________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ किमहं भवतां वचनेन स्वगुरोरपि भेषजं न करिष्यामि? अहं हि यदि परं तस्यैव वैद्यस्य वचनेन तिष्ठामि, नान्यथा ततः समाहूतो वैद्यः, निवेदितस्तस्मै वृत्तान्तः, ततो मुखमध्ये हसताऽभिहितं वैद्येन-भट्टारक! न बधिरोऽसौ मदीयो दारकः, किन्तर्हि ? पाठितो मया क्लेशेन वैद्यकशास्त्राणि स तु रमणशीलतया मम रटतोऽपि तदर्थं न शृणोति ततो मया रोषात्ताडितः, तन्त्रेदमौषधम् । किञ्चप्रगुणीभूतः खल्वयं साम्प्रतं तव प्रभावादनेनैव भैषजेन, तस्मादतः परं न कर्तव्यं मदीयवचनेन त्वयाऽस्येदमौषधमिति । शान्तिशिवेनाभिहितं-एवं भवतु, भट्टारकैर्हि प्रगुणैर्मम प्रयोजनं, ते च यदि प्रगुणास्ततः किमौषधेन? ततो मुक्तः शान्तिशिवः ।
આથી આ બહેરાપણાનું ભારક શીધ્ર કંઈક ઔષધ કરો. ખરેખર આ મહાવ્યાધિ ઉપેક્ષા કરવા માટે યુક્ત નથી. એમ ધૂર્ત બટુકે સદાશિવને કહ્યું એમ અવય છે. તેથી ભીતાચાર્યના મનમાં તે જ આગ્રહ વિશેષ પ્રવેશ પામ્યો. તેથી આવા વડે=ભોતાચાર્ય વડે, શાંતિશિવ નામનો પોતાનો શિષ્ય કહેવાયો. શું કહેવાયું ? તે “વહુ'થી કહે છે – તું વૈદ્યભવનમાં જા. મારા બધિરત્વના ભેષજને જાણીને અને તે ગ્રહણ કરીને શીધ્ર આવ. કાલના વિલંબથી વ્યાધિની વૃદ્ધિ ન થાઓ. શાંતિશિવ વડે કહેવાયું – ભટ્ટારક જે આજ્ઞા કરે છે. ત્યારપછી આગશાંતિશિવ, વૈદ્યભવનમાં ગયો. વૈદ્ય વડે જોવાયો. આ બાજુ ઘણી વેલા રમત કરીને વૈદ્યપુત્ર દ્વારથી આવ્યો. તેથી ક્રોધથી અંધ બુદ્ધિવાળા વૈદ્ય વડે અતિપરુષ વાલમથી રજુ ગ્રહણ કરાઈ. બૂમો પાડતો આ પોતાનો પુત્ર સ્તન્મમાં બંધાયો. લાકડી ગ્રહણ કરાઈ, મારવા માટે આરબ્ધ થયો, અને તે પુત્ર નિર્દય તાડન કરાયે છતે શાંતિશિવ કહે છે – હે વૈદ્ય ! ક્યા કારણથી આને આ રીતે મારે છે ? વૈદ્ય વડે કહેવાયું – કોઈ રીતે પણ આ પાપી સાંભળતો નથી. એટલામાં હાહાર કરતી ભાર્યા વેગથી આવીને વૈદ્યના હાથમાં વારણ માટે લગ્ન થઈ. વૈદ્ય કહે છે મારા વડે આ દુરાત્મા મારવા યોગ્ય છે. આ પ્રમાણે કરતાં પણ મને જે સાંભળતો નથી. તું દૂર થા દૂર થા. ઈતરથા તું દૂર નહીં થઈશ તો તારી પણ આ ગતિ જ છે. તોપણ લાગતી= હાથમાં વળગેલી એવી તે પણ=પત્ની પણ, વૈદ્ય વડે તાડન કરાઈ. શાંતિશિવ વડે વિચારાયું – અરે ! ભટ્ટારકનું ઔષધ જણાયું. હવે પૂછવા વડે શું? તેથી નીકળીને આગશાંતિશિવ, માહેશ્વરના ઘરમાં ગયો. તેના વડે રજૂ યાચના કરાઈ. માહેશ્વર વડે શણમયી રજુ અપાઈ. શાંતિશિવ કહે છે – આનાથી સર્યું. મને વાળવાળી અતિકઠણ રજુથી પ્રયોજન છે. માહેશ્વર વડે તેવી જ રજુ અપાઈ. અને માહેશ્વર વડે પુછાયું – હે ભટારક ! આવા વડે=
રજુ વડે, શું કાર્ય છે ? શાંતિશિવ વડે કહેવાયું. સુગૃહીત રામવાળા સદાશિવ ભટ્ટારકનું ઔષધ કરાશે. તેથી રજુને ગ્રહણ કરીને શાંતિશિવ મઠમાં ગયો. અને ત્યાં ગુરુને જોઈને આના વડે=શાંતિશિવ વડે, વિષમ ભૃકુટિના તરંગથી ભંગવાળું વિકરાળ મોંઢું કરાયું. આરાટી=બૂમોને, મૂકતા આશાંતિશિવે મધ્યના અસ્મકમાં તિજ આચાર્યને બાંધ્યા. ત્યારપછી ગ્રહણ કરાયેલી મોટી લકુટવાળો સોટીવાળો, આ=શાંતિશિવ, તેને=સદાશિવને, તાડામાં પ્રવૃત્ત થયો. આ બાજુ માહેશ્વર વડે વિચારાયું. અમે જઈએ. ભટ્ટારકની કરાતી