________________
૧૫૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪| ચતુર્થ પ્રસ્તાવ બળથી તે તે કષાયો, અવિવેકિતા આદિ ભાવો થાય છે અને તેના કારણે જીવ કઈ રીતે સંસારનું પરિભ્રમણ કરે છે તેનો પારમાર્થિક બોધ કરવો જોઈએ; જેથી બીજરૂપે પડેલી તેવી ચિત્તવૃત્તિના બળથી પોતાનામાં પણ તે તે નિમિત્તે ક્રોધ, માન, ઈર્ષા, અવિવેકિતા આદિ ભાવો થાય છે તેનો બોધ થાય અને તે ભાવો તથાવિધ સામગ્રીના અભાવને કારણે નંદીવર્ધન જેવા કે રિપુદારણ જેવા પરાકાષ્ઠાના ન હોય તો પણ સામગ્રીને પામીને તે ભાવો તેવા થશે, ત્યારે સંસારની મહાવિડંબના પોતાને પ્રાપ્ત થશે તેનું સમ્યગુ આલોચન કરીને ચિત્તવૃત્તિમાં થતા તે તે ભાવોના હાર્દને જાણવા યત્ન કરવો જોઈએ. તેના રૌદ્ર ફળનું વારંવાર ભાવન કરવું જોઈએ; જેથી પ્રસ્તુત કથાના શ્રવણથી દીર્ઘ ભવભ્રમણની પરંપરાનો ઉચ્છેદ થાય. અન્યથા અગૃહતસંકેતાની જેમ ભાવાર્થને પામ્યા વગર પ્રસ્તુત કથાનું શ્રવણ થશે તો જ્યારે કર્મપ્રચુર થશે ત્યારે રિપુદારણ જેવો કે નંદીવર્ધન જેવો ક્લિષ્ટ ભવ થશે કે જેનાથી અનંત સંસારના પરિભ્રમણની પ્રાપ્તિ થશે, માટે ભવભ્રમણના નિવારણના એક ઉપાયભૂત પ્રસ્તુત કથાનો ભાવાર્થ તે જ રીતે અવધારણ કરવો જોઈએ કે જેથી પોતાના ભવના ભ્રમણનો ઉચ્છેદ થાય તે બતાવવા અર્થે જ વચમાં ગ્રંથકારશ્રીએ પ્રજ્ઞાવિશાલાનું કથન બતાવેલ છે.
___ शोकमतिमोहमेलापः ततो विचक्षणसूरिवचनमनुसंदधानः संसारिजीवः कथानकशेषमिदमाह यदुत ततो विमर्शनाभिहितंभद्र! वर्णय यदिहागमनकारणं भद्रस्य । शोकेनाभिहितम्
શોક અને મતિમોહનો મેળાપ ત્યારપછી વિચક્ષણસૂરિના વચનનું અનુસંધાન કરતો સંસારી જીવ અનુસુંદર ચક્રવર્તી કથાતકશેષ એવા આને કહે છે, જે ‘કુર'થી બતાવે છે – ત્યારપછી=શોકે કહ્યું કે હું અહીં કેમ આવ્યો છું? તેનું કારણ સાંભળો ત્યારપછી, વિમર્શ વડે કહેવાયું – હે ભદ્ર ! શોક ! અહીં આગમતનું ભદ્રને જે કારણ છે તે વર્ણન કરો. શોક વડે કહેવાયું – શ્લોક :
आस्तेऽत्र नगरेऽद्यापि, वयस्योऽत्यन्तवल्लभः ।
मम जीवितसर्वस्वं, मतिमोहो महाबलः ।।१।। શ્લોકાર્ચ -
આ નગરમાં હજી પણ મને અત્યંત વલ્લભ, મારા જીવિતનું સર્વસ્વ મતિમોહ મહાબલ મારો મિત્ર છે. ll૧II
શ્લોક :
तद्दर्शनार्थमायातस्ततोऽहं भद्र! साम्प्रतम् । आवासितं महाटव्यां, मुक्त्वा देवस्य साधनम् ।।२।।