રકારની પ્રવૃત્તિઓ કરાવે છે. જેથી અજ્ઞાનને વશ જીવો કર્મ બાંધીને