________________
૧૩૯
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ
પ્રકર્ષ કહે છે – આ રીતે જ આ સમ્યફ મામા વડે અવધારણ કરાયું છે. વિમર્શ કહે છે – હે ભદ્ર ! આ કેટલું, હું સર્વ જ દષ્ટ વસ્તુનું જે તત્ત્વ છે તેને જાણું છું. અન્ય પણ પૂછવું જોઈએ જેમાં ક્વચિત્ તને સંદેહ સંભવે છે. પ્રકર્ષ વડે કહેવાયું – હે મામા ! જો આ પ્રમાણે છે તમે સર્વ દષ્ટ વસ્તુને જાણી શકો છો એ પ્રમાણે છે તો, ક્યા કારણથી આ નગર નાયકથી રહિત પણ, ઘણા લોકોથી વિવજિત પણ પોતાની લક્ષ્મીનો ત્યાગ કરતો નથી=પોતાના સૌંદર્યનો ત્યાગ કરતો નથી. વિમર્શ વડે કહેવાયું. આના મધ્યમાંરાજસચિત્તનગરના મધ્યમાં, કોઈક મહા પ્રભાવવાળો પુરુષ છે. તેનાથી જનિત આનું શોભાપણું છે=નગરનું શોભાપણું છે. પ્રકર્ષ કહે છે – જો આ પ્રમાણે છે=આ નગરમાં કોઈક મહા પ્રભાવશાળી પુરુષ છે તો, પ્રવેશ કરીને તે પુરુષને આપણે બંને જોઈએ. વિમર્શ વડે કહેવાયું – આ પ્રમાણે થાઓ આપણે બંને જઈએ. ત્યારપછી તે બંનેએ નગરમાં પ્રવેશ કર્યો. રાજકુલમાં પ્રાપ્ત થયા. ત્યાં રાજકુલમાં, અહંકાર આદિ કેટલાક પુરુષથી પરિવરેલો મિથ્યાભિમાન નામનો મહત્તમ છે. તેથી વિમર્શ કહે છે – હે ભદ્ર ! તે આ પુરુષ જેના પ્રભાવથી ભવ્ય આ રાજસચિત્તનગરનું શોભાપણું છે. પ્રકર્ષ વડે કહેવાયું – જો આ પ્રમાણે છે=આ પુરુષના પ્રભાવથી આ નગરની શોભા છે એ પ્રમાણે છે, તો આની પાસે જઈને આપણે વાતો કરીએ. અને આમાં આ નગર શૂન્ય છે એમાં, શું વૃતાંત છે એ પૂછીએ. વિમર્શ વડે કહેવાયું – આ પ્રમાણે થાઓ=આપણે મિથ્યાભિમાન પાસે જઈએ આ પ્રમાણે થાઓ. ત્યારપછી તેઓ દ્વારાવિમર્શ-પ્રકર્ષ દ્વારા, મિથ્યાભિમાન સંભાષણ કરાયો. અને પુછાયો. હે ભદ્ર ! વળી, ક્યા પ્રસંગથી આ નગર વિરલજનવાળું દેખાય છે ? મિથ્યાભિમાન કહે છે – આ વાર્તા સુપ્રસિદ્ધ છે, કેમ તમારા બંને વડે જણાઈ નથી ? વિમર્શ વડે કહેવાયું – અહીંયાંક અમારા પ્રશ્નમાં, ભદ્ર વડે કોપ કરવો જોઈએ નહીં. દિકજે કારણથી, અમે બે પથિકો છીએ. જાણતા નથી. અને આ અર્થમાં આ નગર અલ્પ મનુષ્યોવાળું છે એ અર્થમાં, મહાન કુતૂહલ છે. આથી ભદ્ર નિવેદન કરવા માટે યોગ્ય છે. મિથ્યાભિમાન વડે કહેવાયું – સમસ્ત ભુવનને પ્રતીત આ નગરનો સ્વામી સુંદર નામવાળો રાગકેસરી દેવ છે. અને તેનો પિતા મહામોહ છે=ગાઢ અજ્ઞાન છે. અને તે બેના મોટા મંત્રીઓ વિષયાભિલાષ આદિ ઘણા છે. આ નગરથી સર્વબલના સમુદાયથી દંડયાત્રા વડે નિર્ગતકનીકળેલા એવા તેઓને અનંતકાલ વર્તે છે. તે કારણથી આ વિરલજનવાળું નગર દેખાય છે. વિમર્શ કહે છે – હે ભદ્ર ! કોની સાથે તેઓનો વિગ્રહ છે ? યુદ્ધ છે. મિથ્યાભિમાન કહે છે – દુરાત્મા એવા સંતોષ નામના ઘાતક સાથે વિરોધ છે. વિમર્શ વડે કહેવાયું – વળી તેની સાથે વિગ્રહનું કારણ શું છે ?
रसनाया मूलशुद्धिः मिथ्याभिमानेनोक्तं-क्वचिद्देवादेशेनैव जगद्वशीकरणा) विषयाभिलाषेण प्रहितानि पूर्व स्पर्शनरसनादीनि पञ्चात्मीयानि गृहमानुषाणि । ततस्तैर्वशीकृतप्राये त्रिभुवने सन्तोषहतकेन तान्यपि निर्जित्य भूयांसो निर्वाहिताः कियन्तोऽपि लोकाः प्रापिता निर्वृतौ नगर्यां, तत्श्रुत्वा सन्तोषहतकस्योपरि