________________
૧૭૪
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ
શ્લોક :
यदिदं लोकविख्यातं, राज्यं याश्च विभूतयः ।
तत्राहं कारणं मन्ये, नृपतेरस्य विष्टरम् ।।४।। શ્લોકાર્ચ -
જે આ લોકવિખ્યાત રાજ્ય છે, જે આ વિભૂતિઓ છે ત્યાં=મહામોહના રાજ્યની વિભૂતિઓમાં, આ રાજાનો વિષ્ટર=મહામોહ રાજાનું સિંહાસન, કારણ છે એમ હું માનું છું. I૪૮II બ્લોક :
यावच्चास्य नरेन्द्रस्य, विद्यते वरविष्टरम् ।
इदं तावदहं मन्ये, राज्यमेताश्च भूतयः ।।४९।। શ્લોકાર્ચ -
અને જ્યાં સુધી આ રાજાનું શ્રેષ્ઠ સિંહાસન વિધમાન છે=મહામોહ રાજાનું શ્રેષ્ઠ સિંહાસન વિધમાન છે, ત્યાં સુધી આ રાજ્ય છે અને આ વિભૂતિઓ છે એમ હું માનું છું. ll૪૯II
બ્લોક :
યત:अस्मित्रिविष्टो राजाऽयं, महासिंहासने सदा ।
सर्वेषामेव शत्रूणामगम्यः परिकीर्तितः ।।५०।। શ્લોકાર્ય :
જે કારણથી આ મહાસિંહાસનમાં બેઠેલો આ રાજા=મહામોહ રાજા, સદા સર્વ શત્રુઓને અગમ્ય કહેવાયો છે. II૫oll શ્લોક :
यदा पुनरयं राजा, भवेदस्माद बहिः स्थितः ।
सामान्यपुरुषस्याऽपि, तदा गम्यः प्रकीर्तितः ।।५१।। શ્લોકાર્ચ -
જ્યારે વળી આ રાજા આનાથી=આ સિંહાસનથી, બહિર રહેલો થાય ત્યારે સામાન્ય પુરુષને પણ ગમ્ય કહેવાયેલો છે. પ૧il.