________________
૧૫૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ प्राह-बाढं, भद्रे! नास्ति प्रायेण मदीयचरिते भावार्थरहितमेकमपि वचनं, ततो न भवत्या कथानकमात्रेण सन्तोषो विधातव्यः, किं तर्हि ? भावार्थोऽपि बोद्धव्यः, स च परिस्फुट एव भावार्थः, तथापि अगृहीतसङ्केते! यत्र क्वचित्र बुध्यते भवती तत्र प्रज्ञाविशाला प्रष्टव्या यतो बुध्यते सभावार्थमेषा मदीयवचनम् । अगृहीतसङ्केतयोक्तं-एवं करिष्यामि, प्रस्तुतमभिधीयताम् ।
પ્રજ્ઞાવિશાલા, અગૃહીતસંકેતા અને સંસારીજીવની વાતચીત આટલા કથનના વચમાં પ્રજ્ઞાવિશાલા વડે અગૃહીતસંકેતા કહેવાઈ – હે પ્રિયસખી ! આ સંસારી જીવ વડે નંદીવર્ધન અને વૈશ્વાનરની વક્તવ્યતામાં હિંસાના લગ્નના અવસરમાં વૈશ્વાનરની મૂલશુદ્ધિને નિવેદન કરતાં જે પૂર્વમાં કહેવાયું હતું તે સમસ્ત સંસારી જીવ વડે હમણાં નિવેદન કરાયું છે એમ આગળ સાથે સંબંધ છે. શું પૂર્વમાં નિવેદન કરાયું હતું ? તે “દુત'થી બતાવે છે – જેવું તે તામસચિત્તનગર છે અને જેવો આ ટ્રેષગજેન્દ્ર રાજા છે અને જેવી આ અવિવેકિતા છે અને તેણીનુ=અવિવેકિતાનું, તે તામસચિત્તનગરથી રૌદ્રચિત્તપુર પ્રત્યે જે આગમનનું પ્રયોજન છે તે સર્વ ઉત્તરમાં હું કહીશ. એ પ્રમાણે જે પૂર્વમાં નિવેદન કરાયું હતું તે હમણાં તે સંસારી જીવ વડે સમસ્ત નિવેદન કરાયું છે. અગૃહીતસંકેતા વડે કહેવાયું – સુંદર છે પ્રિયસખી ! સુંદર, મને તારા વડે સુંદર
સ્મરણ કરાવાયું. ત્યારપછી પ્રજ્ઞાવિશાલા વડે સંસારી જીવ પ્રત્યે કહેવાયું. હે ભદ્ર ! અનુસુંદર ચક્રવર્તી ! જ્યારે તરવાહન રાજાને વિમર્શ-પ્રકર્ષતી વક્તવ્યતાને કહેતા વિચક્ષણ આચાર્ય વડે તે જ પર્ષદામાં બેઠેલા, સાંભળતા રિપદારણ એવા છતા તને આ પ્રમાણે અવિવેકિતાનું પૂર્વચરિત્ર નિવેદન કરાયેલું ત્યારે શું તારા વડે બોધ કરાયો હતો ? કયા પ્રકારે તને વિજ્ઞાત હતું? તે “યતથી કહે છે – જે આ વિશ્વાનરની માતા નંદીવર્ધનકાલમાં મારી ધાત્રી થયેલ તે જ આ અવિવેકિતા હમણાં શૈલરાજની= માનકષાયની, માતા અને મારી વળી ધાત્રી વર્તે છે. એ પ્રકારે તારા વડે પૂર્વમાં જણાયું હતું અથવા નહોતું જણાયું? એમ પ્રજ્ઞાવિશાલા અનુસુંદર ચક્રવર્તીને પૂછે છે. સંસારી જીવ વડે કહેવાયું – હે ભદ્ર ! પ્રજ્ઞાવિશાલા ત્યારે રિપુદારણના ભવમાં, મારા વડે કંઈ જણાયું ન હતું. અજ્ઞાનજડિત મારો સમસ્ત પણ ભવિષ્યમાં નિવેદન કરાતો અનર્થપરંપરાનો પ્રબંધ છે. કેવલ ત્યારે=રિપુદારણના ભવમાં, હું વિચારું છું. શું વિચારું છું? તે યથા'થી બતાવે છે – આ પ્રવ્રજિત પિતાને કોઈક કથા કહે છે. પરંતુ તેના ભાવાર્થને હું જાણતો ન હતો. જે પ્રમાણે હમણાં આ અગૃહીતસંકેતા જાણતી નથી. અગૃહીતસંકેતા વડે કહેવાયું – હે ભદ્ર અનુસુંદર ચક્રવર્તી ! અન્ય કોઈ ભાવાર્થ છે? સંસારી જીવ કહે છે – અત્યંત ભાવાર્થ છે. હે ભદ્રા ! અગૃહીતસંકેતા ! પ્રાયઃ મારા ચરિત્રમાં ભાવાર્થ રહિત એક પણ વચન નથી. તેથી તારા વડે અગૃહીતસંકેતા વડે, કથાનક માત્રથી સંતોષ માનવો જોઈએ નહીં. તો શું કરવું જોઈએ ? એથી કહે છે – ભાવાર્થ પણ જાણવો જોઈએ=હું જે મારું સંસારનું ચરિત્ર કહું છું તે મારી મૂર્ખતાકૃત કઈ રીતે સર્વ વિડંબનાનું કારણ બન્યું તેનું રહસ્ય પણ જાણવું જોઈએ. અને તે=મારા કથનમાં બતાવેલ ચરિત્ર, પરિક્રુટ ભાવાર્થરૂપ છે. તોપણ તે અગૃહીતસંકેતા ! જ્યાં કોઈ સ્થાનમાં