________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ
શ્લોક ઃ
एतद्धि विष्टरं भद्र! बहिरङ्गजनैः सदा । आलोकितं करोत्येव, रौद्राऽनर्थपरम्पराम् ।। ५२ ।।
શ્લોકાર્થ :
દિ=જે કારણથી, હે ભદ્ર ! આ વિષ્ટર=વિપર્યાસ સિંહાસન, બહિરંગ અને અંતરંગજનો વડે સદા અવલોકન કરાયેલું રૌદ્ર અનર્થ પરંપરાને કરે છે=વિપર્યાસ સિંહાસન સંસારી જીવો અવલોકન કરે ત્યારે તેઓને દુર્બુદ્ધિ સૂઝે છે અને જીવો જ્યારે વિપર્યાસ સિંહાસનને જોનાર હોય છે ત્યારે મહામોહ, રાગ આદિ સર્વનું અંતરંગ બળ અતિશય થાય છે તેથી તે સર્વ તે જીવને રૌદ્ર અનર્થ પરંપરાને કરે છે. II૫૨।।
શ્લોક ઃ
યત:
तावत्तेषां प्रवर्तन्ते, सर्वाः सुन्दरबुद्धयः ।
यावत्तैर्विष्टरे लोकैरत्र दृष्टिर्न पातिता । । ५३ ।।
૧૭૫
શ્લોકાર્થ ઃ
જે કારણથી ત્યાં સુધી તેઓને સર્વ સુંદર બુદ્ધિ પ્રવર્તે છે, જ્યાં સુધી તે લોકો વડે=બહિરંગ અને અંતરંગ લોકો વડે, આ સિંહાસન ઉપર દૃષ્ટિનો પાત કરાયો નથી. II૫૩]]
શ્લોક ઃ
निबद्धदृष्टयः सन्तः, पुनरत्र महासने ।
તે પાપિનો ભવન્યુન્ગેઃ, તઃ સુન્નરબુદ્ધયઃ? ।।૪।।
શ્લોકાર્થ :
અને વળી આ મહાસનમાં=સિંહાસનમાં, નિબદ્ધ દૃષ્ટિવાળા છતા તે પાપીઓને સુંદર બુદ્ધિ
ક્યાંથી થાય ? ||૫૪||
ભાવાર્થ:
વિમર્શ શોકને પોતાના નગરના આગમનનું કારણ પૂછે છે. અને શોક કહે છે કે તામસચિત્તનગરમાં મારો અત્યંત પ્રિય મતિમોહ મિત્ર છે તેના દર્શન માટે હું આવ્યો છું. તેથી એ પ્રાપ્ત થાય કે કોઈ જીવને અંતરંગ શોક વર્તતો હોય ત્યારે તે શોક સાથે અવશ્ય મતિમોહ થાય છે. આથી જ કોઈક નજીકના સ્વજનનું મૃત્યુ થાય ત્યારે તે જીવો શોક કરે છે, પરંતુ સંસારનું આ સ્વરૂપ જ છે જેથી આયુષ્ય પૂર્ણ થાય છે ત્યારે તે જીવ મૃત્યુ પામે છે. માટે વિવેકી પુરુષે તેનું અવલંબન લઈને પોતાનું મૃત્યુ આવે તેના પૂર્વે જ આત્મહિત