________________
૧૫૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ ગુસ્સો આદિ ભાવોથી વ્યાપ્ત હોય છે. તેવા ચિત્તરૂપ અંતરંગ દુનિયાને અવલોકન કરવા અર્થે વિમર્શ અને પ્રકર્ષ જાય છે. તે તામસચિત્તનગર ગાઢ અંધકારવાળું, પાપપ્રવૃત્તિઓથી વ્યાપ્ત, શિષ્ટ લોકોથી નિંદિત છે ઇત્યાદિ જે વર્ણન કર્યું છે તે સર્વ તામસી પ્રકૃતિવાળા જીવોની ચિત્તની અવસ્થાઓ જ છે. અને તે તામસચિત્તનગર પણ ઘણા લોકોથી રહિત હોવા છતાં પોતાની લક્ષ્મીથી મુક્ત નથી તેવું પ્રકર્ષને દેખાય છે તેથી કહે છે –
અહીં પણ કોઈક નાયક વિદ્યમાન છે જેના કારણે આ નગર પોતાની શોભાનો ત્યાગ કરતું નથી. ત્યારપછી તેઓથી તે નગરમાં દૈન્ય, આક્રંદ, વિલપન આદિ કેટલાક પ્રધાન પુરુષોથી યુક્ત શોક નામનો તે નગરનો ચિંતક જોવાયો. તેથી એ પ્રાપ્ત થાય કે જે જીવોના ચિત્તમાં, દીનતા, આક્રંદ, વિલાપ, શોક આદિ ભાવો વર્તે છે તે તામસચિત્તનગરના માણસો છે. વિમર્શ અને પ્રકર્ષ શોક પાસે જઈને તે નગરના સ્વામીની પૃચ્છા કરે છે, ત્યારે શોક કહે છે –
દ્રષગજેન્દ્ર આ નગરનો સ્વામી છે, અવિવેકિતા તેની પત્ની છે અને શ્રેષગજેન્દ્રના પિતા મહામોહ છે. તે મહામોહના નિર્દેશન કરનારી અવિવેકિતા છે. વળી, રાગકેસરીના નિર્દેશનું પણ તે અવિવેકિતા ક્યારેય ઉલ્લંઘન કરતી નથી અને રાગકેસરીની પત્ની જે મૂઢતા છે તેની સાથે દ્વેષગજેન્દ્રની પત્ની અવિવેકિતાને સારો સંબંધ છે. તેનાથી એ પ્રાપ્ત થાય કે જીવમાં જે પોતાના પારમાર્થિક સ્વરૂપનું અત્યંત અજ્ઞાન વર્તે છે તે મહામોહ છે. કારણે જેમ જીવમાં રાગ ઉત્પન્ન થાય છે તેમ પ્રતિકૂળ સંયોગોમાં કે પોતાની ઇચ્છાની અપૂર્તિમાં દ્વેષના પરિણામો થાય છે અને તેવા દ્વેષ પરિણામવાળા જીવોમાં અવિવેકિતા નામનો પરિણામ હોય છે. આથી જ સુખના અર્થી પણ તે જીવો દ્વેષને વશ અનેક પ્રકારનાં કર્મો કરે છે છતાં શરીરથી ભિન્ન પોતાનો આત્મા છે અને તેનો અફ્લેશ સ્વભાવ છે એ પ્રકારનો વિવેક તેઓમાં પ્રગટ થતો નથી. તેથી અવિવેકને વશ દ્વેષાદિ ભાવો કરીને વર્તમાનમાં દુઃખી થાય છે અને ભાવિ દુઃખની પરંપરા કરે છે અને તે સર્વનું બીજ તેઓમાં વર્તતું મહામોહના પરિણામરૂપ ગાઢ અજ્ઞાન છે.
વળી, ગાઢ અજ્ઞાનને કારણે તે જીવોમાં રાગનો પરિણામ વર્તે છે. તેથી તેઓ વિષયોમાં મૂઢ બને છે, તે રાગકેસરીની પત્ની મૂઢતા છે. જીવમાં વિષયોની મૂઢતા અને અવિવેકિતા તે બંને પરસ્પર પ્રીતિથી રહે છે, તેથી સંસારી જીવોમાં પ્રસંગે પ્રસંગે અવિવેકિતા, મૂઢતા, રાગની પરિણતિ, દ્વેષની પરિણતિ વર્તે છે. અને તેના કારણે સંસારી જીવો ક્યારેક રાજસચિત્તનગરમાં વર્તે છે અને ક્યારેક તામસચિત્તનગરમાં વર્તે છે.
વળી, વિમર્શ શોકને પૂછે છે આ નગરમાં દ્વેષગજેન્દ્ર છે કે અન્ય નગરમાં છે? શોક કહે છે આ વૃત્તાંત અત્યંત સ્પષ્ટ પ્રસિદ્ધ છે કે દેવ મહામોહ, તેના પુત્ર રાગકેસરી અને દ્વેષગજેન્દ્ર પોતાના સમસ્ત બળથી યુક્ત સંતોષને નાશ કરવા માટે કૃતનિશ્ચયવાળા સ્વસ્થાનથી ઘણાકાળથી અન્યત્ર ગયેલા છે. વિમર્શ પૂછે છે, તો તું અર્થાત્ શોક, અહીં કેમ આવેલો છે અને આ નગરમાં અવિવેકિતા રહેલ છે કે નહીં ? તેના સમાધાન રૂપે શોક કહે છે – અવિવેકિતા દ્વેષગજેન્દ્ર સાથે પણ નથી અને આ નગરમાં તામસચિત્તનગરમાં પણ નથી. કેમ નથી તેનું કારણ બતાવતાં કહે છે જ્યારે મહામોહ, રાગકેસરી અને દ્વેષગજેન્દ્ર સંતોષને